________________
ધનજી મહારાજની પ્રતિપાદક હતી. યશોવિજયજી મહારાજે પ્રતિમાને નિષેધ કરનારાઓને નિષેધ કરવાની શૈલી પકડી છે, જ્યારે આનંદઘનજી મહારાજે પ્રતિમાનો નિષેધ કરવાને બદલે પ્રતિમાનાં ઉપકારનું પ્રતિપાદન કરેલું છે. પ્રતિમા સંબંધમાં યશોવિજયજી મહારાજના લેખો વાંચતાં જણાય છે કે, તે સમયમાં આ તકરાર ગંભીરરૂપમાં આવી પહોંચેલી હતી. આવી ગંભીરરૂપમાં આ તકરાર હતી ત્યારે સ્વાભાવિક છે કે, બન્નેમાંથી કઈ પણ પક્ષનું માથુ ધડ ઉપર હાય નહીં. આવી સ્થિતિ ચાલતી હતી ત્યારે આનંદઘનજી મહારાજે પિતાના આત્મબળે વિશેષ ઉપકારક, માર્ગ કામ લીધુ. તેઓએ પ્રતિમાપૂજનની રીતિ તથા તેને ગભીર ભાવ સ્તવનાવલિમાં સ્થિર કર્યા છે. શ્રી સુવિધિનાથના સ્તવનના પહેલા પદમાં કેવા ઉલ્લાસપૂર્વક, પ્રભાતે ઉઠી પૂજા કરવી તે બતાવ્યું છે. બીજા પદમાં દ્રવ્યશુચિ અને ભાવશચિ ધરીને જિનાલયને વિષે હપૂર્વક જઈ ત્રીકે સાચવી મનને એકાગ્ર સાધવાનું કહ્યું છે. પછીના પદોમાં જૂદી જૂદી પૂજાઓના ભેદ અને વિધિ દર્શાવી છે. અને છેવટે ભાવપૂજા અને પડિવત્તી (પ્રાતપત્તી) પૂજાનું સ્વરૂપ બતાવ્યું છે. આનંદઘનજીની પ્રતિમા પ્રતિપાદક શૈલી કેવી હતી તે નીચેના શબ્દોથી જણાશે–
ઈમ પૂજા બહુ ભેદ સુણીને,
સુખદાયક શુભ કરણી રે; ભવિક છવ કરશે તે લેશે, આનંદઘનપદ ધરણી રે
સુવિધિ , આ ઉપરથી જોઈ શકાશે કે, આનંદઘનજી મહારાજનું વલણ પ્રતિમાની સ્થાપના પરત્વેનું હતું, એટલુ જ નહી પણ તેઓ પ્રતિમાના પરમ અનુયાયી હતા. આટલુ છતાં તેઓની વૃત્તિઓ એવી શાંતિ પામી ગઈ હતી કે, તેઓએ પ્રતિમાનો બોધ કરવા માટે ગભીર પ્રતિપાદક શૈલી પકડી છે. શ્રી યશોવિજયજીએ નિષેધક શેલી ગ્રહી હોય કે આન દઘનજીએ પ્રતિપાદક શૈલી પકડી હોય, પણ આટલુ તો ચોક્કસ છે કે, સત્તરમા શતકમાં આ તકરારે ગભીરરૂ૫ ગ્રહણ કરી લીધુ હતું, કેમકે જે તેમ ન હોત, તે પૂર્વના આચાર્યોએ તત્વના ગ્રથોમાં આ વિષયને ઘણુ કરી વિસ્તારપૂર્વક ચી નથી તેમ મહારાજ સાહેબ પણ ચર્ચત નહિ.