________________
આ ઉપરથી જોઈ શકાશે કે, આનંદઘનજી મહારાજે આત્મત્વ પ્રા પ્તિના ઉદ્ગારે વિલક્ષણ રચનામાં લખ્યા છે. આ પ્રસંગે એક વાત લખવાનું મને નિમિત્ત મળે છે. “શ્રીમદ્ રાજચંદ્ર” નામને જે બૃહત ગ્રંથ બહાર પડે છે તેની અંદર શ્રીમાન રાજચંદ્રના કેટલાક લેખોમાં આનંદ ઘનજી મહારાજની શિલીને મળતી શૈલી વપરાયેલી જોઈ કવિઓની ભાષા શૈલીથી અજ્ઞાન એવો વર્ગ અનેક પ્રકારના કુતર્કો કરે છે. દાખલા તરીકે, “શ્રીમદ્દ રાજચંદ્ર ગ્રંથની પ્રથમવૃત્તિનાં ૨૧૫ પૃષ્ઠ પર ૨૪૫ વાળા આંકના લેખના અંતમાં જે લખ્યું છે કે, “અવિષમપણે જ્ય આત્મધ્યાન વર્તે છે, એવા જે “શ્રી રાયચંદ્ર” તે પ્રત્યે ફરી ફરી નમસ્કાર કરી આ પત્ર અત્યારે પુરું કરીએ છીએ.” તે ઉપરથી કેટલાક એવા કુતર્ક ઉપર જાય છે કે, આ શબ્દ માનાર્થ લખ્યા હશે. હવે જ્યારે આનંદઘનજી મહારાજની ઉપર ટાંકેલ પદમાં શેલી જોઈએ છીએ ત્યારે તેની વેજ જોવામાં આવે છે; કેમકે
અહે અહો હું મુજને કહું,
તમે મુજ નમો મુજ રે; અમિત ફળ દાન દાતારની,
જેહની ભેટ થઈ તુજ રે. એની અંદર અને શ્રીમદ્ રાજચંદ્રની શૈલીની અંદર કાંઈ પણ તફાવત જોવામાં આવતું નથી. “સમયસાર નાટક” માં હીંદિ ભાપામાં પદ્યાનુવાદ કર્તા કવિવર બનારસીદાસજીએ પિતાનું જીવનચરિત્ર (Autobiography) લખેલ છે તેમાં પણ આ પ્રકારની શૈલી જોવામાં આવે છે.
આનંદઘનની કેર માર્ગ પ્રત્યે દૃષ્ટિ. આત્માનુભવી પુરૂષની દૃષ્ટિ લૈકિક હોતી નથી, પરંતુ લકેર હોય છે. તેઓની દષ્ટિ ધમધ હોતી નથી, પરંતુ ધમધતારહિત હોય છે. તેઓની દષ્ટિ બાહ્ય નથી હોતી, પરંતુ આંતર્ હોય છે. આ કારણથી આનંદઘનછની લકત્તર દષ્ટિ બતાવવાનું કાંઈ પ્રયોજન નથી, છતાં તેઓએ ગાયેલી લકત્તર દષ્ટિ આપણને પરોપકારક હેવાથી લક્ષ્ય ખેચવા અર્થે એક બે નમના તેઓની “બહોતેરી” ઉપરથી અહીં ટાંકું છું,
| તેરી હુ તેરી હું એતી કહુંરી, તેરી ઈન બાતમેં દગો તું જાને, તો કરવત કાશી જાય ગરી, વેદ પુરાણું કિતાબ કુરાનમેં આગમ, નિગમ કહું ન લહરી, તેરી