________________
સ સારત્યાગ ક્યારે કર્યો, ક્યા ગુરૂ સમીપે ક્યાં દીક્ષિત થયા, એ સ બધી કિચિત માત્ર પણ હકીકત મળતી નથી. આવી હકીકતના અભાવે તેઓ કયા પ્રદેશમાં વિશેષ રહ્યા હોવા જોઈએ એટલું શોધી કાઢવાની હુ તજવીજ કરવા ધારૂ છુ. આ શોધવું, તે પણ કઈ ઐતિહાસિક સાધનદ્વારા નથી. તેઓ સબ ધી આ હકીકત હુ “ભાષાવિવેકશાસ્ત્ર” (Philology)ની સહાયતા વડે ગોધવા પ્રયત્ન કરીશ ભાષાવિવેકશાસ્ત્ર એ એક એવી ચીજ છે કે જે પુરૂષનું વૃતાત ચિતરવુ હોય તે પુરૂષને લખેલા લેખો મળી આવે, તો તે લેખની ભાષાની જતિ–પ્રકાર ઉપરથી કેટલીક હકીકત મેળવી આપે છે આન દધનજીની ઉપર કહ્યા પ્રમાણે, “સ્તવનાવલિ” અને “બહોતેરી” એ બે કૃતિઓ મળી આવે છે આ કૃતિની ભાષાના પ્રકાર ઉપરથી, તેઓ ક્યા પ્રદેશમાં વિશેષે રહ્યા હોવા જોઈએ એટલુ શોધવાની હુ પ્રયાના કરીશ આ પ્રયત્નો કરતાં હું જે અનુમાન ઉપર આવુ તે અનુમાન સત્યજ હોય એવું કાંઈ નથી મારું અનુમાન યોગ્ય અથવા પણ સત્ય ન હોય.
સ્તવનાવલિ” અર્થાત ચોવીશ જિનેશ્વરની સ્તુતિ સ્તવનારૂપ કૃતિ આ સ્તવનાવલ જેને શુદ્ધ સરકારી ગુજરાતી કહીએ (જુઓ, પ્રથમ ગુચ્છકની શરૂઆતમાં આપેલ મી. આ જારીઆનો અભિપ્રાય) તેમાં લખાએલ છે. જે કે કેટલાક જૈન પારિભાષિક પ્રાકૃત શબ્દોનો પ્રયોગ અવાર નવાર થયું છે ખરો.
૧૦ જ આન દવન ચોવીશી ” અને “આન દઘન બહેતરી ” ના શિવાય -બીજા કોઇ તેઓના બનાવેલા ગ્રંથ છે કે?
૧૧. આનંદઘન ચોવીશીની ભાષા વધારે કયા પ્રદેશને લગતી છે? ગુજરાત, મારવાડ કે કાઠિયાવાડને લગતી છે ? મારવાડી, કાઠિયાવાડી કે ગુજરાતી શબ્દ -ક્યા કયા સ્થળે ચોવીશીમાં જોવામાં આવે છે ?
૧૨. તેઓને દેહોત્સર્ગ ક્યારે અને કયા સ્થળે થયો ?
૧૩. તેઓ કયા ગચ્છમાં થયા છે ? અને તેઓના ગુરૂભાઇ અથવા કે શિથનાં નામ જાણવામાં છે !
ઉપલી હકીકત મારા તરફથી પ્રકટ થનારા “જેન કાવ્યમાળા” માટે આનદવનજી મહારાજનું ઐતિહાસિક ચરિત્ર લખવુ છે, તેટલા માટે જોઈએ છે, કૃપા કરી જેનાથી જેટલી હકીકત મોકલી શકાય તેટલી મોકલાવશો, તે પણે આભાર થશે.