________________
પ્રીત સગાઈ જગમાં સહુ કરે, પ્રીત સગાઈ ન કેય,
પ્રીત સગાઈ રે જગમાં સહુ કરે– ' વળી મહિનાથસ્તવનાના પહેલા ચરણ
–સમકેત સાથે સગાઈ કીધી. માં “સગાઈ” શબ્દ વાપરેલ છે, મેળો' શબ્દ એ કે ગુજરાતની અંદર વપરાશમાં લેવાય છે, પણ કાઠિયાવાડમાં તેનો ઉપયોગ ઘણું વધારે છે. ઋષભસ્તવનામાં ત્રીજા૫દમાં મેળો' શબ્દ બે વાર વપરાયેલ છે. કાઠિયાવાડમાં પણ માંડવી એ વાક્ય બહુ બોલાય છે. “કાણ શબ્દને જેકે કથા એવો અર્થ થાય છે, પરંતુ લાંબી લાંબી વાત કર્યા કરવી તેને કાણુ માંડી બેસવું કાઠિયાવાડમાં કહેવાય છે. આન દઘનજીએ મલ્લિનાથના સ્તવનામાં કાણુ” શબ્દનો પ્રયોગ કર્યો છે ઘેણું શબ્દ કુયુ જિનની સ્તવનામાં વપરાયેલ છે. “સોહલી દોહલી 'કેટલોક પ્રતોમાં જોવામાં આવે છે. પણ કેટલાક વર્ષ અગાઉ મારા હાથમાં એક પ્રત જવામાં આવી હતી તેમાં ‘સયલી દેયલી ” જોવામાં આવેલ, અને તેનાથજીના સ્તવનમાં પહેલાં ચરણમાં જ કહ્યું છે કે,
ધાર તરવારની સોયલી દેવલી. આ પ્રમાણે દરેક સ્તવનામાં કાઠિયાવાડમાં વિશેષ વપરાશમાં લેવામાં આવતા શબ્દના પ્રયોગો થવા દેવામાં આવે છે “ બાપડા ', “ ત ત”
રણુઝ ” “દેયલે ” આ શબ્દો હુ નમુનાની ખાતર મૂકુ છું. આખી કૃતિ જે જોવામાં આવે, તો કાઠિયાવાડી ખ્યાલ વધારે આવશે. ગુજરાત અને સુરતના ભાગમાં “સાલો' શબ્દ જોકે ઘણો વપરાય છે, પરંતુ કાકીયાવાડમાં “મારે સાલ ” વધારે વપરાતો જણાય છે. કુયુજિનની સ્તવનામાં મન પ્રત્યે આક્ષેપ કરતા કહ્યું છે કે
–સમજે ન મારે સાલ હૈ કાઠિયાવાડમાં કેટલીકવાતને પ્રસગે “હેઠ મારા સાળા એમ બોલવામાં આવે છે, અથવા કઈ પ્રત્યે આક્ષેપ કરતાં એમ કહેવામાં આવે છે કે મારો સાળો લુચ્ચને ”
આન દઘનની ભાષામાં સર્વત્ર કાઠીયાવાડી બોલીનું તત્ત્વજ રહ્યું છે