________________
લા
ગુજરાતી ભાષાના
એવા પ્રકારની કરચય હોય
આ નથી. આ હીદિમાં ગુજરાતી ભાષાનું મિશ્રણ ઘણું જોવામાં આવે છે. દાખલા તરીકે, આપણે પદ્યરત્ન ૬ ઠાનુ રામગ્રીવાળું પદ લઈએ.
માહરે બાલેડે સંન્યાસી, દેહ દેવલ મઠવાસીઃ (આંકણી) ઈડ પિંગલા મારગ તજ યેગી, સુખમના ઘરવાસી. બ્રહ્મરંધમધિ આશન પૂરી બાબુ, અનતદ તાન બજાસી.
માહરે, ચમ નિયમ આસન જયકારી, પ્રાણાયામ અભ્યાસી; પ્રત્યાહાર ધારણ ધારી, ધ્યાન સમાધિ સમાસી. માહરા મૂલ ઉત્તર ગુણ મુદ્રા ધારી. પર્યકાસનવાસી; રેચક, પૂરક, કુંભ સારી, મન ઇદિય જયકાસી.
માહરે થિરતા, જેગ યુગનિ અનુકારી, આપોઆપ વિલાસી, આત્મ પરમાત્માનુસારી, સીઝે કાજ સમાસી.
માહરે નમુનો દાખલ હું આ એકજ પદ અહીં મૂકું છે. જે આવી રચના જોવામાં આવશે, તે માટે અભિપ્રાય કાંઈક વ્યાજબીપણાના તત્ત્વસમેત જણાશે. ગુજરાતી ભાષાના મિશ્રણવાળી હીદિ ભાષા છતાં મારે કહેવું જોઈએ કે આન દઘનજીની હિંદી ભાષા એવા પ્રકારની નથી કે, તે માત્ર પરિચયથી જ આવડેલી હાય ગુજરાતના રહેનારને હિદનો પરિચય હાય અને હીદિ પરિચિત થતાં આવડી ગયેલું તેઓનુ હીદિ નથી. આ ચરિત્રમાં જુદે જુદે ઠેકાણે હીદિ પદે મૂકવામાં આવ્યા છે એ પરથી જણાશે કે તેઓની હીદિ ભાષા ઉત્તરહિંદમાં બોલાતી ભાષાને કેટલીક રીતે મળતી આવે છે. કેર માત્ર એટલેજ છે કે, ગુજરાતી ભાષાના ઘણા પરિચયના કારણે તે લખતાં ગુજરાતી ભાષાને શબ્દસમૂહ વધારે વપરાઈ ગયો છે.
કબીરજીની હીદિજાપાને મળતી હરિભાષા આનંદઘનજી મહારાજની જણાય છે; તેમ વિચાર પરથી એવો આભાસ પણ આવી શકે કે કબીરછને મળતા ઉપદેશ વિચારે જણાવવાનો તેમનો પ્રકાર હતો, ઉપદેશવિચારે અને સિદ્ધાંતવિચાર એ બન્ને ભિન્ન વસ્તુ છે, ઉપદેશવિચાર આત્માને વૈરાગ્યાદિ જાગૃતિમાં લાવવા તે છે, જ્યારે સિદ્ધાંતવિચાર, આત્માનું સ્વરૂપ, તેની સ્થિતિ, વિશ્વરચના આદિને લગતાં છે આનંદઘનજીના સિદ્ધાંતવિચાર પરમ ઑનિ છે; જ્યારે કબીરજીના વિચારમાં સિદ્ધાંતજ્ઞાન જેવામાં આવતુ નથી. કહેવાનો હેતુ એટલેજ છે કે વૈરાગ્યાદિ વિચારણાની ભાષાશૈલી અન્નેની મળતાપણવાળી છે.