________________
૩૬
જૈન ગૂર્જર કવિઓ : ૯
- ઇતિ શ્રી ગુરુપટ્ટાવલી ચઉપઈ સમાપ્ત. શ્રા. કીપ્લાઈ પઠનાર્થે, ૧-૧૩, મારી પાસે છે.
– આ પટ્ટાવલી શ્રી જિનચંદ્રના શિષ્ય પં.રાજસુંદરે દેવકુલપાટકમાં સં.૧૬૬૯ના વૈશાખ વદિ ૬ સોમવારે શ્રાવિકા થોભણદેના માટે લખેલી છે. જુઓ દેવકુલપાટક, પૃ.૧૬.
આ પછી ઐતિહાસિક જેન કાવ્યસંગ્રહ નીચે મુજબ પરંપરા આપે છે : ૬૭. જિનરત્ન. ૬૮. જિનવર્ધમાન. ૬૯. જિનધર્મ.
૭૦. જિનચંદ્ર અપરનામ જિનશિવચંદ્ર કે શિવચંદ્ર ઃ પિતા પદ્મસી, માતા પધા, ઓસવાલ રાંકા ગોત્ર, ભિન્નમાલ નગર, જન્મનામ શિવચંદ. ૧૩ વર્ષની ઉંમરે સં.૧૭૬૩માં દીક્ષા. ગચ્છનાયકપદ સં.૧૭૭૬ વૈશાખ સુદ ૭. નામ જિનચંદ્ર રાખ્યું. સં. ૧૭૭૮માં ગચ્છનાયકના પરિગ્રહનો ત્યાગ કરી ક્રિયોદ્ધાર કર્યો. સં.૧૭૯૪માં ખંભાતના યવનાધિપે એમને મરણપર્યંતક કષ્ટ આપ્યું અને તેઓ સં.૧૭૮૪ વૈશાખ ૬ શુક્રવારના રોજ સ્વર્ગવાસ પામ્યા.] આઠમી ખરતર જિનસાગરસૂરિ શાખા [ખરતર લઘુઆચાર્યાય શાખા]
(આ પુરાતત્ત્વમંદિરના આચાર્ય શ્રી જિનવિજયજીએ છપાવેલ ખરતરગચ્છપટ્ટાવલી-સંગ્રહમાંથી તેના સંસ્કૃતનું ગુજરાતી ભાષાંતર છે. જિનસાગર માટે મુખ્ય પટ્ટાવલી ક્ર.૬૩ જિનરાજસૂરિમાં જુઓ.).
૬૩. જિનસાગર : બોહિન્દરા ગોત્રના વીકારવાસી સાહ વચ્છરાજ પિતા, [ રગાદે માતા, સં. ૧૬પર કાર્તિક સુદિ ૧૪ રવિને દિને જન્મ, ચોલા મૂલનામ. ર.૧૬૬૧ માહ સુદિ ૭ને દિને અમરસરમાં જિનસિંહસૂરિએ દીક્ષા આપી. શ્રીમાલ
વુિ?હરા અચૂક શ્રાવકે નંદિમહોત્સવ કર્યો. વાદી શ્રી હર્ષનંદનગણિએ બાલ્યપણાથી સર્ષ શાસ્ત્રો શીખવ્યાં. સં.૧૬૭૪ ફાગુણ સુદિ ૭ને દિને મેડતા નગરમાં ચોપડા ગોત્રના સાહ આસકરણે કરેલા મહોત્સવપૂર્વક સૂરિપદ લીધું ને નામ જિનસાગરસૂરિ રાખ્યું. અને બીજા શિષ્ય બોહિન્દરા ગોત્રના રાજસમુદ્રગણિ – તેમણે આચાર્યપદ લઈ જિનરાજસૂરિ નામ રાખ્યું. ત્યાર પછી બાર વર્ષ શ્રી પૂજ્યની આજ્ઞામાં રહ્યા.
પછી આચાર્ય જિનરાજસૂરિના સમયમાં ત્રણથી ત્રણ ગચ્છ જુદા થયા. તેની વ્યવસ્થા આ પ્રમાણે : સં. ૧૬૯૯માં બૃહત્ ભટ્ટારક શ્રી રંગવિજયથી રંગવિજય ખરતરશાખા ભિન્ન થઈ. આ નવમો ગચ્છભેદ. પછી તેમાંથી શ્રીસાર ઉપાધ્યાયથી શ્રીસારીય ખરતરશાખા ભિન્ન થઈ તે દશમો ગચ્છભેદ. પછી સં.૧૭૧૨માં આચાર્ય જિનરાજસૂરિના બીજા શિષ્ય રૂપચંદ્રથી લઘુ ભટ્ટારક ખરતરશાખા ભિન્ન થઈ, તે અગિયારમો ગચ્છભેદ થયો.
ભટ્ટારક શ્રી જિનસાગરસૂરિએ સં. ૧૬૭૪ વૈશાખ સુદિ તેરસ ને શુક્ર રાજનગર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org