________________
તપાગચ્છની પટ્ટાવલી
૧૨૭
અને તે શિષ્ય વિનયસાગરે ભોજવ્યાકરણ રચ્યું (જુઓ વેબર વર્ક, પૃ.૨૦૩-૪; સરખાવો પૃ.૧૨૦૬) તથા સારસ્વતનાં સૂત્રોને છંદમાં મૂકી “વૃદ્ધચિંતામણિ રો .
પ્રતિષ્ઠાલેખ સં.૧૬૬૭-૮૧-૮૩, બુ.૨; ૧૬૭૧-૭૬-૭૮–૧૭૦૨, ના.૨.
વિઢિયાર દેશ. જન્મમિતિ વૈશાખ સુદ ૬. દીક્ષામિતિ ફાગણ સુદ ૩, આચાર્યપદમિતિ મહા સુદ ૬ અહમ્મપુર / અમદાવાદ. સ્વર્ગવાસ સં.૧૭૧૮ વૈશાખ સુદ ૩ નોંધાયેલ છે, પરંતુ સં.૧૭૧૮ શ્રાવણ વદ પના રોજ એમના ઉપદેશથી ધર્મમૂર્તિસૂરિની પાદુકાનું સ્થાપન હરિપુરામાં થયું છે તેથી સ્વર્ગવાસ તે પછી જ હોઈ શકે.
‘મિશ્રલિંગકોશ' ઉપરાંત એમની ઘણી રચનાઓ છે, જુઓ અંચલગચ્છ દિગ્દર્શન, પૃ.૪પર-પ૪. ત્યાં નોંધાયેલ “અગડદત્ત રાસ” સ્થાનસાગરની કૃતિ હોવાનું જણાય છે. ને અન્ય ગુજરાતી સ્તવનાદિના કર્તૃત્વ વિશે પણ સંશય છે. જુઓ ગુજરાતી સાહિત્યકોશ (મધ્યકાલીન).
વિનયસાગરે સં.૧૭૦૨માં “અનેકાર્થનામમાલા/અને કાર્યરત્નકોશ' રચેલ છે.]
૬૫. અમરસાગર : મેવાડના ઉદયપુરમાં (કરણપુરમાં) શ્રીમાલી (ઓસવાળ) ચોધરી યોધા પિતા, સોના માતા, જન્મ સં. ૧૬૯૪, મૂળ નામ અમરચન્દ્ર. દીક્ષા ૧૭૦૫, આચાર્યપદ ખંભાયતમાં ૧૭૧૫, ગચ્છશપદ કચ્છના ભુજનગરમાં ૧૭૧૮. સ્વ. ધોલકામાં ૬૮ વર્ષની આયુએ સં. ૧૭૬૨માં.
તેમના રાજ્યમાં ‘ઉપદેશ-ચિંતામણિની પ્રત સં.૧૭૩૯માં લખાઈ. (જુઓ ભાંડારકર રિપૉર્ટ, ૧૮૮૩-૮૪, પૃ.૪૪૩).
પાલીતાણીય શાખા આ સૂરિથી નીકળી છે. જુઓ નયશેખરની યોગરત્નાકર ચોપાઈની પ્રશસ્તિ.
સં.૧૭૩૮માં અંચલગચ્છના ધર્મસાગરસૂરિશિષ્ય હેમસાગરસૂરિશિષ્ય લાલજીએ લખેલ પ્રત ભાવનગરના સંઘના ભંડારમાં છે.
[‘વર્ધમાન પદ્ધસિંહ શ્રેષ્ઠી ચરિત્ર' તથા અંચલગચ્છની અનુસંધાનરૂપ પટ્ટાવલી અમરસાગરસૂરિને નામે પ્રસિદ્ધ થયેલ છે, પણ એની પ્રમાણભૂતતા શંકાસ્પદ છે. સં.૧૬૯૧માં રચાયેલ શ્રેષ્ઠીચરિત્ર સં.૧૬૯૪માં જન્મેલા ગ્રંથકર્તાએ રચ્યું છે ! ને એમાં પાસિંહના ૧૬૯૪માં મૃત્યુની હકીકત છે. સં.૧૭૪૩માં રચાયેલી પટ્ટાવલીમાં પણ અનેક સ્કૂલનો છે. નયશેખરને સ્થાને નયનશેખર નામ પણ મળે છે.].
૬૬. વિદ્યાસાગર : કચ્છદેશે ખીરસરા બંદરમાં ઓસવાલ શા કર્મસિંહ(કરસના) પિતા, કમલાદે માતા, જન્મ સં.૧૭૪૭ આસો વદ ૩, મૂલનામ વિદ્યાધર. દીક્ષા ૧૭પ૬ ફાલ્ગન શુદિ ૨, આચાર્ય ધોલકામાં ૧૭૬૨ શ્રાવણ સુદ ૧૦ કે જેનો મહોત્સવ વોરા અભયચન્દ્ર કર્યો. ભટ્ટારકપદ માતર ગામમાં ૧૭૬૨ કાર્તિક વદ ૪ બુધ. સ્વ. ૫૦ વર્ષની વયે ૧૭૯૭ કાર્તિક સુદ પ.
નિત્યલાભકૃત વિદ્યાસાગરસૂરિ સ્તવન’ ‘વિધિપક્ષ પ્રતિક્રમણ મુંબઈ ૧૮૮૯ની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org