________________
૨૫૪
ત્યારથી શાક સંવત્સરપ્રવૃત્તિ થઈ.
શ્રીવીરનિવૃત્તેર્વષઁઃ ષભિઃ પંચોત્તર: શતૈઃ, શાકસંવત્સરઐષા પ્રવૃત્તિર્ભરતેઽભવત્.
એટલે વિક્રમ સંવતમાં ૪૭૦ ઉમેરવાથી અને શક સંવતમાં ૬૦૫ ઉમેરવાથી વીર સંવત - વીરનિર્વાણ સંવત - વીરાત્ આવે.
શ્રી વીરના ઉપાસક શ્રેણિક (બિમ્બિસાર)નો પુત્ર કૂણિક (અજાતશત્રુ), તેનો પુત્ર ઉદાયિ, તેની પછી પાટલીપુત્રમાં નવ નંદે રાજ્ય કર્યું. તેને ઉત્થાપી ચાણક્યે ચંદ્રગુપ્તને રાજા સ્થાપ્યો. તેનો પુત્ર બિન્દુસાર, તેનો પુત્ર અશોકશ્રી, તેનો પુત્ર કુણાલ અંધ હતો. તેનો પુત્ર સંપ્રતિરાજ ઉજ્જયિનીમાં થયો. તેના વંશમાં જ ગભિન્ન રાજા થયો. તેનો ઉચ્છેદ કરી શક રાજા થયો. પછી ગભિન્નના જ પુત્ર વિક્રમાદિત્યે શકને ઉચ્છંદી ત્યાં જ રાજ કર્યું. તેણે શ્રી વી૨મોક્ષથી ૪૭૦ વર્ષે સંવત્સર અંકિત કર્યો – કાઢ્યો.
--
જૈન ગૂર્જર કવિઓ ઃ ૯
:
[મહાવીર નિર્વાણ પામ્યા ત્યારે પાટલીપુત્ર એટલે મગધમાં શ્રેણિકના પુત્ર કૂણિકનું શાસન હતું અને એ વર્ષે અવંતીમાં ચંડપ્રદ્યોતના પુત્ર પાલકનો રાજ્યાભિષેક થયો.
અદ્યતન સંશોધનમાં એમ માલૂમ પડે છે કે મગધના રાજવંશમાં વીરનિર્વાણ પછી ૧૮૨ વર્ષે નંદવંશ સત્તારૂઢ થયો (ઈ.સ.પૂ.૩૪૫) ને એ વંશની સત્તા ૨૮ કે ૨૨ વર્ષ જ રહી. ‘વિચારશ્રેણીમાં પાલકનાં ૬૦ વર્ષ અને નંદોનાં ૧૫૫ વર્ષ એટલે કુલ ૨૧૫ વર્ષ જણાવ્યાં છે તે સમયગાળો, અલબત્ત, અદ્યતન સંશોધનના સમયગાળા (૧૮૨+૨૨=૨૦૪ વર્ષ) સાથે એકંદરે બંધ બેસે છે.
મૌર્ય વંશના રાજાઓ અહીં જણાવ્યા મુજબ ૧૦૮ વર્ષ નહીં પણ ૧૩૭ વર્ષ સત્તા પર રહ્યા હોવાનું માલૂમ પડે છે (ઈ.સ.પૂ.૩૨૨-૧૮૫).
‘વિચારશ્રેણીમાં પુષ્યમિત્ર પછી બલમિત્ર-ભાનુમિત્ર રાજા થયાનું જણાવ્યું છે તે બમિત્ર ભરુકચ્છ(ભરૂચ)નો રાજા હતો ને ભાનુમિત્ર એનો અનુજ તથા યુવરાજ હતો. આ બમિત્રે આગળ જતાં અવંતી પર પોતાનું શાસન સ્થાપ્યું. વિક્રમસંવતપ્રવર્તક રાજા વિક્રમાદિત્ય અને બલમિત્ર એક જ હોવા સંભવ (આ બે નામોનો અર્થ એક જ થાય છે). ‘વિચારશ્રેણી' મુજબ બલમિત્રનો રાજ્યારંભ વીરાટ્ ૩૬૩ વર્ષે એટલે ઈ.પૂ.૧૬૪માં છે તેનો વિક્રમ સંવતના આરંભવર્ષ ઈ.સ.પૂ.૫૭ સાથે મેળ ન બેસે.
નભોવાહન એ પ્રાયઃ શક રાજા નહપાન હોવાનું મનાય છે. અનુશ્રુતિ અનુસાર નભોવાહને વીરાત્ ૪૧૩થી ૪૫૩ (ઈ.સ.પૂ.૧૧૪થી ૭૪) રાજ્ય કર્યું, જ્યારે અદ્યતન સંશોધન અનુસાર નહપાને ઈ.સ.૩૨થી ૭૮ સુધી રાજ્ય કર્યું જણાય છે. નભોવાહનનાં ૪૦ વર્ષ ‘વિચા૨શ્રેણીમાં જણાવ્યાં છે, જ્યારે એના અભિલેખ ૪૬ વર્ષ સુધીના મળ્યા
છે.
ગર્દભિન્ન અને શકોનું શાસન રાજા વિક્રમાદિત્યના રાજ્યારોહણ પૂર્વે થયું હોય એ પ્રતીતિકર છે.
વીરનિર્વાણવર્ષ (ઈ.સ.પૂ.૫૨૭) પછી ૪૭૦ વર્ષે (ઈ.સ.પૂ.૫૭) વિક્રમ સંવત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org