________________
૨૬૪
જૈન ગૂર્જર કવિઓ: ૯
અહીં સમાવેશ કર્યો નથી, પણ ‘સંઘવી’ અને ‘મહેતા’ જ્યાં ગોત્રનિર્દેશક છે ત્યાં રાખ્યા છે.
સ્થળનામોમાં દેશ, રાજ્ય, પ્રદેશ, ગામ, ગામનાં પરાં, પોળ, ચોક આદિ વિશિષ્ટ સ્થાનો, નદી, જલાશય, પર્વત વગેરેનાં નામોનો સમાવેશ છે. આવશ્યકતા લાગી ત્યાં વિશેષ ઓળખ આપી છે. જાણીતાં ને વારંવાર આવતાં દેશ-પ્રદેશનામો છોડી દીધાં છે (ગુજરાત, પંજાબ, બંગાળ વગેરે) પરંતુ પ્રાચીન અને વિરલપણે મળતાં દેશપ્રદેશનામો સાચવી લીધાં છે.
એક ને એક નામ ઉચ્ચારભેદ અને લેખનભેદથી મળે છે એટલે નામોની ગોઠવણી ખાસ રીતે ક૨વાની થઈ છે. સામાન્ય રીતે સંયુક્તાક્ષરમાં આવતા અનુનાસિક વ્યંજનને અનુસ્વારથી દર્શાવી એ ક્રમે ગોઠવવાનું રાખ્યું છે – જેમકે ‘ચન્દ્ર’ નહીં પણ ‘ચંદ્ર’, ‘મહેન્દ્ર’ નહીં પણ ‘મહેંદ્ર’, ‘બિમ્બિસાર' નહીં પણ બિંબિસાર' વગેરે. આનંદ-આણંદ, ચંદ્ર-ચંદ, કમલ-કમળ, જશ-જસ, કુંવર-કુઅર, નૈમિ–નેમ, માણિક્ય-માણેક—માણક, રત્ન-રતન આ જાતના ઘણા ભેદો અને કસ્તૂર-કસ્તુર, ચૂની-ચુની, ત્રિકમ-ત્રીકમ વગેરે હ્રસ્વ-દીર્ઘ ઇ-ઉના ભેદોવાળાં નામોને કોઈ એક સ્થાને સાથે જ રાખ્યાં છે ને અનિવાર્ય જણાયું ત્યાં જ પ્રતિનિર્દેશ કર્યો છે.
ગચ્છાદિનાં નામોના જે સંક્ષેપાક્ષર અહીં યોજવામાં આવ્યા છે તે આ પ્રમાણે
છે ઃ
અં.=અંચલગચ્છ; આ.=આગમગચ્છ, ઉત્ત.=ઉત્તરાર્ધગચ્છ, ઉપ.=ઉપકેશગચ્છ; કડ.=કડવાગચ્છ; કૃ.=કૃષ્ણષિંગચ્છ; કો.=કોરંટગચ્છ; ખ.=ખરતરગચ્છ (આઇ.= આદ્યપક્ષીય શાખા; પિ.=પિપ્પલક શાખા; ભાવ.=ભાવહર્ષીય શાખા, રંગ.-રંગવિજય શાખા; લ.આ.-લઘુ આચાર્ષીય શાખા; વે.વેગડ શાખા); ગુજ.લોં.ગુજરાતી લોંકાગચ્છ; ચં./ચંદ્ર.ચંદ્રગચ્છ; ત.-તપાગચ્છ (આણંદ.=આણંદસૂરિ/વિજયાણંદસૂરિ શાખા; કુતુબ. કુતુબપુરા શાખા); દિ.= દિગંબર; દ્વિવં.દ્વિવંદનીકગચ્છ; ધર્મ.= ધર્મઘોષગચ્છ; ધં. આગમ.ધંધૂકિયા આગમગચ્છ; ના.=નાગિલ/નાગેન્દ્ર/ નાયલગચ્છ; ના.ત.=નાગોરી તપાગચ્છ; ના.લો.=નાગોરી લોકાગચ્છ; પલ્લી.-પલ્લીવાલગચ્છ, પાર્શ્વ.=પાર્શ્વચન્દ્રગચ્છ; પિ.પિપ્પલકગચ્છ; પૂ.= પૂર્ણિમાગચ્છ (પ્ર. શાખા=પ્રધાન શાખા); પૂર્ણ.=પૂર્ણતલગચ્છ; બિડા.આ.બિડાલંબીયઆગમગચ્છ; બોર.પૂ.= બોરસિદ્ધીય પૂર્ણિમાગચ્છ; ભી.પૂ.=ભીમપલ્લીય પૂર્ણિમાગચ્છ; મલ.=મલધારીંગચ્છ; યુગ.યુગપ્રધાન પરંપરા, રાજ.=રાજગચ્છ; રુદ્ર.-રુદ્રપક્ષીય (ખરતર)ગચ્છ; લ.ખ.-લઘુ ખરતરગચ્છ; લ.ત.લઘુ તપાગચ્છ; લોં.=લોકાગચ્છ; વટ.પૂ.વટપદ્રીય પૂર્ણિમાગચ્છ; વડ.વડગચ્છ; વ.ત.=વડ તપાગચ્છ; વા.-વાચકવંશ- પરંપરા, વિજય.વિજયગચ્છ; વૃ.ત.=વૃદ્ધ તપાગચ્છ; સં.=સંપ્રદાય, સંઘાડો; સા.પૂ.= સાર્ધ/સાધુ પૂર્ણિમાગચ્છ; સાં.=સાંડેરગચ્છ; સ્થા.=સ્થાનકવાસી સંપ્રદાય; હા.= હારિલગચ્છ.]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org