________________
નામોની વર્ણાનુક્રમણી
[આ નામસૂચિ પાંચ વિભાગોમાં વહેંચાયેલી છે : (૧) વ્યક્તિનામો (૨) | ગચ્છનામો (૩) વંશગોત્રાદિનાં નામો (૪) સ્થળનામો અને (૫) કૃતિનામો.
ભા.૭માં અપાયેલી નામોની વર્ણાનુક્રમણીની પદ્ધતિ અહીં પણ સ્વીકારવામાં આવી છે. સંદર્ભ તરીકે ઉલ્લેખાયેલાં ગ્રંથનામો અને કર્તાનામો સામાન્ય રીતે અહીં સમાવ્યાં નથી, પણ વિરલપણે મળતાં પ્રાચીન નામો લઈ લીધાં છે.
વ્યક્તિનામસૂચિ તે ઐતિહાસિક વ્યક્તિઓનાં નામોની સૂચિ છે. દેવદેવીઓનાં નામોનો એમાં સમાવેશ નથી. જૈન સાધુનામોમાં ગચ્છ, પાટપરંપરા ને ગુરુનામ આપવાનું રાખ્યું છે ને એવી માહિતી બહારથી જોડવાનું પણ બન્યું છે. સાધુનામોમાં સૂરિ, ગણિ, ઉપાધ્યાય), વા(ચક), પંડિત) વગેરે પ્રકારની ઓળખ સાચવી છે પણ વર્ણાનુક્રમણી ગોઠવવામાં એને લક્ષમાં લીધેલ નથી. તેથી અહીં ચંદ્રસૂરિ પછી ચંદ્રપ્રભસૂરિ આવે એવું દેખાશે.
અન્ય નામોમાં રાજા, મંત્રી, કવિ વગેરે પ્રકારની ઓળખ સાચવી છે. “જી” ‘ભાઈ’ ‘બાઈ ‘બહેન' જેવાં લટકણિયાંને બહુધા વર્ણાનુક્રમણી ગોઠવવામાં લક્ષમાં લીધાં નથી. જી” નામનો ભાગ બની ગયેલ જણાયેલ છે ત્યાં એને લક્ષમાં લીધેલ છે.
સમાન નામ હોય ત્યાં અન્ય વ્યક્તિનામ પહેલાં અને સાધુનામ પછી એવો ક્રમ રાખ્યો છે. સાધુનામો સમાન હોય ત્યાં ગુરુનામને ક્રમે ગોઠવણી કરી છે પણ ગુરુનામ ન હોય તેવાં નામો પહેલાં લીધાં છે અને એને ગચ્છનામને ક્રમે ગોઠવ્યાં છે.
સાધુઓની પાટપરંપરા ગચ્છ, કુલ, સંપ્રદાય, સંઘાડો એવાં નામોથી મળે છે. ગચ્છોમાં ફાંટા પડતા ગયા છે અને શાખાઓ વિકસી છે. સ્વતંત્ર બનેલા ગચ્છોને અલગ રાખ્યા છે પણ શાખાઓ જે-તે ગચ્છના પેટામાં લીધી છે. શાખાઓએ સ્વતંત્ર ઓળખ મેળવી લીધી હોય ત્યાં એનો મુખ્ય વર્ણાનુક્રમમાં સમાવેશ પણ કર્યો છે. ગચ્છનામો એમની ઉત્પત્તિ, પટ્ટાવલી ને કોઈ વિશેષ સંદર્ભના ઉલ્લેખ પૂરતાં જ લીધાં છે. સામાન્ય ઉલ્લેખના પૃષ્ઠક દર્શાવ્યા નથી. પણ વિરલપણે મળતાં ગચ્છનામોના બધા ઉલ્લેખ સમાવી લીધા છે.
વંશગોત્રાદિનાં નામોમાં કુલ, જાતિ, જ્ઞાતિ વગેરે નામે ઓળખાતા સામાજિક વર્ગભેદોનાં અને અવટંકોનાં નામોનો સમાવેશ છે. એમાં પણ કેટલીક વાર શાખાઓના નિર્દેશ મળે છે. જરૂર લાગી ત્યાં શાખાઓને વર્ણાનુક્રમણીમાં સ્વતંત્ર સ્થાન આપ્યું છે. વણિક, બ્રાહ્મણ જેવાં વ્યાપક રીતે મળતાં જ્ઞાતિનામો લીધાં નથી પણ સોની જેવી જ્ઞાતિનો ઉલ્લેખ લઈ લીધો છે. “શાહ’ એ વણિકો માટેની સામાન્ય ઓળખ છે, “મહેતા' એ કેટલીક વાર મંત્રીના અર્થમાં ને “સંઘવી” એ સંઘપતિના અર્થમાં હોય છે. “શાહનો
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org