________________
ત્રણ વિશિષ્ટ પ્રકાશનો વિરલ વિદ્વત્યંતિભા અને મનુષ્ય પ્રતિભા ક્રા.પૃ.૧૨+૨૭ર કિં. રૂ. ૬૦. (શ્રી મોહનલાલ દલીચંદ દેશાઈનું જીવનચરિત્ર અને એમની ગ્રંથસૂચિલેખસૂચિ) સંપા. જયંત કોઠારી, કાન્તિભાઈ બી. શાહ • આવો એક સમૃદ્ધ દસ્તાવેજી ઈતિહાસ જેવો ગ્રંથ આપવા બદલ જેટલાં
અભિનંદન આપું એટલાં ઓછાં છે. (બુદ્ધિપ્રકાશ, ડિસેમ્બર ૧૯૯૨)
માવજી કે. સાવલા આ ગ્રંથનું સૌથી મહત્ત્વનું પાસું તો ૧૩૦ પાનાંમાં વિસ્તરેલી, સૂઝ ને શ્રમપૂર્વક તૈયાર કરેલી, વર્ગીકૃત લેખસૂચિ ને વિષયસૂચિ છે, જે સંપાદનને સંશોધન પદ્ધતિના એક નમૂનેદાર આલેખનરૂપ બનાવે છે. (પ્રત્યક્ષ, જાન્યુ-માર્ચ ૧૯૯૩)
- રમણ સોની • ગુજરાતી સાહિત્યના એક અદના અભ્યાસી તરીકે શ્રી દેશાઈના નામ
અને કામથી લગભગ અર્ધી સદીથી હું પરિચિત, પણ આ ચરિત્ર વાંચ્યા પછી મને મારી મર્યાદાનો અને શ્રી દેશાઈની બહુમુખી પ્રતિભા અને પ્રકાંડ વિદ્વત્તાનો સાચો ખ્યાલ આવ્યો.
(પ્રબુદ્ધ જીવન, તા. ૧૬-૨-૧૯૯૩) રણજિત પટેલ (અનામી) | મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્ય ડિ. પૃ.૧૨૩૪ કિં. રૂ. ૧૨૦ સંપા. જયંત કોઠારી, કાન્તિભાઈ બી. શાહ
ગુજરાતની, કોઈ યુનિવર્સિટીએ પ્રગટ કર્યું હોત તો તેની પણ પ્રતિષ્ઠામાં વધારો થાત એવું આ પ્રકાશન છે. (મુંબઈ સમાચાર, તા. ૧૬-૧૧-૧૯૯૩)
દીપક મહેતા આ આખો ઉપક્રમ ગુજરાતી સાહિત્ય માટે મૂલ્યવાન છે. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ હવે આ સંપાદનને અતિક્રમી નહીં શકે. (ગુજરાતમિત્ર, ૭-૨-૧૯૯૪)
શિરીષ પંચાલ | ઉપાધ્યાય યશોવિજય સ્વાધ્યાય ગ્રંથ ડિ. પૃ. ૨૦+૩૪૪ કિં. રૂ. ૧૫૦ સંપા. પ્રદ્યુમ્નવિજયગણી, જયંત કોઠારી, કાન્તિભાઈ બી. શાહ • સંસ્કૃત સાહિત્યના તથા મધ્યકાલીન સાહિત્યના સૌ સંશોધક
અભ્યાસીઓએ કરેલી દ્યોતક વિચારણાને સંપાદકોએ પૂરાં સૂઝશ્રમપૂર્વક એ રીતે આયોજિત કરી છે કે એથી આ સંગ્રહ યશોવિજયજી વિશેના એક સર્વલક્ષી સળંગ ગ્રંથનું રૂપ પામ્યો છે. (પ્રત્યક્ષ, જુલાઈ-સપ્ટેમ્બર ૧૯૯૩).
રમણ સોની માત્ર જૈન ધર્મના તત્ત્વચિંતનના રસ લેનારને જ નહીં, પણ કોઈપણ અધ્યાત્મમાર્ગીને, સાહિત્યરસિકને કે તત્ત્વચિંતનના રસિયા અભ્યાસીને આનંદપ્રદ અને પ્રેરક બની શકે તેવા લેખો એમાં છે. (ગુજરાત સાહિત્ય સભા કાર્યવાહી)
મધુસૂદન પારેખ
-
-
--
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org