Book Title: Jain Gurjar Kavio Part 09
Author(s): Mohanlal Dalichand Desai, Jayant Kothari
Publisher: Mahavir Jain Vidyalay

View full book text
Previous | Next

Page 386
________________ ગુજરાતીઓને મારવામાં આવતું મહેણું ભાંગશે મોહનલાલ દેશાઈએ એકલે હાથે ગૂર્જર કવિઓ | વિશેનો કોશ - સંદર્ભગ્રંથ તૈયાર કર્યો. એનું સંશોધન-સંવર્ધન કરવાની કપરી કામગીરી જયંત કોઠારીએ બજાવી. માત્ર સંશોધનપ્રીતિની ભાવના કેન્દ્રમાં હોય તો જ આવું કાર્ય કરી શકાય. એ માટે બીજું ઘણું જતું કરવું પડે. જયંતભાઈએ એ રીતે ઘણું જતું કરીને આપણને આ પ્રાપ્તિ કરાવી છે. આ દ્વારા ભૂતકાળના સંશોધકો પ્રત્યેનું ઋણ અદા થયું છે અને ભાવિ સંશોધકો માટે એક મહત્ત્વપૂર્ણ નમૂનો રજૂ કરવામાં આવ્યો છે. આ પ્રકાશનને ભલે જૈન મંડળ તરફથી આર્થિક સહાય પ્રાપ્ત થઈ હોય પરંતુ એ દ્વારા સમગ્ર ગુજરાતી સાહિત્યની સેવા થાય છે એમ માનવું. | હવે માત્ર ‘સૂચિ'ને આવરી લેતો આ સાતમો ખંડ પ્રગટ થાય છે, એના પરથી મૂળ યોજના કેવી વિરાટ હશે એનો ખ્યાલ મળશે. આવાં કામ ફરીફરીને નથી થતાં એટલે લોભી અને ચીકણા બનીને જયંત કોઠારીએ સૂચિગ્રંથને ફાલવા દીધો. ચીકણા એટલા માટે કે એકેએક | વીગતને તેમણે ચકાસીચકાસીને આપણી સામે ધરી છે. આ સૂચિગ્રંથ હવે ગુજરાતીઓને મારવામાં આવતું મહેણું ભાંગશે. મરાઠી-બંગાળી જેવી વિદ્વત્તા ગુજરાતીમાં જોવા ન મળે એવી ગુજરાતીની અને અગુજરાતીની માન્યતા. આવો ગ્રંથ હવે ભારતીય ભાષાઓ સમક્ષ જ નહીં પણ અંગ્રેજી-જર્મન ભાષાઓ સામે આપણે ગૌરવભેર ધરી શકીએ એમ છીએ. | શિરીષ પંચાલ (ગુજરાતમિત્ર, તા.૮–૧૦–૧૯૯૦ તથા ૧૭–૨–૧૯૯૨માંથી સંકલિત) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 384 385 386 387