________________
રાજાવલી
૨૫૩
પછી ગર્દભિલ્લનું રાજ્ય ૧૫ર વર્ષ જાણવું. એવો ભાવ છે કે ગર્દભિલ વગેરેનું રાજ્ય તે ગર્દભિલ્લરાજ્ય. અહીં જ્યારે જે રાજા ખ્યાતિમાન થયો ત્યારે તેનું રાજ્ય ગણાય છે. તેમાં પટ્ટાનુક્રમ નથી.
તેથી નભોવાહન પછી ગર્દભિલે ઉજ્જયિનીમાં ૧૩ વર્ષ રાજ્ય કર્યું. તે વખતે કાલકાચાર્યે બહેન સરસ્વતીના પ્રઘટ્ટકમાં ગર્દભિધને ઉચ્છેદી ઉજ્જયિનીમાં શક રાજાઓ સ્થાપ્યા. તેઓએ ૪ વર્ષ રાજ્ય કર્યું. એમ ૧૭ વર્ષ. ત્યાર પછી ગર્દભિલ્લના જ પુત્ર વિક્રમાદિત્ય રાજાએ ઉજ્જયિનીનું રાજ્ય મેળવી સુવર્ણપુરુષ-સિદ્ધિબલથી પૃથિવીને અનૃણી કરી વિક્રમસંવત્સર પ્રવર્તાવ્યો. તે વાર્ષિક દાનના વર્ષથી વીરસંવત્સરથી પ૧૨ વર્ષે થયેલો જાણવો. વિક્રમનું રાજ્ય ૬૦ વર્ષ, પછી તેના પુત્ર વિક્રમચરિત્ર અપનામ ધર્માદિત્ય રાજાનું રાજ્ય ૪૦ વર્ષ. પછી ભાઈધરાજનું રાજ્ય ૧૧ વર્ષ. પછી નાઈલ(નાઈલ)નું રાજ્ય ૧૪ વર્ષ. પછી નાહડનું રાજ્ય ૧૦ વર્ષ રહ્યું. તેના વારામાં ૯૯ લક્ષ ધનપતિઓએ અપ્રાપ્તનિવાસ. એવા જાલઉરપુર સમીપના સુવર્ણગિરિના શિખરે શ્રી મહાવીર નાથનો યક્ષવસતિ નામનો મહાપ્રાસાદ બનાવરાવ્યો.
વિક્રમાદિત્ય પછી વર્ષ ૧૩પ. તેમાં ૧૭ વર્ષ ક્ષિપ્ત થતાં સર્વ વર્ષ ૧૫૨.
વિક્રમરાજ્ય પછી ૧૭ વર્ષે વત્સરની પ્રવૃત્તિ થઈ. શા માટે ? નભોવાહનના રાજ્યથી ૧૭ વર્ષે વિક્રમાદિત્યનું રાજ્ય અને તે રાજ્ય પછી ત્યારે જ વત્સરપ્રવૃત્તિ થઈ. પછી ૧૫રમાં ૧૭ વર્ષ જતાં બાકી ૧૩૫ વિક્રમકાલમાં ઉમેર્યા, એટલે વિક્રમાદિત્યથી અંકિત સંવત્સરથી શાક સંવત્સર સુધીનો જેટલો કાલ તે વિક્રમકાલ. તે પૂર્વોક્ત ૧૩૫ વર્ષનું માન.
વિક્રમરજ્જારંભા પરઓ સિરિ વીરનિલૂઈ ભણિયા, સુત્ર-મુણિ-વેય-જુત્તો વિક્કમકાલાઉ જિણકાલો.
તિત્યુગ્ગાલી પ્રકીર્ણક) વિક્રમકાલના વર્ષમાં શૂન્ય (0), મુનિ (૭), વેદ (૪) એટલે ૪૭૦ વર્ષ તે શ્રી મહાવીર અને વિક્રમાદિત્યની વચ્ચેનું અંતર છે. વિક્રમ રાજ્યના આરંભથી શ્રી વીરનિવૃતિ (નિર્વાણ) આ રીતે ગણવી : પાલક
૬૦
તે પછી વિક્રમાદિત્ય નંદ
૧૫૫.
ધર્માદિત્ય મૌર્ય
૧૦૮ ભાઈલ
૧૧ પુષ્યમિત્ર
૩૦
નાઈલ્લ બલમિત્ર-ભાનુમિત્ર
નાહડ
૧૦ નભોવાહન
૪) એ રીતે
૧૩૫ ગર્દભિલ્લા
બંને મળી
૬૦૫
૬૦ ४०
૧૪
0.
શિક
४७०
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org