________________
જૈન ગૂર્જર કવિઓ ઃ ૯
(વિ.સં.૧૨૩૪–૧૨૩૬) આપે છે. આ ભીમદેવના અભિલેખ વિ.સં.૧૨૩૫થી ૧૨૯૬ સુધીના મળ્યા છે તે પરથી ‘પ્રબન્ધચિન્તામણિ'ની અનુશ્રુતિ શ્રદ્ધેય ઠરી છે. અલબત્ત એના એ રાજ્યકાલ દરમ્યાન જયસિંહ બીજાએ કેટલાંક વર્ષ રાજ્યસત્તા ધરાવી હોવાનું માલૂમ પડ્યું છે. ભીમદેવ બીજાએ કુલ ૬૩ વર્ષ અને એના પછી ત્રિભુવનપાલે ૨ વર્ષ રાજ્ય કર્યું એ જોતાં ‘વિચારશ્રેણીમાં ભીમદેવના રાજ્યકાલ અને ત્રિભુવનપાલના રાજ્યકાલ વચ્ચે ભેળસેળ થઈ લાગે છે. અથવા એમાં મૂલરાજ બીજાને લગતા શ્લોકની બીજી પંક્તિ અને ભીમદેવ બીજાને લગતી પહેલી પંક્તિ છૂટી ગઈ હોય.]
(વાઘેલા વંશ)
૨૫૮
વીસલદેવ (વીરધવલબંધુ) સં.૧૩૦૦-૧૩૧૮
અર્જુનદેવ
સં.૧૩૧૮-૧૩૩૧
સારંગદેવ
સં.૧૩૩૧-૧૩૫૩
(લઘુ)કર્ણ
સં.૧૩૫૩–૧૩૬૦
સં.૧૩૬૦માં માધવ નાગરવિપ્ર યવનોને લાવ્યો.
‘રાજાવલી-કોષ્ઠકમાં જણાવ્યું છે કે :
વાઘેલા વંશમાં આનજી, મૂલજી, સીહરણુ, વસ્તુપાલાદિએ સ્થાપેલ વીરધવલ રાજા થયો સં.૧૨૮૨-૧૨૯૪, વીસલદેવ ૧૨૯૪-૧૩૨૮, અર્જુનદેવ ૧૩૨૮-૧૩૩૦, સારંગદેવ ૧૩૩૦–૧૩૫૧, (ગ્રંથિલ)કર્ણ સં.૧૩૫૧-૧૩૫૭.
આ રીતે અણહિલપુરની સ્થાપનાથી સં.૧૩૪૯ વર્ષ, ૧ માસ ને દિન ૨૫માં ૫૩૭ વર્ષ ૮ માસ ૨૯ દિનમાં ૨૪ છત્રપતિ(રાજા) થયા તેમાં ગ્રથિલ (ઘેલો) એવો કર્ણ ભયંત્રસ્ત હતો. સં.૧૩૫૧ વર્ષે માસ ૧ દિન (?) સ્વપ્રજાવતી પદ્મિની લઈ જવાથી રુષ્ટ નાગરમંત્રી માધવના પ્રયોગથી ગૂર્જરત્રામાં યવનપ્રવૃત્તિ થઈ.
ઓઝાજી જણાવે છે કે :
અર્ણોરાજને કુમારપાલે વાઘેલા ગામ આપ્યું. તેનો પુત્ર લવણપ્રસાદ ભીમદેવનો મંત્રી થયો. ને જાગીરમાં ધોલકા મળ્યું. પછી તેનો પુત્ર વીરધવલ રાજસંચાલક થયો. તેના મંત્રીઓ વસ્તુપાલ-તેજપાલ થયા. ઘણા દેશ જીતી સં.૧૨૯૪ કે ૯૫માં સ્વર્ગસ્થ. પછીથી તેના પુત્ર વીસલદેવે ૧૩૦૦માં પાટણનું રાજ્ય ત્રિભુવનપાલ પાસેથી છીનવી લઈ સં.૧૩૧૮ સુધી રાજ્ય કર્યું. અર્જુનદેવ ૧૩૧૮-૩૧, રામદેવ થોડો સમય, સારંગદેવ ૧૩૩૧-૫૩, કર્ણદેવ ૧૩૫૩-૧૩૫૬.
[વાઘેલા વંશમાં વીસલદેવ, અર્જુનદેવ, સારંગદેવ અને કર્ણદેવ નામે ૪ રાજા થયા ને તેમણે કુલ ૬૦ વર્ષ (વિ.સં.૧૩૦૦થી ૧૩૬૦) રાજ્ય કર્યું એ વીગત બરાબર
છે.
કર્ણદેવના રાજ્ય ૫૨ મુસ્લિમ આક્રમણ બે વાર થયેલું – પહેલાં વિ.સં.૧૩૫૬માં અને બીજું વિ.સં.૧૩૬૦માં. ‘વિવિધતીર્થકલ્પ' વિ.સં.૧૩૫૬નો નિર્દેશ કરે છે અને ‘પ્રવચનપરીક્ષા’ તથા ‘વિચારશ્રેણી’ વિ.સં.૧૩૬૦નો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org