________________
જૈન ગૂર્જર કવિઓ ઃ ૯
હવે બીજી બાજુ મૂલ ગુરુની આજ્ઞામાં વીદેવસૂરિ આવ્યા નહીં તેમ તેમને બોલાવવામાં ન આવ્યા એટલે રૂઠ્યા. મહત્તર પદવાળા સાવદેવના વંશમાંના ઉપાધ્યાયને સ્વર્ગસ્થ કૃષ્ણર્ષિના વચનથી ગુરુ થયેલા એવા આ દેવગુપ્તસૂરિએ સૂરિપદ આપી નન્નસૂરિ નામ રાખ્યું તે નન્નસૂરિ મંત્રાધાર અને ગુરુના આદેશ માનનાર થયા. તેમની પાટે સર્વદેવાચાર્ય થયા. તે પણ ગુરુના મંત્રાધારી – આજ્ઞાધારી થયા. આવા સમૃદ્ધિસંપન્ન ગણમાં દેવગુપ્તસૂરિ અર્બુદગિર પાસેની ચન્દ્રાવતીપુરીમાં ગયા ને ત્યાં રોગથી શરીર બગડતાં વીરસદનમાં કક્કસૂરિને ગુરુ નીમ્યા. પછી દેવગુપ્તસૂરિ નીરોગી થતાં કક્કસૂરિ મંત્રાધારપદે ગયા એટલે પછી દેવગુપ્તસૂરિએ પોતાના આયુષને અંતે બીજા કક્કસૂરિને સ્વપદે સ્થાપી સ્વર્ગવાસ કર્યો. પછી કક્કસૂરિએ સર્વદેવસૂરિનું મંત્રાધાર નામ સ્વીકાર્યું. ચન્દ્રાવતી આદિ મુખ્ય બાર સારાં સ્થાનો ગોષ્ઠિકોસહિત થયાં. (૨૪૯)
૧૯૮૪
પછી કો૨ેટકપુરમાં સ્થિતિ હોવાથી કોરંટકગચ્છ ઊકેશગણમાંથી અનુક્રમે થયેલ ત્રણ સૂરિઓ નામે નત્રસૂરિ, કક્કસૂરિ અને સર્વદેવસૂરિના અનુક્રમ નામવાળો થયો. પહેલાં મથુરામાં ઉત્પન્ન થયેલ નન્નાચાર્યના દીક્ષિતો થયા તેથી તે માથુરગચ્છ હવે કોરંટક નામનો થયો. (૨૫૨)
બીજી : ૨૬. સિદ્ધ. ૨૭. રત્નપ્રભ. ૨૮. યક્ષદેવ. ૨૯. કક્ક.
[આને સ્થાને જયસિંહ, વીરદેવ, કક્ક, (એ ગુરુઆજ્ઞામાં ન રહેવાથી બીજા) કક્ક એમ નામ પણ મળે છે.
બીજી : ૩૦. દેવગુપ્ત. ૩૧. સિદ્ધ. ૩૨. રત્નપ્રભ. ૩૩. યક્ષદેવ.
૩૪. કક્ક.
(રત્નપ્રભ, યક્ષદેવ, કકુદાચાર્ય, દેવગુપ્ત, સિદ્ધ એ પાંચ ઉપકેશગચ્છાધિપ આચાર્યમાં મૂલ નામ છે.)
કક્કસૂરિ ઃ હવે સં.૫૦૦ વર્ષથી કંઈ અધિક વર્ષે (ઉક્ત) કક્કસૂરિ થયા. ત્યારે મરુકોટ્ટ(મરોટ)ની ખાઈ જૂની થયેલી તેને દૃઢ અને પહોળી બનાવવાની ઇચ્છાવાળા જોઇયવંશી કાકુ નામના બલવાન મંડલિક રાજાએ બલમાં વૃદ્ધિ ક૨વા અર્થે ખાઈ ઊંડી ને પહોળી ખોદાવતાં તેમાંથી નેમિનાથનું બિંબ નીકળ્યું. શ્રાવકોને બોલાવી તેમને સોંપી જિનમંદિર બંધાવી તેમાં સ્થાપિત કરવાનો આદેશ આપ્યો. નવીન પરિકર સહિત તે બિંબને ઉક્ત મંદિર થતાં તેમાં કક્કસૂરિએ પ્રતિષ્ઠા કરી. ત્યાં ઉપકેશગચ્છનાં સાધુસાધ્વી માટે પાંચ પોષધશાળા અને ચૌદ શ્રાવકગૃહ થયાં. પછી સૂરિ રાણકદુર્ગે જતાં
૧. કોરંટકપુર – કોરંટક નગર તે કોરંટા નામનું મારવાડમાં જોધપુર રાજ્યના પરગણામાં એરનપુરા સ્ટેશનથી પશ્ચિમે ૧૩ માઇલ દૂર ગામ છે તે પૂર્વે આબાદ શહેર હતું ને ત્યાંનું પ્રાચીન વીરમંદિર એક તીર્થ ગણાય છે. તે પરથી કોરંટગચ્છ નીકળ્યો. તેના ઉત્પાદક કનકપ્રભસૂરિ ઉપકેશગચ્છસ્થાપક રત્નપ્રભસૂરિના નાના ગુરુભાઈ હતા એમ કહેવાય છે. તે ૧૬મી સદી સુધી વિદ્યમાન જોવાય છે. સં.૧૫૧૫ લગભગ તેમાં કોરંટતપા નામની એક શાખા પણ નીકળી હતી. વિશેષ માટે જુઓ શ્રી યતીન્દ્રવિજયનો ‘કોરંટાજી તીર્થંકા પ્રાચીન ઇતિહાસ' એ નામનો લેખ, જૈન, રઐય્યમહોત્સવ અંક, પૃ.૨૨૯.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org