________________
પલ્લીવાલગચ્છ પટ્ટાવલી
૨૨૫
પ૩. વિષ્ણુસૂરિ. ૫૪. આગ્રદેવસૂરિ : “કથાકોશ આદિ ગ્રંથોના કર્તા. ૫૫. સોમતિલકસૂરિ. ૫૬. ભીમદેવસૂરિ ઃ કોરંટ ગામમાં ચૈત્યપ્રતિષ્ઠા કરી સં.૧૪૦૨ વર્ષે.
૫૭. વિમલસૂરિ ઃ મેદપાટદેશમાં ઉદયસાગરની પાળ પરના ચૈત્યમાં જિનબિંબ સ્થાપ્યું.
૫૮. નરોત્તમસૂરિ : સં.૧૪૯૧માં સ્વ. ૫૯. સ્વાતિસૂરિ.
૬૦. હેમસૂરિ ઃ તેમણે ચિંતામણિ પાર્શ્વનાથના સ્મરણ કરવાથી “ચિંતામણિય' એ નામ તેમનું પ્રસિદ્ધ થયું, સં.૧૫૧૫.
૬૧. હર્ષસરિ: પોશાળે રહેતા. ૬૨. કમલચન્દ્ર. ૬૩. ગુણમાણિક. ૬૪. સુંદરચન્દ્રઃ સં.૧૬૭૫. ૬૫. પ્રભુચન્દ્ર ઃ વિદ્યમાન વર્તે છે.
- ઇતિ ગુરુપટ્ટાવલી ચિંતામણિયા પાડાવલગચ્છીયસ્ય શ્રી રતુ. જાહડાનગરે. (સરલ પ્રાકૃતમાં લખેલી તાજી ૭ પત્રની પ્રત પ્ર. કાન્તિવિજય ભંડાર, કે જે શ્રી જિનવિજયજી પાસેથી મને પ્રાપ્ત થયેલી તે માટે તેમનો ઉપકાર છે.)
નોધ : (૧) ૫૪મા આમદેવસૂરિ “કથાકોષ” આદિના કર્તા ગણાવ્યા છે. સં. ૧૧૯૦માં જે આઝદેવસૂરિએ “આખ્યાનકમણિકોશ'ની વૃત્તિ રચી તે આમ્રદેવસૂરિ બ્રહગચ્છના જિનચન્દ્રસૂરિના શિષ્ય હતા. એમને અહીં મૂકી દીધા લાગે છે. (૨) આમાં જણાવેલા સૂરિઓ પૈકી કોઈનો પ્રતિમાલેખ કે ગ્રંથ ઉપલબ્ધ થયો નથી. (૩) પ૭માં વિમલસૂરિએ ઉદયસાગર તળાવ પરના ચૈત્યમાં બિંબપ્રતિષ્ઠા કરી તો તે તળાવનો સંવત વિચારણીય છે. કારણકે ઉદયપુર પોતે સં.૧૫૦૦માં સ્થપાયું. (૪) પલ્લીવાલગચ્છના જે સૂરિઓના લેખો મળે છે તે આમાં દેખાતા નથી. પલીવાલગચ્છના મહેશ્વરસૂરિકત “કાલકાચાર્ય-કથા’ કે જેની તાડપત્રની પ્રતિ સં. ૧૩૬પમાં લખાયેલ મળે છે તે અને શ્રી મહાવીરથી ૬૦મી પાટે થયેલા પલ્લીવાલગચ્છના જે મહેશ્વરસૂરિ સં. ૧૬૨૨ ને ૧૬૨૯ અને તે આસપાસ ગ્રંથો રચનાર અજિતદેવસૂરિના ગુરુ છે તેમનો અને જે મહેશ્વરસૂરિના લેખો મળે છે તેમનો અને આમાં જણાવેલ સં.૧૧૫૦માં સ્વર્ગસ્થ થયેલ મહેશ્વરસૂરિનો સમય મળતો નથી. (૫) નિવૃત્તિકુળના લાટ દેશમાં થયેલ સૂર્યાચાર્ય સુરાચાર્ય, તેમના શિષ્ય દેલ મહત્તર ને તેમના શિષ્ય દુર્ગસ્વામી ને તેમના શિષ્ય સિદ્ધાર્ષિને આમાં ક.૪૧થી ૪૪માં ભેળવી દીધા છે. આ સર્વ પરથી પટ્ટાવલી કેટલી વિશ્વસનીય છે તે વિચારવા યોગ્ય છે. મેં તો જેવી મળી સાર રૂપે અત્ર મૂકી
છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org