________________
પૂર્તિ
હારિલગચ્છ પટ્ટાવલી
૧. હરિગુપ્તસૂરિ (હારિલ) : જુઓ યુગપ્રધાન પટ્ટાવલી ક્ર.૨૯.
૨. દેવગુપ્તસૂરિ : ગુપ્તવંશી રાજવી હતા એમ મનાયું છે. દીક્ષા હિરગુપ્ત પાસે. મહાકવિ તરીકે ઉલ્લેખાયા છે. એમણે ‘ત્રિપુરુષચિરત્રની રચના કરી છે.
૩. શિવચન્દ્રગણિ : તેઓ ભિન્નમાલમાં વિચર્યાં.
૨૩૩
૪. યક્ષદત્તગણિ ક્ષમાશ્રમણ : છ શિષ્યોને આચાર્યપદ આપ્યું હતું. એમના શિષ્યોએ ગુજરાતમાં વિચરી ઘણાં જિનમંદિરો સ્થાપ્યાં.
૫. વટેશ્વર ક્ષમાશ્રમણ : યક્ષદત્તના શિષ્ય. તેમના ઉપદેશથી આકાશવપ્રનગર (અંબરકોટ/ઉમરકોટ)માં જિનમંદિર બન્યું હતું. થારાપદ્ર(થરાદ)માં એમનો પ્રભાવ ઘણો રહ્યો અને એમનાથી થારાપદ્રગચ્છ આરંભાયો. એમનો ગચ્છ વટેશ્વરગચ્છ પણ કહેવાયો છે.
૬. તત્ત્વાચાર્ય.
૭. ઉદ્યોતનસૂરિ : શરીરના જમણા ભાગમાં સાથિયાનું ચિહ્ન હોવાથી દાક્ષિણ્યચિહ્ન કે દક્ષિણાંક તરીકે ઓળખાયા છે. મહારના રાજા ઉદ્યોતનના પૌત્ર અને વટેશ્વરના પુત્ર. તત્ત્વાચાર્યના શિષ્ય. આગમજ્ઞાતા વીરભદ્રસૂરિ અને ન્યાયના સમર્થ વિદ્વાન યાકિનીસૂનુ હરિભદ્રસૂરિ પાસે અધ્યયન કર્યું. એમણે વિ.સં.૮૩૫માં પ્રાકૃત ‘કુવલયમાલાકથા’ની રચના કરી છે.
થારાપદ્રગચ્છની પટ્ટાવલી
(આ પટ્ટાવલી પરત્વે નિર્પ્રન્થ, ગ્રંથ ૧માં પ્રકાશિત શિવપ્રસાદનો લેખ પણ ઘણો ઉપયોગી થયો છે.)
હારિલગચ્છના વટેશ્વરસૂરિથી થા૨ાપદ્રગચ્છ શરૂ થયો. એ ગચ્છમાં કાળક્રમે જ્યેષ્ઠાચાર્ય થયા. એમના પછીની પરંપરા આ પ્રમાણે મળે છે ઃ જ્યેષ્ઠાચાર્યશાંતિભદ્રસૂરિ—સર્વદેવસૂરિ—શાલિભદ્રસૂરિ—પૂર્ણભદ્રસૂરિ(પ્રતિષ્ઠા સં.૧૦૮૪, ૧૧૧૦).
સર્વદેવસૂરિની એક બીજી પરંપરા ચાલી છે, જેમાં સર્વદેવ-વિજયસિંહ-શાંતિસૂરિ એ નામોનો ક્રમ ચાલે છે. એ પરંપરા અખંડ પ્રાપ્ત થતી નથી, પણ કેટલાક આચાર્યો વિશે નીચે પ્રમાણે માહિતી મળે છે ઃ
વિજયસિંહસૂરિશિ. શાંતિસૂરિ/શાંત્યાચાર્ય ઃ જન્મ ઉન્નતાયુ (રાધનપુર પાસે ઉણ)માં ધનદત્ત શ્રેષ્ઠી અને ધનશ્રીને ત્યાં, જન્મનામ ભીમ. ભોજની સભામાં ‘વાદિવેતાલ' તથા પાટણના ભીમદેવની સભામાં ‘કવીન્દ્ર’ અને ‘વાદચક્રવર્તી' એ બિરુદ મેળવ્યાં. ઉત્તરાધ્યયન પર પાઇય' ટીકા તથા અન્ય ગ્રંથો રચ્યા અને ધનપાલની તિલકમંજરી’ને સંશોધી તે ૫૨ ટિપ્પણ કર્યું. સ્વ. સં.૧૦૯૬ ગિરનાર ૫૨.
શાંતિસૂરિ (પ્રતિમાલેખ સં.૧૨૫૯), સર્વદેવસૂરિ (પ્રતિમાલેખ સં.૧૨૮૮, ૧૨૯૮), વિજયસિંહસૂરિ (પ્રતિમાલેખ સં. ૧૩૯૫), સર્વદેવસૂરિ (પ્રતિમાલેખ સં.૧૪૫૦), શાંતિસૂરિ (પ્રતિમાલેખ સં.૧૪૭૯, ૧૪૮૩), સર્વદેવપદે વિજયસિંહસૂરિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org