________________
જૈન ગૂર્જર કવિઓ : ૯
(પ્રતિમાલેખ સં.૧૫૦૧-૧૫૧૬) - શાંતિસૂરિ (પ્રતિમાલેખ સં.૧૫૨૭–૧૫૩૨) કૃષ્ણર્ષિગચ્છની પટ્ટાવલી
૨૩૪
(આ ગચ્છ પરત્વે નિર્પ્રન્થ અંક ૧માં પ્રકાશિત થયેલ શિવપ્રસાદનો લેખ પણ ઘણો ઉપયોગી થયો છે.)
આ હારિલગચ્છ/થારાપદ્રગચ્છનો જ એક ફાંટો છે. હારલગચ્છના છઠ્ઠા આચાર્ય તત્ત્વાચાર્યના શિષ્ય યક્ષ મહત્તરના શિષ્ય કૃષ્ણર્ષિથી એ શરૂ થયો. કૃષ્ણર્ષિ મહાતપસ્વી હતા. એમણે ૨.૮૫૪માં નાગોરના શ્રેષ્ઠી નારાયણને જૈનધર્માવલંબી બનાવી ઓસવાલોના બરડિયા ગોત્રની સ્થાપના કરી. આ શ્રેષ્ઠી નારાયણે કૃષ્ણર્ષિની પ્રેરણાથી નાગોરમાં એક જિનાલય બનાવી એમાં ભગવાન મહાવીરના મૂર્તિની પ્રતિષ્ઠા કરાવી. એમના શિષ્ય જયસિંહસૂરિએ ગ્વાલિયરના રાજા ભોજદેવના શાસનકાળમાં સં.૯૧૫માં ‘ધર્મોપદેશમાલા’ તથા એના પર સ્વોપજ્ઞ વૃત્તિ રચી.
આ પછી પરંપરા અખંડ મળતી નથી, પરંતુ જયસિંહસૂરિ–પ્રસન્નચંદ્રસૂરિ– નયચંદ્રસૂરિ એ નામોનો ક્રમ બહુધા ચાલતો દેખાય છે. જેમની માહિતી પ્રાપ્ત થાય છે એવા કેટલાક આચાર્યો આ પ્રમાણે છે :
નયચંદ્રસૂરિ (પ્રતિમાલેખ સં.૧૨૮૭), જયસિંહસૂરિ (સં.૧૩૦૧)–પ્રસન્નચંદ્રસૂરિ (સં.૧૩૭૯માં પ્રતિષ્ઠા કરનાર આ હોઈ શકે)-મહેન્દ્રસૂરિ (મહમદશાહ દ્વારા સંમાનિત)—જયસિંહસૂરિ (સં.૧૪૨૨માં ‘કુમારપાલચરિત' અને અન્ય ગ્રંથો રચનાર)– પ્રસન્નચંદ્રસૂરિ નયચંદ્રસૂરિ (ગ્વાલિયરના તોમર(તંવર)વંશી રાજા વીરમના દરબારના પ્રસિદ્ધ કવિ, સં.૧૪૪૪ આસપાસ ‘હમ્મીરમહાકાવ્ય’ તથા ‘રત્નામંજરીનાટિકા’ રચનાર), પ્રસન્નચંદ્રપદ્યે નયચંદ્રસૂરિ (પ્રતિમાલેખ સં.૧૪૮૩-૧૫૦૬)—જયસિંહસૂરિ (પ્રતિમાલેખ સં.૧૫૧૬-૧૫૩૨), જયસિઁહસૂરિ (પ્રતિમાલેખ સં.૧૫૯૫), લક્ષ્મીસાગરસૂરિ (પ્રતિમાલેખ સં.૧૫૨૪), જયશેખરસૂરિ (પ્રતિમાલેખ સં.૧૫૮૫), ધનચંદ્રસૂરિ (પ્રતિમાલેખ સં.૧૬૧૬).
કૃષ્ણહિઁગચ્છની તપાશાખાના આચાર્યોની આ પ્રમાણે માહિતી મળે છે ઃ પુણ્યપ્રભસૂરિ (પ્રતિમાલેખ સં.૧૪૫૦, ૧૪૭૩)–જયસિંહસૂરિ (પ્રતિમાલેખ સં.૧૪૮૩, ૧૪૮૯)–જયશેખરસૂરિ (પ્રતિમાલેખ સં.૧૫૦૭, ૧૫૦૮) તથા કમલચંદ્રસૂરિ (પ્રતિમાલેખ સં.૧૫૧૦).
સાંડરગચ્છ પટ્ટાવલી
મારવાડના સાંડેરાવ ગામથી આ ગચ્છ નીકળ્યો છે. તેની પરંપરા આ રીતે મળે છે ઃ ૧. ઈશ્વરસૂરિ : તેમને મુડારાની બદરીદેવી પ્રત્યક્ષ હતી.
૨. યશોભદ્રસૂરિ : પિંડવાડા પાસેના પલાઈ ગામના પુણ્યસાર પિતા, ગુણસુંદરી માતા, જન્મ સં.૯૫૭, જન્મનામ સુધર્મ. દીક્ષા છ વર્ષની ઉંમરે ઈશ્વરસૂરિ પાસે, દીક્ષાનામ સુધર્માંમુનિ, આચાર્યપદ સં.૯૬૮, સ્વ. સં.૧૦૨૯ કે ૧૦૩૯માં નાડલાઈમાં. એમના શિષ્ય બલિભદ્રસૂરિએ ચિતોડના અલ્લુટ(વિ.સં.૯૨૨-૧૦૧૦)નાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org