________________
૨૩૬
જૈન ગૂર્જર કવિઓ : ૯
૨. વર્ધમાનસૂરિ : તેઓ પરમાર ક્ષત્રિય હતા. ૩. રામસૂરિ. ૪. ચન્દ્રસૂરિ. ૫. દેવસૂરિ. ૬. અભયદેવસૂરિ : હેમચન્દ્રાચાર્યે રાજા પાસે એમની પ્રશંસા કરી હતી. ૭. ધનેશ્વરસૂરિ.
૮. વિજયસિંહસૂરિઃ એમના ગુરુભાઈ દેવેન્દ્રસૂરિએ સં.૧૨૬૪માં સોમેશ્વરપુર(સોમનાથ પાટણ)માં સંસ્કૃતમાં “ચન્દ્રપ્રભચરિતની રચના કરી.
૯. વર્ધમાનસૂરિ : એમણે ગદ્ધકકુલના દંડનાયક આહલાદનને ઉપદેશ આપી એની પાસે પાટણના વાસુપૂજ્ય સ્વામીના દેરાસરનો જીર્ણોદ્ધાર કરાવ્યો તેમજ એની વિનંતીથી સં.૧૨૯૯માં પાટણમાં “વાસુપૂજ્યચરિત'ની રચના કરી. ૧૦. ઉદયપ્રભસૂરિ.
(૨) ૧. મહેન્દ્રસૂરિ. ૨. શાંતિસૂરિ.
૩. આનંદસૂરિ, અમરચન્દ્રસૂરિ ઃ આ બન્ને આચાર્યોએ સમર્થ વાદી તરીકે પ્રસિદ્ધિ મેળવી હતી અને ગુજરેશ્વર જયસિંહ સિદ્ધરાજ એમને “વ્યાઘશિશુક” અને “સિંહશિશુક’ તરીકે સંબોધતો હતો. અમરચન્દ્રસૂરિએ “સિદ્ધાંતાર્ણવ' ગ્રંથની રચના કરી છે.
૪. હરિભદ્રસૂરિ તેઓ “કલિકાલગૌતમ' તરીકે ખ્યાતિ પામ્યા હતા. તેમણે તત્ત્વપ્રબોધ' ગ્રંથ રચ્યો છે.
૫. વિજયસેનસૂરિ : ગુજરાતના મહામાત્ય વસ્તુપાલ તથા તેજપાલ એમના શ્રદ્ધાળુ ભક્ત શ્રાવકો હતા. તેમણે બંધાવેલાં જિનમંદિરોમાં પ્રતિષ્ઠા આ આચાર્યના હાથે થઈ હતી. તેમણે સં.૧૨૮૭માં ગુજરાતીમાં “રેવંતગિરિ રાસની રચના કરી છે.
૬. ઉદયપ્રભસૂરિ ઃ તેમણે સં.૧૨૮૭માં “સંઘપતિચરિત્ર/ધર્માલ્યુદય-મહાકાવ્ય', સં.૧૨૯૯માં ‘ઉપદેશમાલા” પર ઉપદેશકર્ણિકા' નામે વૃત્તિ તથા બીજા કેટલાક ગ્રંથો રચ્યા છે. જુઓ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ, ફકરો પપ૩.
૭. મધિષેણસૂરિ : એમણે સં.૧૩૪૯માં હેમચન્દ્રાચાર્યકૃત અન્યયોગવ્યવચ્છેદિકા” પર સ્યાદ્વાદમંજરી' નામે ટીકાની તથા “સજ્જનચિત્તવલ્લભ'ની રચના કરી છે.
(૩). ૧. હેમપ્રભસૂરિ. ૨. ધર્મઘોષસૂરિ. ૩. સોમપ્રભસૂરિ. ૪. વિબુધપ્રભસૂરિ :
એમના શિષ્ય ધર્મકુમારે સં.૧૩૩૪માં “શાલિભદ્રચરિત'ની રચના કરી હતી. પ્રદ્યુમ્નસૂરિ તથા પ્રભાચન્દ્રગણિએ એના સંશોધનલેખનમાં સહાય કરી હતી.
૫. પદ્મચન્દ્રસૂરિ : આચાર્ય થયા પહેલાં તેઓ પ્રભાચન્દ્રગણિ નામે ઓળખાતા હતા. સમરા શાહ ઓસવાલે સં.૧૩૭૧માં શત્રુંજયનો ઉદ્ધાર કરાવ્યો ત્યારે ત્યાં ઉપસ્થિત હતા.'
૬. રત્નાકરસૂરિ. ૭. રત્નપ્રભસૂરિ. ૮. સિંહદત્તસૂરિ : મેલિગે સં.૧૪૫પમાં પાટણમાં “પાર્શ્વનાથચરિત' લખાવી આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org