________________
પૂર્તિ
૨૩૧
થયા છે.
૨૪. સિંહ ઃ જન્મ વીર સં.૭૧૦, દિક્ષા વીર સં.૭૨૮, યુગપ્રધાન વીર સં.૭૪૮, સ્વ. વીર સં.૮૨૬.
આમને તથા વાચકવંશ પરંપરાના ૪.૧૮ના બ્રહ્મદીપકસિંહને કેટલીક વાર એક માની લેવામાં આવ્યા છે. પણ ઉપર આપેલો સમય સ્વીકારીએ તો એ શંકાસ્પદ ઠરે
૨૫. નાગાર્જુનઃ યુગપ્રધાન વીર સં.૮૨૬થી ૯૦૪. વાચનાચાર્ય પણ મનાયા છે. જુઓ વાચકવંશ પરંપરા ક્ર.૨૧.
૨૬. ભૂતદિન્ન : યુગપ્રધાન વીર સં.૯૦૪થી ૬૮૩. વાચનાચાર્ય પણ મનાયા છે. જુઓ વાચકવંશ પરંપરા ક્ર. ૨૨.
૨૭. કાલિક (ચોથા) : જન્મ વીર સં.૯૧૧, દીક્ષા વીર સં.૯૨૩, યુગપ્રધાન. વીર સં.૯૮૩, સ્વ. વીર સં.૯૯૪. સ્કંદિલની માથુરી આગમવાચનાના પ્રતિનિધિ દેવર્ધ્વિગણિ અને નાગાર્જુનની વલ્લભી આગમવાચનાના પ્રતિનિધિ આ કાલિકસૂરિ બન્નેએ મળીને વીર સં.૯૮૦માં બીજી વલ્લભી પરિષદમાં અંતિમ આગમવાચના નિશ્ચિત કરી. વીર સં.૯૯૩માં વલ્લભીના રાજા ધ્રુવસેનના રાજકુમારનું મૃત્યુ થતાં રાજકુટુંબના સાંત્વનાથે એમણે કલ્પસૂત્રનું વાચન કર્યું, જેનાથી કલ્પસૂત્રના જાહેર વાચનની પરંપરા શરૂ થઈ.
કાલિકસૂરિ બીજાએ ચતુર્થી પવરાધન શરૂ કરેલું (વીર સં.૪૧૭થી ૪૬૫ વચ્ચે) તે પછીથી પંચમી પર્વારાધન થઈ ગયું હતું. આ કાલિકસૂરિએ ફરી વીર સં.૯૯૩માં ચતુર્થી પર્વારાધન શરૂ કર્યું કહેવાય છે.
૨૮. સત્યમિત્ર : જન્મ વીર સં.૯૫૩, દીક્ષા વીર સં.૯૬૩, યુગપ્રધાન વીર સં.૯૯૩, સ્વ. વીર સં.૧૦૦૦(૧૦૦૧). છેલ્લા પૂર્વધર.
૨૯. હારિલ? જન્મ વીર સં.૯૪૩ કે ૯૫૩, દીક્ષા વીર સં.૯૬૦ કે ૨૭૦, યુગપ્રધાન વીર સં.૧૦OO કે ૧૦૦૧, સ્વ. વીર સં.૧૮૫૫. હૂણરાજ તોરમાણે એમને ગુરુ તરીકે સ્વીકારેલા, એમનાં હરિગુપ્ત ને હરિભદ્ર એ અપરનામો હતાં અને એ ગુપ્તવંશના રાજવી હતા એવા ઉલ્લેખો પણ મળે છે. એમનાથી હારિલ-વંશ શરૂ થયો.
- ૩૦. જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ : જન્મ વીર સં.૧૦૧૧, દીક્ષા વીર સં.૧૦૨૫, યુગપ્રધાન વીર સં.૧૦૫૫, સ્વ. વીર સં.૧૧૧૫. આગમોના અભ્યાસી તરીકે દેવર્ધ્વિગણિ ક્ષમાશ્રમણ પછી એમનું મોટું નામ છે. એમના વિશેષાવશ્યક ભાષ્ય (૧૦૭૬), જીતકલ્પ, વિશેષણવતી (સભાષ્ય), ધ્યાનશતક, બૃહક્ષેત્રસમાસ, બૃહત્સંગ્રહણી વગેરે ગ્રંથો છે. જુઓ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ, ફકરા ૨૦૬
૧૦.
૩૧. સ્વાતિ : જન્મ વીર સં.૧૦૮૭, દક્ષા વીર સં.૧૧૦૩, યુગપ્રધાન વીર સં.૧૧૧૫, સ્વ. વીર સં.૧૧૯૭(૧૧૯0).
Jair Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org