________________
(પ્રથમ આવૃત્તિમાં નહીં આવેલી કેટલીક પટ્ટાવલીઓ અહીં આપી છે. એ મુખ્યત્વે “જૈન પરંપરાનો ઇતિહાસ', “જૈન ધર્મકા મૌલિક ઇતિહાસ' (હસ્તીમલજી)ને આધારે અપાયેલી છે. પ્રસંગોપાત્ત “જૈન ગૂર્જર કવિઓ અને “જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસનો પણ લાભ લીધો છે.)
વાચક(વાચનાચાર્ય)વંશ/વિદ્યાધરવંશ પરંપરા આર્ય સુહસ્તિસૂરિ(તપાગચ્છ પટ્ટાવલી ક.૮)થી ત્રણ પ્રકારની શ્રમણપરંપરા ચાલી છે ?
(૧) ગણધરવંશ : સુહસ્તિસૂરિના પાંચમા શિષ્ય સુસ્થિતસૂરિની આચાર્યપરંપરા/ગણનાયકપરંપરા જે ખરતર આદિ ગચ્છોની પટ્ટાવલીમાં આવી ગઈ છે.
(૨) વાચક(વાચનાચાર્ય)વંશ/વિદ્યાધરવંશ : સુહસ્તિસૂરિ સુધીના આચાર્યો ગણનાયક હતા અને વાચનાચાર્ય પણ હતા, એટલેકે તેઓ ગણ સંઘની સંભાળ લેતા હતા તેમજ શિષ્યોને પઠનપાઠન પણ કરાવતા હતા, જિનાગમની રક્ષા કરતા હતા.. પછીના આચાર્યોમાં એ સામર્થ્ય રહ્યું નહીં તેથી ચારિત્રરક્ષાનું અને શ્રુતજ્ઞાનરક્ષાનું એ બે કાર્યો જુદાં થઈ ગયાં અને ગણધરવંશ તથા વાચક(વાચનાચાર્ય)વંશ/વિદ્યાધરવંશની બે જુદી પરંપરા ઊભી થઈ. ગણધરવંશમાં તો સળંગ શિષ્ય પરંપરા આવે છે, જ્યારે વાચકવંશમાં એક પછી એક થયેલા કોઈ પણ ગચ્છના સમર્થ વાચનાચાર્યની કાલાનુક્રમિક નામાવલી આવે છે. જેમકે, આચાર્ય સુહસ્તિસૂરિ પછી આર્ય મહાગિરિના શિષ્ય આર્ય બક્ષિસહસૂરિ વાચનાચાર્ય બન્યા છે. ગણાચાર્ય અને વાચનાચાર્ય એક જ હોય એમ પણ પછીથી ક્વચિત બન્યું છે. જેમકે, વજૂસ્વામી ગણાચાર્ય તેમ વાચનાચાર્ય એમ બન્ને પદવીના ધારક હતા.
(૩) યુગપ્રધાન પટ્ટાવલી : વિવિધ ગણ, શાખા કે કુલના ગણાચાર્યો કે વાચનાચાર્યોમાંથી કોઈ પણ કાળે જે અમુક વિશેષ લક્ષણસંપન્ન હોય ને તેથી સમસ્ત શ્રમણ સંઘમાં પ્રધાન હોય તે યુગપ્રધાન ગણાય છે. એક યુગપ્રધાનનું સ્વર્ગગમન થતાં બીજા આચાર્યમાં યુગપ્રધાનનાં લક્ષણો પ્રકટે છે અને તે ત્યારથી યુગપ્રધાન બને છે. આ રીતે યુગપ્રધાનોની સાંકળ જોડાતી રહે છે.
આ રીતે વાચનાચાર્ય અને યુગપ્રધાનાચાર્ય એ બન્ને પદ કોઈ ગણવિશેષમાં સીમિત ન રહેતાં યોગ્યતા વિશેષ સાથે સંબંધિત રહ્યાં ને એથી વિવિધ ગણ, કુલ વગેરેમાં વિભક્ત થતો રહેલો શ્રમણસંઘ એકસૂત્રે બંધાયેલો રહ્યો.
હવે આપણે વાચકવંશ પરંપરા જોઈએ. ૮. આર્ય સુહસ્તિી. ૯. બધિસહ : કૌશિકગોત્રીય બ્રાહ્મણ. આર્ય મહાગિરિના શિષ્ય. એમની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org