________________
૨૨૪
જૈન ગૂર્જર કવિઓ: ૯
શ્રેષ્ઠી જિનશ્રાવક હતો. તેના ઘેર સિદ્ધ નામનો રાજપુત્ર હતો, તેને ગર્ગ ઋષિએ દીક્ષા આપી. અતીવ તર્કબુદ્ધિવાળા તેણે એકદા પૂછયું, “આથી કંઈ વધુ તર્ક છે કે નહીં ?' દુર્ગાચાર્યે કહ્યું, “બુદ્ધધર્મમાં છે.” એટલે ત્યાં જવા ઉઘુક્ત થયો એટલે ગર્ગ ઋષિએ કહ્યું, ને જતો, શ્રદ્ધાભંગ થશે.” તેણે કહ્યું, “હું અહીં પાછો આવીશ.' એમ કહી ગયો ને સમ્યકત્વહીન થઈ આવ્યો. દુર્ગાચાર્યે બોધ આપ્યો છતાં પુનઃ ગયો. આમ ગમણાગમણ થતાં ગર્ગાચાર્યે જયાનંદસૂરિપરંપરાશિષ્ય હરિભદ્રાચાર્ય મહત્તર બુદ્ધિમાન બૌદ્ધમતજ્ઞાતા હોઈ તેમને વિનતિ કરી કે સિદ્ધને ઠેકાણે લાવો. હરિભદ્રાચાર્યે કહ્યું. “ગમે તે ઉપાય કરીશ.” તે આવ્યો, બોધ આપ્યો પણ રહ્યો નહીં. એટલે હરિભદ્રસૂરિએ તેના બોધઅર્થે લલિતવિસ્તરા-વૃત્તિ' રચી. તર્કમંથર હરિભદ્રે પોતાનો કાલ નજીક જાણી ગર્ગાચાર્યને તે વૃત્તિ સમર્પિત કરી પોતે અણસણથી દેવલોક ગયા. કાલાંતરે આવેલા સિદ્ધને ગર્ગાચાર્યે તે વૃત્તિ આપી. તેના અર્થ સમજીને તે બોલી ઊઠ્યો, “અહો અતિ પંડિત હરિભદ્રગુરુ.” આથી સમ્યક્ત્વ પામી જિનવચને ભાવિતાત્મા થઈ ઉગ્ર તપ આચરતા વિહાર કરે છે. દુર્ગસ્વામી સં.૯૦૨માં સ્વર્ગસ્થ થયા. તેમના શિષ્ય શ્રીષેણને આચાર્યપદે સ્થાપ્યા. ગર્ગાચાર્યે સં.૯૧૨માં કોલ કર્યો, ને તેમની પાટે સિદ્ધાચાર્ય/સિદ્ધર્ષિ થયા.
[હરિભદ્રસૂરિ માટે જુઓ ખરતર. પટ્ટાવલી ક્ર.૨૪ના પેટામાં.]
૪૪. શ્રીષેણ અને સિદ્ધાચાર્ય : શ્રીષેણે માલવા જઈ ત્યાં નોલાઈમાં ધર્મદાસ શ્રેષ્ઠીના પુત્રને દીક્ષા આપી, નગરના સંઘે કરાવેલ ચૈત્યમાં પ્રતિષ્ઠા કરી. સિદ્ધર્ષિ આચાર્ય સં.૯૬૮માં દેવલોક પામ્યા.
૪૫. ધર્મમતિ આચાર્ય. ૪૬. નેમસૂરિ.
૪૭. સુબ્રતિસૂરિ : તે સમયે બહુ ગણભેદો થયા. આચાર્યોમાં વિવાદો જાગ્યા. નિજનિજ શ્રાવકશ્રાવિકાનો સંગ્રહ થવા લાગ્યો. સુબ્રતિસૂરિના શિષ્યો સર્વત્ર વિહાર કરવા લાગ્યા. તેમાં એક દિનશેખર અતીવ પંડિત હતો. સુબ્રતિસૂરિ સ્વ.૧૧.૦૧.
૪૮. દિનશેખરદિનેશ્વરસૂરિ : ઉગ્રવિહારી મહાત્મા વિચરતાં પટ્ટણમાં ગયા. ત્યાં મહેશ્વર જાતિના વણિકોને પ્રતિબોધ્યા.
૪૯. મહેશ્વર : નડુલાઈ ગયા. ત્યાં પલ્લીવાલ વિપ્રો - બ્રાહ્મણોને શ્રદ્ધાવાળા શ્રાવકો કરવામાં આવ્યા. લોકમાં તેથી પલ્લીવાલગચ્છ એ નામ પડ્યું. તે સૂરિ સં.૧૧૫૦માં દેવલોકે ગયા.
૫૦. દેવસૂરિ : તેમણે સુવર્ણગઢમાં પાર્શ્વનાથચત્યની પ્રતિષ્ઠા કરી. વળી મહાવીર-ચૈત્ય પર સુવર્ણકળશ સ્થાપ્યા. તે અવસરે પુનમિયા આદિ ગચ્છ પ્રકટ્યા. દેવસૂરિ સં. ૧૨૨પમાં સ્વર્ગસ્થ.
૫૧. જિનદેવસૂરિ ઃ તેમણે જ્યોતિષશાસ્ત્ર રચ્યું. સોનગરાને પ્રતિબોધ્યા. જાલંધર તળાવ સમીપે ચૈત્યની પ્રતિષ્ઠા કરી. સં. ૧૨૭રમાં સ્વર્ગસ્થ.
પ૨. કર્ણસૂરિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org