________________
૨૦૦
વિ.સં.૯૯૫ પછી બન્યું. (૨૮૫)
બીજી : સં.૯૯૫ વર્ષે તે ક્ષત્રિયવંશમાં થયા. વીણા વગાડવામાં તત્પર રહેવાથી ક્રિયાશિથિલ થતાં ચતુર્વિધ સંઘે તેમની પાટે વીસ વસવાળા એટલે વીસા એવા સિદ્ધસૂરિને સ્થાપ્યા.
જૈન ગૂર્જર કવિઓ ઃ ૯
સિદ્ધસૂરિ : કક્કસૂરિપદ્યે તેમના શિષ્ય સિદ્ધસૂરિ થયા. તેમના બીજા એક શિષ્ય જિનચન્દ્રગણિએ શ્રાવકોના નવ પદનો ગ્રંથ રચ્યો હતો. તે ગુરુબંધવને પોતાને પટે નીમી દેવગુપ્તસૂરિ નામ આપ્યું.
બીજી : ૪૨. સિદ્ધસૂરિ.
૪૩. કક્કસૂરિ : ‘પંચપ્રમાણ’ ગ્રંથના કર્તા.
દેવગુપ્તસૂરિ ઃ તે વિદ્વાન સૂરિએ પંચપ્રમાણી તર્ક' નામના ગ્રંથની તેમજ બીજા ‘ક્ષેત્રસમાસ’ ગ્રંથ સંસ્કૃત વૃત્તિ સહિતની રચના કરી. તેમની પછી કક્કસૂરિ થયા. બીજી : ૪૪. દેવગુપ્ત : સં.૧૦૭૨.
૪૫. સિદ્ધ : ‘નવપદપ્રકરણ’ ને તે પર ટીકા રચનાર,
૪૬. કક્ક.
કક્કસૂરિ : આ સૂરિ પ્રત્યે વિરોધ હોવાથી સુચિન્તિત કુલનો એક કપર્દિ નામનો સાધુ (શાહ) ધનના માનથી સહકુટુંબ અહિલપુર ગયો ને ત્યાં તેણે બહુ દ્રવ્ય કમાઈ નવું દેવગૃહ કરવા ત્યાંના ભૂપ પાસે ભેટલું ધરી જગ્યા માગી ને તે મળતાં દેવમંદિર શરૂ કર્યું. તે માટે દોરડાં વગેરે આણતાં તે પરનું દાણ રાજના ધણીએ માગ્યું. દેવગૃહ માટેનું છે તેથી તે માફ થવું ઘટે એમ કહેવા છતાં દાણ લીધું એટલે તેણે ભૂપને સંતોષી દાણ વસૂલ ક૨વાનો અધિકાર હતો તે ઉપરાંત અર્ધો પોતે મેળવી શુલ્કશાળા(દાણના સ્થાન)માં પોતાના ભાઈને રાખી દેવમંદિર પૂરું કરવાનું ચાલુ કર્યું. (૨૯૮)
બીજી : ૪૭. દેવગુપ્ત. ૪૮. સિદ્ધ
સિદ્ધસૂરિ : આ વખતે કક્કસૂરિની પાટે સિદ્ધસૂરિ થયા. કપર્દિનું દેવમંદિર પૂર્ણ થતાં મૂલનાયકની મૂર્તિ સુવર્ણમિશ્રિત પિત્તલની કરાવવાનું શરૂ કર્યું. આ મંદિર પાસે અગાઉ બંધાયેલ ભાવડારગચ્છનું દેવમંદિર હતું. તેના આચાર્ય વીરસૂરિને આ નવા મંદિરથી પોતાના મંદિરને આડખીલી થાય છે તેથી ખાર ઉત્પન્ન થયો. સૂત્રધાર મદને ૪૩ આંગળની વીરપ્રભુની મૂર્તિનું ખોખું બનાવ્યું ને તેમાં સુવર્ણમિશ્રિત પિત્તલ નાખવા માટે સોનાને ઊનું કરી દ્રવિત રસ બનાવવાનું થાય ત્યારે વીરસૂરિ મંત્રશક્તિથી વરસાદ વરસાવતા. આમ બન્યા કર્યું એટલે કપર્દિએ સિદ્ધસૂરિ પાસે જઈ આ હકીકત કહી. તે સૂરિએ વરસાદને અટકાવ્યો. મૂર્તિ થઈ તેમાં બે ચક્ષુ લાખલાખનાં બે નીલમણિનાં મૂક્યાં. શુભ લગ્ને સિદ્ધસૂરિએ તેની પ્રતિષ્ઠા કરી. બાકીનું કામ વપ્પનાગ કુલના બ્રહ્મદેવે પૂરું કર્યું. (૩૧૬) સિદ્ધસૂરિ વિહાર કરી ગયા.
તે સૂરિના શિષ્ય જંબૂનાગ ગુરુપદે રહ્યા. વિહાર કરતાં લુટ્ઠયા નામના નગરમાં આવ્યા ત્યાં પરાક્રમી રાજા તણૂ હતો. સંઘે જઈ ગુરુને કહ્યું કે અહીં બ્રાહ્મણો જિનમંદિર ક૨વા દેતા નથી, એટલે ફરી વાર રાજા પાસે જઈ મંદિર માટે જગ્યા માગવા કહ્યું,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org