________________
ઉપશગચ્છની પટ્ટાવલી
તીર્થના ઋષભમંદિરનો ભંગ મ્લેચ્છોએ કર્યો. સર્વ સંઘ દુઃખિત થયો. કેટલાકોએ અમુક દિવસો સુધી શાકવાળું ધાન્ય તજ્યું. દેશલે સૂરિ પાસે જઈ તેનો ઉદ્ધાર કરવાનો મનોરથ જણાવ્યો. સૂરિએ તે સફલ થશે એમ કહ્યું. એટલે પુત્ર સમરસિંહને તીર્થોદ્વારનું સર્વ કાર્ય સોંપ્યું. અલપખાન પાસેથી તીર્થોદ્વા૨ ક૨વા માટે ફરમાન લીધું ને સંઘની આજ્ઞા લીધી. આરાસણની ખાણમાંથી બિંબ માટે ફલિકા મંગાવી, અને (સમરસિંહે) બ્રહ્મચર્યાદિ સહિત અભિગ્રહ લીધો. શત્રુંજય ૫૨ સૂત્રધારો સાથે ફલિકા મોકલાવી અને તેને તેઓ ઘડવા લાગ્યા. સર્વ સહાયકારી થયા. પ્રતિષ્ઠાસમય જ્યોતિષીઓ પાસે શોધાવી સૂરિમુખ્ય સંઘને ભેગો કરી સંમતિ મેળવી. સમસ્ત દેશના સંઘોને આહ્વાન આપી ઘણા સૂરિઓ સહિતના મહા સંઘને લઈને દેશલ સંઘપતિ સિદ્ધસૂરિ સહિત ચાલ્યો. શત્રુંજય જતાં ત્રણ પુત્રો (સહજ, સાહણ ને સમરસિંહ) ધન સાથે મળ્યા, ને (નાના ભાઈ) લાવણ્યસિંહના બે પુત્રો (સામંત ને સાંગણ) પણ આવી ખડા થયા. આ પાંચ પાંડવો તીર્થનો ઉદ્ધાર કરવા જાણે આવ્યા હોય નહીં એમ લોકો બોલતા થયા. સર્વ પ્રતિષ્ઠાસામગ્રી દેશલે રચી ને સં.૧૩૭૧ (ઉડુપ વાજ કૃશાનુ સોમ) તપસિ માઘ માસે શુક્લ ચૌદશ સોમવારે વાજિંત્ર અને ધવલ ગીત સહિત નાભિનન્દનની સિદ્ધસૂરિએ પ્રતિષ્ઠા કરી. (૬૩૧)
પૂર્વે વજ્રસ્વામીએ પ્રતિષ્ઠા કરેલી અને હમણાં સિદ્ધસૂરિએ કરી. મંદિર આખું મૂલથી યવનોએ પડાવી નાખ્યું હતું તેનો ઉદ્ધાર દેશલે કર્યો. પૂર્ણ થયેલ પ્રાસાદના શિખર ઉપર કલશ ચડાવ્યા ને દંડપ્રતિષ્ઠા ગુરુએ કરી. ત્યાં પહેલાં જાવંડ નાચ્યો હતો તેમ અત્યારે દેશલ સહકુટુંબ નાચતો હતો. અર્થીઓને નાણું, સોનું, માણિક્ય, વસ્ત્ર દેશલે આપ્યાં. મહાપૂજાદિ ક્રિયા કરી વીસ દિવસ રહી તે ગિરિ પરથી ઊતર્યો. પદધારી પાંચસો ને બે હજાર તપસ્વીઓને બહુમૂલ્ય વસ્ત્રોથી પડિલાભ્યા. સાતસો ચારણો, ત્રણ હજાર બંદિઓ, હજારો ગાયકોને અશ્વ, સુવર્ણ અને વસ્ત્રનાં દાન કરી સાધુ સમરસિંહે દેશલનું સન્માન કર્યું. (૬૪૧)
૨૦૭
હવે સંઘપતિ ઉજ્જયન્ત તીર્થને નમવા ગયો. જીર્ણદુર્ગ(જૂનાગઢ)માં તે વખતે તેનો રાજા મહીપાલદેવ હતો. સમરસિંહના ગુણોથી આકૃષ્ટ થઈ સામો આવ્યો. તેની સમક્ષ તેણે ભેટ ધરી તેને સંતોષ્યો. તે તીર્થમાં પણ દેશલ પૂર્વતીર્થ કરતાં પણ જાણે વધુ પૂજામહિમા કરીને ગિરિનારથી ઊતર્યો. પછી દેવપત્તન(પ્રભાસપાટણ)નો અધિપતિ રાજા મુગ્ધરાજ સમરસિંહના દર્શન કરવા ઉત્કંઠિત હતો, તેથી તેની અભ્યર્થનાથી સંઘપતિ સંઘ લઈ દેવપત્તન ગયો ને મુગ્ધરાજ સામો આવ્યો. ત્યાં ચતુર્વિધ સંઘ અને દેવાલય સહિત સંઘપતિ સોમેશ્વરદેવ પાસે આવ્યો. મુગ્ધરાજે ઉત્સવ કર્યો અને એક પ્રહર ત્યાં ગાળ્યો. ત્યાંના મુખ્ય અગ્રેસર જટાધરે (મહંતે) તેમજ ગંડોએ ઘણો ઉત્સવ કર્યો. સંઘપતિએ સંઘને પ્રિયમેલકમાં - પ્રિયના સમાગમમાં સ્થાપ્યો ને ભવ્ય સત્યયુગમાં જે ન બન્યું તે આ વેળા બન્યું. કક્કસૂરિએ કહેલું કે “આ પૃથ્વી પર અનેક સંઘપતિઓ થયા, પણ હે સમર ! તારા માર્ગે કોઈ ગયો નથી. નાભેજિનનો ઉદ્ધાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org