________________
જૈન ગૂર્જર કવિઓ ઃ ૯
છે. ગચ્છમાં બીજા પણ શ્રાવકો નામે છુપ્તા, અંબા, રોહિલ, અર્ચક, જીઉ, લાવણગ વગેરે અન્ય ગોત્રના છે. (૭૧૦)
બીજી : એમનો પદમહોત્સવ સં.૧૩૭૧ (ફાગણ શુદ ૫, દિને, જૂનાગઢ) શાહ સહજાગરે (? મંત્રી ધારસિંહે) કર્યો. તેમણે ગચ્છપ્રબંધ રચ્યો તેમાં દેશલના પુત્રો સમા અને સહજાનાં ચરિત્ર છે.
વળી ‘નાભિનંદનોદ્ધારપ્રબંધ' સં.૧૩૯૩માં કાંજકોટપુરમાં રચ્યો તેમાં દેશલ, સમરા, સહજા આદિનાં વૃત્તાંત છે. લેખ સં.૧૩૭૮, ૪.નં.૧૩૫, ૧૪૩; સં.૧૩૭૯૮૦–૮૮, બુ.૧ નં.૩૧૨, ૭૧૧ ને ૭૦૬; સં.૧૩૮૦-૮૭-૧૪૦૦, બુ.૨; સં.૧૩૮૦૮૫, ના.૨; સં.૧૩૮૬-૯૧, ના.૩; સં.૧૪૦૧-૦૫, ના. ૧; સં.૧૪૦૩, જૈ.સ.પ્ર., ૪, પૃ. ૫૯૭.
૨૧૦
હવે આ ગચ્છની નિશ્રાએ જે પ્રાસાદ (જિનમંદિરો) જ્યાત્યાં થયાં તે અસંખ્ય છે, છતાં કેટલાંક સાંભળો : ઊકેશનગરે વીરમંદિર પ્રથમ થયું ને પછી ત્યાં બે ચૈત્ય થયાં, કોરંટકમાં એક, ઘંઘાનદીમાં એક, પલ્પયકમાં એક, નવધનમાં એક, રાધામયમાં એક, ધાનાત્રયમાં એક, ઝંબરીમાં એક, નાગપુરમાં એક, કુટિકકૂપમાં એક ને ખટ્ટકૂપપુરમાં એક, ક્ષેમસરમાં એક, સમિયાણકમાં એક, દાનાનકમાં એક, ખેટમાં એક અને શ્રીમાલમાં બે, પાલડી ગામમાં એક, વ્યાઘ્રરાજમાં એક, તેમજ પ્રલ્હાદકૂપ, નદુલ, પીંપાડ, કિરાટકૂપ, સિનહિંદમાં એક-એક, મરુકોટ્ટપુરમાં એક, ઉચ્ચપુરમાં એક, વિક્રમપુરમાં એક, વાગ્ભટમેરુ(બાહડમેર)માં એક, લોદ્રકમાં એક, જેસલમેરુમાં એક, ફલવર્દ્રિકામાં એક, પુષ્કરિણીમાં એક, અજયમેરુમાં એક, કેસરકોટ્ટમાં એક, ડંભરેલપુરમાં એક, ગજ્જનકમાં એક, મુગ્ધપુરમાં એક, સિંધુદેશથી તે નાગપુર સહિતમાં પાંચસો થયાં. એક નઇયનગરમાં, એક ત્રિભુવનગિરિ ૫૨, એકએક માંડવદુર્ગમાં ને જયસિંહપુરમાં, ધારામાં વીરમંદિર, આઘાટમાં ત્રણ, ઇષાપાલમાં એક, મજ્જાપદ્રમાં ઋષભચૈત્ય, એક વણીમાં, એક વિયાણિકા ગામમાં, એક ઝાટપત્રમાં, એક પાલાપદ્રમાં, એક ચમિવિદમાં, એક ભટ્ટપુરમાં, નાગદમાં પાર્શ્વમંદિર, બે પ્રવ્હાદનપુરમાં, પુનઃ પત્તનમાં વીરાદિ ત્રણ ચૈત્ય, વિદ્યુત્પુરમાં એક, ગુષ્પદ્ગુરુમાં એક, સરસ્થાન, કંથા તથા ધૃતબિંદુમાં એક, સાચોદિમાં એક, સૌર્ણિકમાં એક, ધીણઉજમાં એક ને સ્તંભતીર્થમાં ત્રણ, આશાપલ્લી, ભૃગુકચ્છ, વલીપુરી, ખેંગારદુર્ગ, વામનસ્થલીમાં એકએક, શત્રુંજયના શિખરે બે ચૈત્ય, ને દેવગિરિમાં એક જિનાલય થયેલ છે. ઊકેશગચ્છની નિશ્રાએ જે ચૈત્યો હાલ છે તે સર્વ મેં કહ્યાં. આ રીતે ઊકેશગચ્છનો સંબંધ પૂરો થયો. સં.૧૩૯૩ની શરદ ઋતુમાં કક્કસૂરિએ રચના કરી. પાર્શ્વથી ઉત્પન્ન થયેલ રત્નપ્રભ ગુરુથી થયેલ મૂલ સંબંધ થયો. આ પ્રબંધ ભાવચન્દ્ર અને મુનિકલશ ઉપાધ્યાયોએ પ્રથમ લખ્યો. પંક્તિ ૧૯વાળી પત્ર ૧૯ની પ્રતિ (કે જે અને જેના પરથી ઉતારેલી નકલ બંને મને શ્રીમાન્ જિનવિજયજી પાસેથી મળી તેમાંથી યોગ્ય બંધબેસતો સાર લઈ અત્રે મૂક્યો છે).
કક્કસૂરિના આ ‘ઉપકેશગચ્છપ્રબંધ'ના કેટલાક શ્લોકો અને પોતાના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org