________________
૧૯૬
(૧૮) લઘુ શ્રેષ્ઠી.
૧૫. દેવગુપ્ત : ૧૬. સિદ્ધ. ૧૭. રત્નપ્રભ. ૧૮. યક્ષદેવ.
સિદ્ધસૂરિ : વિહાર કરતાં વલભી નગરે આવતાં ત્યાંના શિલાદિત્ય રાજાએ પ્રતિબોધ પામી શત્રુંજયના ઘણા ઉદ્ધાર કરાવ્યા. રાજા પ્રતિવર્ષ પર્યુષણમાં તેમજ ત્રણ ચાતુર્માસ શત્રુંજયની તીર્થયાત્રા કરતો. ત્યાંના નગરવાસીઓમાં કેટલાયને સત્પંથે સ્થાપ્યા. (૧૭૭) તેમના વંશમાં -
જૈન ગૂર્જર કવિઓ ઃ ૯
યક્ષદેવસૂરિ : એ વખતે દશ પૂર્વધર વજ્રસ્વામી થયા. તેમના સમયમાં બાર વર્ષનો ભયંકર દુકાળ પડતાં અનેક સાધુઓ એકઠા મળ્યા ત્યારે યક્ષદેવાચાર્ય ચન્દ્રગણમાં ભળ્યા. ત્યારથી ચન્દ્રગચ્છના શિષ્યોને દીક્ષા વખતે શ્રાવકો વાસક્ષેપ નાખે ત્યારે ચન્દ્રગચ્છનું નામ લેવાય છે. વળી ત્યારથી કોટિક ગણ તેની વજ્ર નામની શાખા અને ચાન્દ્ર કુલ અત્યારે આ ગચ્છમાં કહેવાય છે. ફરી ગચ્છના પાંચસો સાધુઓ, સાતસો સાધ્વીઓ, સાત ઉપાધ્યાય, બાર વાચનાચાર્યો, ચાર આચાર્યો, બે પ્રવર્ત્તક, બે મહત્તર, બાર પ્રવત્તિની, બે મહત્તરા એકઠાં થયાં. (૧૮૫) તેમના વંશમાં દેવગુપ્તસૂરિ થયા. બીજી : વીરાત્ ૫૮૫ બાર વર્ષના દુકાળમાં વજ્રસ્વામીશિષ્ય વજ્રસેનનો સ્વર્ગવાસ થતાં આ સૂરિએ ચાર શાખા સ્થાપી નાગેન્દ્ર, ચન્દ્ર, નિવૃત્તિ, વિદ્યાધર.
વજ્રસ્વામી સ્વર્ગવાસ વીરાત્ ૫૮૪ તથા વજ્રસેન સ્વર્ગવાસ વીરાત્ ૬૨૦ – જુઓ ખરતરગચ્છ તથા તપાગચ્છની મુખ્ય પટ્ટાવલીઓ. જુઓ ૩૫. કક્કસૂરિ.] બીજી : ૧૯. કક્ક. ૨૦. દેવગુપ્ત.
દેવગુપ્તસૂરિ : તેમણે કન્યકુબ્જ(કનોજ)ના રાજા ચિત્રાંગદને પ્રતિબોધ્યો કે જેણે પોતાની રાજધાનીમાં સુવર્ણબિંબવાળું જિનગૃહ બંધાવ્યું ને તેમાં સૂરિએ પ્રતિષ્ઠા કરી. (૧૮૭)
[જૈન પરંપરાનો ઇતિહાસ' આ દેવગુપ્તસૂરિને ઉપર્યુક્ત યક્ષદેવસૂરિની પૂર્વે મૂકે છે અને ઉપરના તથા આ પછીના યક્ષદેવસૂરિને એક બતાવે છે.]
યક્ષદેવસૂરિ : તેઓ વિહાર કરતાં શ્રીમુગ્ધપુરમાં આવ્યા, ત્યાં મ્લેચ્છોનો ભય થતાં તેના ખબર જાણવા શાસનદેવીને બોલાવ્યા, કે જેણે જણાવ્યું કે મ્લેચ્છો આવી પહોંચ્યા છે. સૂરિએ દેવગૃહે જઈ દેવતાવસર દઈ બે સાધુને મોકલ્યા ને પોતે પાંચસો સાધુ સહિત કાયોત્સર્ગધ્યાને રહ્યા. કેટલાક સાધુને પકડવામાં આવ્યા ને કેટલાકને મારી નાખ્યા. સૂરિને બંદિવાન કર્યા પણ તેને મ્લેચ્છ થયેલ શ્રાવકે છોડાવી પોતાના માણસો સાથે ષટ્ટકૂપ નગરે સહીસલામત પહોંચાડ્યા. ત્યાં સૂરિએ ૧૧ શ્રાવકપુત્રોને દીક્ષા આપી. મોકલેલા બે સાધુ પાછા આવી મળ્યા પછી આઘાટ નગરે સૂરિ ગયા ને ત્યાં પણ શ્રાવકોએ ગચ્છના ઉદ્ધાર અર્થે પોતાના પુત્રો આપીને દીક્ષા અપાવી ને કેટલાકે વૈરાગ્યથી દીક્ષા લીધી. આ સૂરિ આમ વિક્રમ સંવત એકસોથી કંઈક વધારે કાલ ગયો ત્યારે થયા. એમણે સ્તંભતીર્થ (ખંભાત) નગરમાં સંઘે કરાવેલી પિત્તળની પાર્શ્વપ્રભુની મૂર્તિ સ્થાપિત કરી. પરિવાર વધતાં કક્કસૂરિને સ્વપદે સ્થાપી સ્વર્ગસ્થ થયા, ને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org