________________
જૈન ગૂર્જર કવિઓ : ૯
અમુક વખતે તૈયાર થશે. શેઠની ધી૨જ ન રહેતાં કહેલા વખત પહેલાં ત્યાં ખોદતાં વીરપ્રભુની પ્રતિમા નીકળી પણ તેના હૃદયસ્થાને લીંબુ જેવી બે ગાંઠો હતી. તેની સ્થાપનાનું મુહૂર્તેલગ્ન માઘ શુક્લ પંચમી ગુરુવારનું નક્કી થયું. તેવામાં કોરંટક નગરના વીર પ્રભુના નવા મંદિરમાં પ્રતિમાની પ્રતિષ્ઠા માટે સૂરિ પાસે વિનતિ કરવા ત્યાંના શ્રાવકો આવ્યા ને ત્યાં પણ એ જ લગ્ન આવ્યું. સૂરિએ એ જ લગ્ન દિવસે કેશ નગરમાં વીપ્રતિમાની પ્રતિષ્ઠા કરી ને તુરત જ આકાશમાર્ગે જઈ કોરંટક નગરમાં તે જ લગ્નની અંદર વીરબિંબને સ્થાપિત કર્યું. વીરાત્ ૭૦ વર્ષે. લોકને સ્નાત્રક્રિયા ને પૂજનિક્રયા સમજાવી. આથી તે ઊહડ સહપરિવાર જિનધર્મી થયો. (૮૪) સૂરિને દ્વિજાતિ બ્રાહ્મણો માન નહોતા આપતા એટલું જ નહીં પણ અનાદર બતાવતા હતા. એવામાં ધનકોટિપતિ બ્રાહ્મણના પુત્રને કાળા નાગથી દંશ થતાં તે મૃતકલ્પ થયો. અનેક ઉપાયે સાપ ન ઊતરતાં સૂરિએ પિતા પાસે જઈ તે વિષમુક્ત થઈ જીવતો રહે તો તે શું કરે એમ પૂછ્યું એટલે પોતે સેવક થઈ રહેશે એમ કહ્યું. આચાર્યે પોતાના પગ પખાળી તે જળથી છાંટતાં પુત્ર વિષમુક્ત થયો. વિષે અન્ય વિપ્રોને લઈ ગુરુને વંદના કરી ને શ્રાવકો સાથેનો સુમેળ કર્યો; વણિકોના તે ગુરુ છે એમ સ્વીકાર્યું. આચાર્યે ત્યાં રહી અઢાર હજાર વણિકોને જૈનધર્મી કર્યા. (૧૦૨)
૧૯૪
એકદા આચાર્યે શ્રાવકોને ચંડિકા દેવીનું પૂજન કરવું યોગ્ય નથી કારણકે તેની પ્રસન્નતા માટે પ્રાણીઓનો વધ થાય છે એમ જણાવ્યું, ત્યારે તેમણે કહ્યું કે તેમ ન કરીએ તો કુટુંબાદિનો નાશ થશે. આચાર્યે રક્ષા કરવાની ખાતરી આપી. દેવીએ કુપિત થઈ નેત્રપીડા કરી એટલે ગુરુએ તેને જકડી બાંધી લીધી, એટલે તેણે કહ્યું, મને કડડા મડડા એટલે માંસ પ્રિય છે ત્યારે સૂરિએ જણાવ્યું કે તે કડડા મઢડા શબ્દોવાળું અપાવીશ. શ્રાવકોને ભેગા કરી સુગંધાદિ દ્રવ્યો સાથે પકવાન લઈ દેવીમંદિરે ગયા ને તે લેવા દેવીને સમજાવ્યા. જીવદયાનો ધર્મ સમજાવ્યો. તે પ્રતિબોધિત થઈ બોલ્યાં, ‘હું આપની સેવા કરવા તત્પર છું, યોગ્ય સમયે આપે મારું સ્મરણ કરવું અને દેવતાવસર સમયે મને ધર્મલાભ આપવો, વળી કંકુ, નૈવેદ્ય તથા પુષ્પ વગેરેથી શ્રાવકો દ્વારા તમારે મારી સાધર્મિકની પેઠે પૂજા કરાવવી.' સૂરિએ તે વાક્ય સ્વીકાર્યાં; અને એ દેવીનું ‘સત્યકા’ (સચ્ચિકા) એવું નામ પ્રસિદ્ધ થયું. ત્યાંથી વિહાર કર્યો. સવા લાખ શ્રાવકો કર્યાં. છેવટે યક્ષદેવસૂરિને પોતાને પદે સ્થાપી ૮૪ વર્ષનું આયુષ્ય ગાળી સ્વર્ગસ્થ થયા. (૧૩૩)
બીજી : નગર બહાર વસતા ઊહડ અમાત્યને એના ભાઈ ઉદ્ધરણે કોટિપતિ થવા માટે ખૂટતા એક લાખ ઉછીના ન આપતાં ‘તારા વગર નગ૨ ઉજ્જડ હતું કે તું નગરમાં આવી વાસો કરશે ?' એમ કહ્યું તેથી તેણે ઉપકેશ નગર વસાવ્યું. સર્પદંશથી મૃત્યુ પામેલા એના પુત્રને સૂરિએ જીવતો કર્યો. લૂણહ્રદ નામની ડુંગરી પર બંધાતા નારાયણપ્રાસાદમાંથી મહાવીરપ્રાસાદ બંધાયો. સૂરિનો સ્વર્ગવાસ વીરાટ્ ૮૪માં,
[રાજા, મંત્રી વગેરેએ જૈન ધર્મ સ્વીકાર્યો અને તેઓ ઓસિયાના હોવાથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org