________________
ઉપકેશગચ્છની પટ્ટાવલી (૧) (૨)
(કક્કસૂરિએ ‘ઉપકેશગચ્છપ્રબંધ' સંસ્કૃતમાં શ્લોકબદ્ધ સં.૧૩૯૩ની શરદ ઋતુમાં રચેલો કે જેની પ્રત મને શ્રીમાન્ જિનવિજય પાસેથી ઉપકારાર્થે મળેલી તે પરથી તેમજ તે જ આચાર્યના તે જ વર્ષમાં રચેલા ‘નાભિનંદનોદ્વાર-પ્રબંધ' પરથી સાર લઈ ઉપકેશ · ઊકેશગચ્છની પટ્ટાવલી સાર રૂપે અત્ર રજૂ કરી છે તે આ પછીની જૈન સાહિત્ય સંશોધક વર્ષ ૨, અંક ૧માં પ્રકટ થયેલી સં.૧૯૩૫ પછી લખાયેલી પટ્ટાવલી કરતાં વધુ વિશ્વસનીય ગણાય.)
[પછીની પટ્ટાવલીની મહત્ત્વની માહિતી નીચે જ અલગ નિર્દેશપૂર્વક સંકલિત કરી લીધી છે. અન્ય ઉમેરા તે જૈન પરંપરાનો ઇતિહાસ (ભા.૧, પૃ.૧૬-૩૬)માંથી છે.]
(ઉપકેશ – ઉકેશમાંથી ઓસવાલ થયેલ છે. શ્રી પાર્શ્વનાથસંતાનીય રત્નપ્રભસૂરિએ આ ઉપકેશગચ્છ સ્થાપેલ છે ને તેનું મૂલસ્થાન ઉપકેશપુર - ઊકેશપુર - ઓસિયા નગરી છે.)
સ્વયંપ્રભ : ૨૩મા તીર્થંકર શ્રી પાર્શ્વનાથના શિષ્ય શુભદત્ત નામના ગણધરના કેશી નામના શિષ્યે પ્રદેશી રાજાને પ્રતિબોધ્યો. તેમના શિષ્ય સ્વયંપ્રભસૂરિ એકદા શ્રીમાલ નગરે હતા ત્યાં મણિરત્ન નામનો વિદ્યાધરોનો રાજા તેમની પાસે આવી દેશના સાંભળતાં વૈરાગ્યવાન થયો ને પાંચસો વિદ્યાધરો સાથે તેણે દીક્ષા લીધી.
બીજી પટ્ટાવલી : ૧. પાર્શ્વનાથ શિષ્ય શુભદત્ત. ૨. હરિદત્ત, ૩. આર્ય સમુદ્ર. ૪. કેશી ગણધર. ૫. સ્વયંપ્રભ. વિદ્યાધરનું નામ રત્નચૂડ. [કશી ગણધર મહાવીરસ્વામીના સમકાલીન હતા. એમના શિષ્ય સ્વયંપ્રભ સ્વ. વીર સં.૫૨.]
રત્નપ્રભ : ગુરુએ આચાર્યપદે વીરાત્ ૫૨મે વર્ષે સ્થાપતાં તે રત્નપ્રભસૂરિ બન્યા. પોતાના પાંચસો મુનિ સાથે વિહાર કરી ઊકૈશ નગરમાં આવ્યા. તે નગરની ઉત્પત્તિ એમ છે કે શ્રી શ્રીમાલપુરમાં પૂર્વે શ્રીપંજ(પુંજ) નામના રાજાને સુરસુંદર નામનો કુમાર હતો તેણે અભિમાનથી નગરમાંથી નીકળી કોઈ નવી ભૂમિ સ્થાપવાની ઇચ્છાથી અઢાર હજા૨ વણિક અને તેથી અર્ધા બ્રાહ્મણો અને બીજા અસંખ્ય માણસને લઈ ઊકેશનગરની ભૂમિમાં આવી નવ યોજન વિસ્તારનું ને બાર યોજન લાંબું નગર વસાવ્યું. ત્યાં પાદરની દેવી ને લોકોની કુલેશ્વરી ચામુંડા હતી. અહીં ઉક્ત સૂરિ ઉદ્યાનમાં રહ્યા પણ કોઈએ વંદનાદિક કર્યું નહીં. શાસનદેવીએ તેનો ઉપાય કર્યો.
અહીં ઊહડ નામનો શ્રેષ્ઠી કૃષ્ણમંદિર બંધાવતો હતો તેમાં સ્થાપવા માટે શાસનદેવીએ વીરપ્રભુની નવી પ્રતિમાની તે જ શેઠની ગાયના દૂધ વડે તૈયારી કરવા માંડી. સાંજે તે ગાય લાવણ્યહૃદ નામના પર્વત પર પોતાનું દૂધ રેડતી. આનો સંશય ટાળવા ઊહડ સૂરિ પાસે આવ્યો. સૂરિએ કહ્યું કે ત્યાં વીરપ્રભુની પ્રતિમા તૈયાર થાય છે અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org