________________
૧૪૮
જૈન ગૂર્જર કવિઓ : ૯
એમના સમયમાં સં.૧૮૦૧માં સંપ્રદાયની પાટ લીંબડી ગઈ હોવાનું નોંધાયું છે.
૪. ઇચ્છાજી : એ લીંબડીમાં ગાદીપતિ થયા. જુઓ આ પછી લીંબડી સંઘાડાની પટ્ટાવલી.
૫. કાનજી (મોટા) : મૂળચંદજીશિ. વનાજીના શિષ્ય. આચાર્યપદ સં.૧૮૩૨. એમના સમયમાં સમુદાય-સુધારણા અર્થે અજરામરજીએ નિયમો કરેલા અને સં.૧૮૪૫ના સાધુસંમેલનમાં એ રજૂ કરવામાં આવ્યા. પરંતુ એમાં સંમતિ ન સધાવાથી જુદાજુદા સંવાડા ઊભા થયા. કાનજી પોતે બરવાળા સંઘાડાના ગાદીપતિ બન્યા..]
[સ્થા] લીંબડી સંઘાડો/અજરામરજીની પરંપરા ઈચ્છાજી લીંબડીમાં સ્વર્ગસ્થ થયા અને તેમના શિષ્ય ગુલાબચંદજીના શિષ્ય વાલજીના શિષ્ય હીરાજીના શિષ્ય કહાનજીના શિષ્ય અજરામરથી લીંબડી સંઘાડો થયો.
[લીંબડી સંપ્રદાયમાં ગચ્છસંચાલનનો ભાર વહન કરી શકે એવા કોઈ સાધુને આચાર્યપદવી આપવામાં આવતી (ને એના પ્રતીકરૂપ શાલ ઓઢાડવામાં આવતી) અને દીક્ષાવૃદ્ધ સાધુ ગચ્છભાર વહન ન કરી શકે તેવા હોય તેને ગાદીપતિ તરીકે ઉદ્ઘોષિત કરવામાં આવતા. એટલે નીચેની પટ્ટાવલીમાં એક સમયે ગાદીપતિ અને આચાર્ય બે જુદા જોવા મળશે.]
ઇચ્છાજી: સિદ્ધપુરના પોરવાડ વણિક પિતા જીવરાજ સંઘવી, માતા વાલમબાઈ, દીક્ષા સં.૧૭૮૨, સ્વ. લીંબડીમાં સં.૧૮૩૨. (મુનિ મણિલાલના પુસ્તકમાં સ્વ. સં. ૧૭૮૨ અપાયેલ છે તે છાપદોષ લાગે છે.)
[પાલીના રહીશ પણ કહેવાય છે. આચાર્યપદ સં.૧૮૧૫ મહા સુદ ૯ લીંબડી. અનસાનમિતિ પોષ સુદ પ. જુઓ આ પૂર્વે ધર્મદાસની મુખ્ય પરંપરામાં.]
હીરાજી : ગુજરાતના કડવા કણબી. દીક્ષા સં.૧૮૦૪, આચાર્યપદ સં.૧૮૩૩, સ્વ ધોરાજીમાં સં.૧૮૪૧.
ધ્રાંગધ્રાના. ગાદીપતિ લીંબડીમાં. સ્વ. ૭૪ વર્ષની વયે.]
(નાના) કાનજી: વઢવાણના ભાવસાર. દીક્ષા હળવદમાં સં.૧૮૧૨, આચાર્યપદ સં.૧૮૪૧, સ્વ. સાયલામાં સં.૧૮૪૧.
સ્વિ. ૫૪ વર્ષની વયે. ગાદીપતિ સં.૧૮૪૮ લીંબડીમાં અને સ્વ. સં.૧૮૫૪ એવી માહિતી પણ મળે છે.]
અજરામરજી ઃ જામનગરના પડાણાના વિસા ઓસવાલ વણિક, પિતા માણેકચંદ, માતા કંકુબાઈ, જન્મ સં. ૧૮૦૯. માતા સાથે દીક્ષા સં. ૧૮૧૯ મહા શુદિ ૫ ગુરુ, આચાર્યપદ સં.૧૮૪૫ ને સ્વ. લીંબડીમાં સં. ૧૮૭૦ શ્રાવણ વદિ ૧.
[બારોટના ચોપડામાં મૂળ નામ આણંદ મળે છે. દીક્ષા ગોંડલમાં. ૧૮૨૬થી ૧૮૩૨ સુધી સુરતમાં ખરતરગચ્છના શ્રીપૂજ્ય ગુલાબચંદજી પાસે વ્યાકરણ, કાવ્ય,
જ્યોતિષ, ન્યાય વગેરેનો અભ્યાસ કર્યો અને તે પછી માળવા સંપ્રદાયના દોલતરામજીને ખાસ લીંબડી નિમંત્રી તેમની પાસેથી આગમોની વાચના લીધી. આ રીતે સંપ્રદાયમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org