________________
જૈન ગૂર્જર કવિઓ: ૯
પુત્ર, જન્મ સિમટારમાં સં.૧૯૬૭ આસો સુદ ૧૪, પરંતુ ઉછેર મોસાળ નાંદેસમામાં, જન્મનામ અંબાલાલ. દીક્ષા સં.૧૯૮૧ જેઠ સુદ ૧૦ જાલોરમાં તારાચંદજી પાસે, ઉપાધ્યાયપદ ઈ.સ.૧૯૭૬ (સં.૨૦૩૨).
૧૬૪
અનેક ભાષાઓ તથા આગમ તેમજ દર્શનોના અભ્યાસી. કથા, કાવ્ય, નિબંધ આદિના ઘણા ગ્રંથો પ્રસિદ્ધ કર્યા છે. સાધુસંમેલનોમાં અગ્રણી તરીકે ભાગ લીધો છે. ઉત્તમ વક્તા અને પ્રગતિશીલ વિચારક છે.
હરજી ઋષિની પરંપરા
ગુજરાતી લોંકાગચ્છ મોટી પક્ષની પંદરમી પાટે શ્રી કેશવજી ઋષિ થયા તેમના પરિવારમાં સં.૧૭૮૫ પછી (? જીવરાજ ઋષિ વિશેની નોંધમાં બતાવેલ સં.૧૬૬૬નું વર્ષ વધારે સંભવિત લાગે છે.) હરજી ઋષિ આદિ છ આત્માર્થી પુરુષોએ યતિવર્ગમાંથી અલગ થઈ મારવાડમાં ક્રિયાઉદ્ધાર કર્યો. તે હરજી ઋષિના ચાર સંપ્રદાયો અસ્તિત્વમાં આવ્યા. પ્રથમ કોટા સંપ્રદાય એક હતો. પરંતુ પછીથી તેના બે વિભાગ પડ્યા. ત્યાર પછી હુકમીચંદજી મહારાજ પ્રભાવશાળી થવાથી તેમના નામનો ત્રીજો સંપ્રદાય થયો અને ત્રીજામાંથી એક વિભાગ વધુ થયો. આ ચાર સંપ્રદાયની પાટનુપાટ આ પ્રમાણે છે ઃ [સ્થા.] કોટા સંપ્રદાય-૧
૧. કેશવજી ઋષિ, ૨. હરજી ઋષિ. ૩. ગોદાજી, ૪. ફરશુરામજી. પ. લોકમલજી. ૬. મયારામજી.
૭. દોલતરામજી ઃ તેમનાથી કોટા નામ મળ્યું.
૮. ગોવિંદરામજી. ૯. ફતેહચંદજી. ૧૦. જ્ઞાનચંદજી. ૧૧. છગનલાલજી, ૧૨. રગેડમલજી. ૧૩. પ્રેમરાજી.
[સ્થા.] કોટા સંપ્રદાય–૨
૪. ફ઼રશુરામજી. ૫. ખેતશીજી, ૬. ખેમશીજી. ૭. ફતેહચંદજી.
૮. અનોપચંદજી : (તેમના નામથી સંપ્રદાય).
૯. દેવજી. ૧૦. ચંપાલાલજી. ૧૧. ચુનીલાલજી. ૧૨. કીશનલાલજી. ૧૩. બળદેવજી. ૧૪. હરખચંદજી. ૧૫. માંગીલાલજી.
[સ્થા.] હુકમીચંદજીનો સંપ્રદાય–૧
આ પૂર્વે આવી ગયેલ છે.
Jain Education International
[સ્થા.] હુકમીચંદજીનો સંપ્રદાય–૨
હુકમીચંદજી.
મન્નાલાલજી ઃ રતલામના અમરચંદ નાગોરી પિતા, નંદીબાઈ માતા. દીક્ષા ૧૩ વર્ષની વયે રતનચંદજી પાસે, આચાર્યપદ સં.૧૯૭૩, સ્વ. સં.૧૯૯૦ બ્યાવરમાં.
ખૂબચંદજી : નંદલાલજીના શિષ્ય.
For Private & Personal Use Only
www.jainelibrary.org