________________
આગમિક ગચ્છની પટ્ટાવલી (૨)
(પ્રતિમાલેખોને આધારે)
૧.સાધુરત્ન.
૨. સિંહદત્ત અને જયાનંદઃ સિંહદત્તસૂરિના પ્રતિમાલેખ વિ.માં સં.૧૫૧૦ ને સં.૧૫૩૬; બુ.૧માં સં.૧૫૧૨ ને સં.૧૫ર૩ના અને જે.સ.મ., ૫, પૃ.૧૬૨માં સં. ૧૫૧૨નો મળે છે. એમણે ગુજરાતીમાં સ્થૂલિભદ્ર રાસ' રચ્યો. (જે.ગૂક, ૧, ૨૭૯).
એમના શિષ્ય સોમદેવસૂરિએ સં.૧૫૭૩માં “સમ્યક્ત્વકૌમુદી' રચી. બીજા શિષ્ય શિવકુમારસૂરિના લેખ સં. ૧૫૭૮૭૯-૮૦-૧૬૦૪-૦૭ના મળે છે.
જયાનંદસૂરિના લેખ બુ.૧માં સં.૧૪૭૨; બુ.રમાં સં.૧૪૭૬-૮૨-૯૬; ના.માં સં. ૧૪૮૮; વિ.માં સં.૧૪૯૪ના મળે છે.
[એમણે પોતાના શિષ્ય દેવરત્ન માટે “સ્વાદિસમુચ્ચયદીપિકા' રચી છે.] જયાનંદસૂરિની પરંપરા આ પ્રમાણે ચાલી છે ?
૩. દેવરત્ન અને વિવેકરત્ન : દેવરત્નસૂરિનો જન્મ અણહિલપત્તનના પ્રાગ્વાટ વણિક બહોરા કરણિગને ત્યાં ભાર્યા કુતિગદેથી. પાંચ વર્ષની વયે જયાનંદસૂરિએ સં.૧૪૬૭ માહ સુદ ૫ દિને માતાપતા સહિત પાટણમાં દીક્ષા આપી. સં. ૧૪૯૩ વૈ. શુદ પ બુધે પાટણમાં સૂરિપદ આપ્યું ને પોતાની ગાદીએ સ્થાપ્યા. (જુઓ “દેવરત્નસૂરિ ફાગ) દેવરત્નસૂરિના લેખ વિ.માં સં.૧૫૧૩-૨૩-૨પ-૨૭–૩૧; બુ. ૧માં સં.૧૫૧૧, ૧૫૩૧; બુ. ૨માં સં.૧૫૦૮-૯-૧૩–૧૫–૧૬-૧૮-૨૫-૨૭-૨૯-૩૦-૩૧-૩૩; ના.માં સં.૧૫૧૭-૨૫-૩૧ તથા સં. ૧૫૫૩નો જૈનયુગ, ૫, પૃ.૩૭૬ ઉપલબ્ધ છે. તેમના શિષ્ય શીલસિંહે “કૌષ્ટક-ચિંતામણિ” (પ્રા.) જ્યોતિષ પર સ્વોપજ્ઞ ટીકા રચી, અને બીજા એક શિષ્ય સં. ૧૫૭૬માં એક પ્રત લખી. (ઘોઘા ભંડાર) આ દેવરત્નસૂરિના સમયમાં તે જ ગચ્છના આણંદપ્રભસૂરિનો સં.૧૫૧૩નો (જનયુગ, ૫, પૃ.૧૧૧). તથા સં.૧૫૨૦નો લેખ (આત્માનંદ પ્રકાશ, ૮, પૃ.૧૮૩) સાંપડે છે.
જયાનંદસૂરિના બીજા પટ્ટધર વિવેકરત્નસૂરિના લેખો બુ. ૧માં સં.૧૫૪૪; બુ.૨માં સં. ૧૫૪૬-૭-૯-૫૪-૫૯-૭૮ મળે છે. તેમના સૂરિપદનો ઉત્સવ સાંડેરાના વાસી પ્રાગ્વાટ જ્ઞાતિના પર્વત અને કાન્હા – કાકાભત્રીજાએ કર્યો કે જેમણે તે સૂરિના ઉપદેશથી આગમો લખાવરાવ્યો કે જે પૈકી નિશીથચૂર્ણિની નકલ સં.૧૫૭૧માં થઈ હતી. (પુરાતત્ત્વ, ૧-૧, પૃ.૬૧)
૪. સંયમરત્ન : વિવેકરત્નના પટ્ટધર. એમના માટે સં.૧૫૮૦માં લખાયેલી પ્રત અને એમના ઉપદેશથી સં.૧૬૧૩માં લખાયેલી પ્રત ઉપલબ્ધ છે. (આ.ક.) તેમજ સં. ૧૬૧૬માં લખેલી વિપાકસૂત્રની પ્રત રાધનપુર ભંડારમાં છે. (પ્ર.સ. પૃ. ૧૧૨)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org