________________
કઠુઆ/કડવાગચ્છની પટ્ટાવલી
‘અમરગુપ્ત ચિરત્ર’ સં.૧૬૯૭માં અમદાવાદમાં રચ્યાં. (ભા.૩, ૨૬૧-૬૪). (પ્ર. જૈન સાહિત્ય સંશોધક, ૩-૩, પૃ.૨૭૪થી ૨૭૭.)
[સંવરી ખંભાતમાં. તેજપાલે પોતાના જીવનકાળમાં સં.૧૬૮૪માં એમને પટધર તરીકે સ્થાપેલા. ૧૨ વર્ષ ગૃહસ્થાવાસ, ૨૦ વર્ષ સામાન્ય સંવરીપર્યાય, ૩૮ વર્ષ પટ્ટધરપણું પાળી, સર્વાયુ ૭૦ વર્ષ ભોગવી સં.૧૭૩૪ ફાગણ સુદ ૪ના રોજ ખંભાતમાં સ્વર્ગસ્થ થયા એમ નોંધાયું છે, પરંતુ એ સંગત નથી, કેમકે સં.૧૭૩૪માં પટ્ટધ૨૫૬નાં ૫૦ વર્ષ થાય. પટ્ટધરપદનાં ૩૮ વર્ષ સં.૧૭૨૨માં થાય ને પછીના લહુજી સં.૧૭૨૨માં પટ્ટધર બન્યા હોવાનું અર્થઘટન થાય છે. કલ્યાણની સં.૧૭૧૨થી આગળની કૃતિ નોંધાયેલી મળતી નથી.
૧૭૩
તેઓ વ્યાકરણ, કાવ્ય, ન્યાય, જ્યોતિષ, આગમાદિના અભ્યાસી હતા. એમના ગ્રંથો માટે જુઓ જૈન ગૂર્જર કવિઓ ભા.૩, પૃ.૨૬૧-૬૪ તથા ભા.૬, પૃ.૪૭૬, કહૂઆમતીગચ્છ પટ્ટાવલી સંગ્રહ, પૃ.૨૭ તથા ૮૪ તેમજ ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧.]
૧૦. લઘુજી[/લજી] :
[ખંભાતના વીસા શ્રીમાળી દોશી રતના પિતા, રતનાદે માતા. સા તેજપાલના ઉપદેશથી સંવરી થયા. ૧૨ વર્ષ ગૃહસ્થાવાસમાં, ૩૨ વર્ષ સામાન્ય સંવરીપણે અને ૨૬ વર્ષ પટ્ટધ૨૫ણે ગાળી, સર્વાયુ ૭૦ વર્ષ ભોગવી સં.૧૭૪૮માં ખંભાતમાં સ્વર્ગસ્થ.]
૧૧. થોભણ :
[થરાદ પાસે ઘોડાસરના વીસા શ્રીમાળી જીવરાજ પિતા, જીવાદે માતા. સા કલ્યાણે ૭ વર્ષના થોભણને સં.૧૭૦૭માં શિષ્ય કર્યાં. ગૃહસ્થાવાસમાં ૧૨ વર્ષ, સામાન્ય સંવરીપર્યાયમાં ૪૧ વર્ષ અને ૭ વર્ષ પટ્ટધરપણે ગાળી, સર્વયુ ૭૫ વર્ષ ભોગવી સં.૧૭૫૫ના મહા વદ ૮ના રોજ સ્વર્ગસ્થ.]
૧૨. લાધા : સં.૧૮૦૭ સુધી અવશ્ય વિદ્યમાન. એમની ગુજરાતી કૃતિઓ માટે જુઓ ભા.૫, પૃ.૧૯૮-૨૦૧.
[સા થોભણના સ્વર્ગવાસ પછી ગચ્છમાં કોઈ સંવરીપણે રહ્યું નહીં. એવામાં થરાદવાસી વીસા શ્રીમાળી વીરવાડિયા, એલાવચ્છગોત્રના સા. બલવંત અને તેમનાં પત્ની કપૂરદે (કે વીરાંબાઈ) અવસાન પામતાં એમના બે દીકરાઓ અમદાવાદ આવ્યા ને એમનું કશે ચિત્ત લાગતું નહોતું એટલે કડવાગચ્છીય શ્રાવકોએ લાધાને કહ્યું કે તમે સાહાજી થાઓ તો તમારો ને અમારો ગચ્છ રહે. એ પછી ખંભાતના ઉપાશ્રયનાં તાળાં ઉઘાડી લાધાએ સં.૧૭૫૬ વૈશાખ સુદ પના રોજ પોતાની મેળે સંવરીપણું સ્વીકાર્યું, ૧૯ વર્ષની વયે. સં.૧૭૫૮ માગશર સુદ ૫ના રોજ પટ્ટધર બનાવવામાં આવ્યા. તે પછી ઘણા શિષ્યો કર્યાં.
લાધાજીએ વ્યાકરણ, કાવ્ય, કર્મગ્રંથ, ન્યાય, આગમાદિનો અભ્યાસ કર્યો હતો અને અનેક કૃતિઓ રચી હતી, જે સં.૧૭૬૦થી ૧૮૦૭નાં રચનાવર્ષો ધરાવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org