________________
૧૫૪
જૈન ગૂર્જર કવિઓ : ૯
વૈશાખ સુદ ૩ માંગરોળમાં, સ્વ. સં.૨૦૧૭ કારતક વદ ૧૩ રવિવાર ગોંડલમાં. તેઓ શાસ્ત્રજ્ઞ હતા અને પૂજ્યશ્રીની પદવી પામેલા.
પ્રાણલાલજી : વેરાવળના વીસા ઓસવાલ કેશવલાલ પિતા, કુંવરબાઈ માતા, જન્મ સં. ૧૯૫૪ શ્રાવણ વદ ૫. દીક્ષા સં.૧૯૭૬ ફાગણ વદ ૬ બગસરા, સ્વ. સં.૨૦૧૩ માગશર વદ ૧૩, શનિવાર બગસરા. સુમેળવાદી, ઉદારષ્ટિ, વ્યવહારકુશળ, વિદ્યાપ્રેમી, લોકહિતની પ્રવૃત્તિઓ કરનારા ને પ્રખર વ્યાખ્યાતા પ્રાણલાલજી “સૌરાષ્ટ્રકેસરી'બિરુદ પામ્યા હતા.
જગજીવનજી ઃ મધ્ય સૌરાષ્ટ્રના દલખાણિયા ગામના મનજીભાઈ પિતા, જકલબાઈ માતા, જન્મ સં. ૧૯૪૩ મહા વદ ૫. દીક્ષા સં.૧૯૯૪ માગશર સુદ ૬ ગુરુવાર બિગસરા, સ્વ. સં.૨૦૨૪ મહા સુદ ૭ સોમવાર ઉદયગિરિ. સંસારપક્ષના પોતાના પુત્ર જયંતીલાલજી મહારાજના વિશેષ અધ્યયનના હેતુથી બનારસ ગયેલા અને પૂર્વ ભારતમાં પણ વિહાર કરેલો. ઉગ્ર તપસ્વી હતા.'
[સ્થા.] બરવાળા સંઘાડો વિનાજીના શિષ્ય કાનજી બરવાળા ગયા ત્યાંથી બરવાળા સંઘાડો શરૂ થયો. ૩. વનાજી. ૪. પુરુષોત્તમજી. ૫. વણારસીજી. ૬. કાનજી. ૭. રામજી દ્રષિ. ૮. ચુનીલાલજી. ૯, ઉમેદચન્દ્રજી : કવિ. ૧૦. મોહનલાલજી : હાલ વિદ્યમાન.
[વનાજી અને કાનજી વચ્ચે બે નામો કઈ રીતે દાખલ થયાં છે તે સમજાતું નથી. એ કાનજી જુદા હોય અને વનાજીશિષ્ય કાનજી બરવાળા ગયા ત્યારે ગચ્છભાર પુરુષોત્તમજીએ વહ્યો હોય એમ બને.]
[સ્થા. ચૂડાનો સંઘાડો વણારસીના શિષ્ય જેસંગજી અને ઉદેસંગજી ચૂડે ગયા ત્યારથી ચૂડા સંઘાડો સ્થપાયો પણ હાલ તેમાં કોઈ સાધુ નથી ને તે બંધ પડ્યો છે.
[સ્થા ધ્રાંગધ્રા સંઘાડો મૂળચંદજીશિ. વિઠલજીના શિષ્ય ભૂખણજી મોરબી જઈ રહ્યા અને તેમના શિષ્ય વસરામજી ધ્રાંગધ્ર ગયા ત્યાંથી ધ્રાંગધ્રા સંઘાડો સ્થપાયો. તેમની પાટાનુપાટે શામજી અને અમરશી તથા તેમના શિષ્ય ન્યાલચંદજી થયા. પછી તે સંપ્રદાય બંધ પડ્યો.
[સ્થા] બોટાદ સંઘાડો ઉક્ત વસરામજીના શિષ્ય જસાજી બોટાદ ગયા ત્યારથી બોટાદ સંઘાડો કહેવાયો. તેમના અમરસિંહજી, તેમના માણેકચંદજી ને તેમના કાનજી સ્વામી. તેમણે મુહપત્તી તજીને મૂર્તિપૂજા સ્વીકારી. હાલ તેઓ નિશ્ચયમાર્ગના ઉપદેશક થઈ સોનગઢ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org