________________
તપાગચ્છની પટ્ટાવલી
૧૨૫
સ્તુતિમાં ભિન્નમાલમાં સં.૧૫૧૬ માઘ માસમાં જન્મ દર્શાવેલ છે તે વધુ અધિકૃત હોવા સંભવ છે.
ભાવસાગરસૂરિના શિષ્ય સુમતિસાગરસૂરિ એક પ્રભાવક આચાર્ય થઈ ગયા. પ્રાચીન પટ્ટાવલીઓમાં ભાવસાગર પછી ગુણનિધાન વગેરેને બદલે સુમતિસાગરની પરંપરા બતાવવામાં આવે છે તેથી તેઓ શાખાચાર્ય હોવાનું નિશ્ચિત થાય છે. તેમનો જન્મ પાટણમાં સં. ૧૫૫૪માં. પિતા શ્રીમાળી શા વસ્તા, માતા વિમલાદે. દીક્ષા સં.૧પ૭૯, આચાર્યપદ સં. ૧પ૯૮ કે ૧૫૮૯. સ્વ. સં. ૧૬૧૪. એમની પરંપરા –
૨. ગજસાગરસૂરિ : સં.૧૫૮૫થી ૧૬૫૯.
૩. પુણ્યરત્નસૂરિ : સં.૧૬૧૦થી ૧૬૮૫. એમણે સં.૧૬૩૭માં “સનતકુમાર રાસ' અને ૧૬૪૦માં ‘સુધર્માસ્વામી રાસ” વગેરે કૃતિઓ રચેલ છે.
૪. ગુણરત્નસૂરિ : એમણે તીર્થકરોના દોહા રચ્યા છે. ૫. ક્ષમારત્નસૂરિ : સં.૧૭૨૧માં હયાત.]
૬૨. ગુણનિધાન : પાટણનગરે શ્રીમાલી નગરાજ પિતા, લીલાદે માતા, જન્મ સં.૧૫૪૮, મૂલનામ સોનપાલ. દીક્ષા સિદ્ધાંતસાગરસૂરિના હાથે ૧૫૫૨, સૂરિપદ ને ગચ્છશપદ સ્તભંતીર્થ ૧૫૮૪, સ્વ. ૫૪ વર્ષે સં.૧૬૦૨.
તેમના રાજ્યમાં સં.૧૫૯૮માં એક પ્રત તે ગચ્છના દયાશીલને આપવામાં આવી. (ઘોઘા ભં.)
પ્રતિષ્ઠાલેખ સં.૧૫૮૭-૯૧, બુ.૧; ૧૫૮૪-૮૭-૯૧–૧૬૦૦, બુ.૨ ૧૫૭૯, ના. ૨.
[જન્મ માઘ શુક્લ પક્ષમાં, દીક્ષા પાટણમાં, સૂરિપદ જંબુસરમાં સં.૧૫૬૫, સ્વર્ગવાસ પાટણમાં – એવી માહિતી પણ મળે છે.]
૬૩. ધર્મમૂર્તિઃ ત્રંબાવતી – ખંભાતના શ્રીમાલી હંસરાજ વણિક પિતા, હાંસલદે માતા, જન્મ સં.૧૫૮૫, મૂલનામ ધર્મદાસ. દીક્ષા ૧૫૯૯, આચાર્યપદ અમદાવાદમાં ૧૬૦૨, ગચ્છનાયકપદ એ જ વર્ષમાં. સ્વ. પાટણમાં ૮૫ વર્ષ, સં.૧૬૭૦.
તેઓ ઉગ્ર ત્યાગી હતા. તેમના રાજ્યમાં ઉત્તરાધ્યયન-દીપિકાની પ્રત સં.૧૬૪૩-૪માં લખાઈ હતી. (જુઓ વેબ વર્ઝ, ૨, પૃ.૭૧૮) અને વ્યવહારસૂત્રની પ્રત સં. ૧૬૬૫માં લખાઈ હતી. (જુઓ તે જ, પૃ.૬૩૮). તેમણે પોતે ‘વૃદ્ધચૈત્યવંદન’ (શ્રાવક પ્રતિક્રમણાદિ સૂત્ર, ૧૮૮૬, મુંબઈ પૃ.૪૮-પપમાં મુદ્રિત) અને પ્રદ્યુમ્નચરિત' (જુઓ કુંતે રિપોર્ટ, ૧૮૮૧, પૃ.૪૪) રચેલ છે.
તેમના રાજ્યમાં સં.૧૬૬૬માં સૂત્રકૃતાંગ-નિર્યુક્તિની પ્રત લખાઈ. (વઢવાણ શહેર વિદ્યાશાલા ભંડાર.)
પ્રતિષ્ઠાલેખ સં.૧૬૨૯, બુ. ૧; ૧૬૪૪-૫૪ (અલાઈ ૪૨), બુ.૨; ૧૬૨૧, ના.૨.
સ્વિર્ગવાસ સં.૧૬૬૯ ને ૧૬૭૧ પણ મળે છે. એમણે ત્રણ વાર સમેતશિખરની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org