________________
લોકાગચ્છ/સ્થાનકવાસી (સાધુમાર્ગી) સંપ્રદાયની પટ્ટાવલી
૧૪૫
સ્થાન છે. • લવજી ઋષિની પરંપરાના સંપ્રદાયોની પટ્ટાવલી આ પ્રમાણે મળે છે
કાનજી ઋષિની પાટપરંપરા/[સ્થાનકવાસી] ઋષિસંપ્રદાય
૨. સોમજી : અમદાવાદ કાળુપુરના દશા પોરવાડ. ૨૩ વર્ષની ઉંમરે લવજી ઋષિ પાસે દીક્ષા લીધી, સં.૧૭૧૦.
૩. કાનજી. ૪. તારાચંદ. ૫. કાલાજી. ૬. વસુજી (બલુજી). ૭. ધનાજી. ૮. અયવંતા : સ્વ. સં. ૧૯૨૨.
૯. ત્રિલોક ઋષિઃ રતલામના સુરાણા ગોત્રના દુલીચંદ તથા નાનુબાઈના પુત્ર. જન્મ સં.૧૯૦૪ ચ.વ.૩. દીક્ષા સં.૧૯૧૪ માઘ વ.૧ રતલામમાં, આચાર્ય સં.૧૯૨૨. સં.૧૯૩૦થી ૧૯૩૯નાં રચનાવર્ષો દર્શાવતી તેમની કૃતિઓ માટે જુઓ ભા.૬, પૃ.૩૮૨-૮૪.
(બીજી પરંપરા) ૭. ધનાજી. ૮. ખૂબા ઋષિ ઃ અયવંતાજીના ગુરુભાઈ. ૯. ચેના ઋષિ.
૧૦. અમોલક ઋષિ : મૂળ મેડતાના ઓસવાલ, પિતા કેવલચન્દ્ર કાંટિયા, માતા હુલાસી, જન્મ સં.૧૯૩૪ ભોપાલમાં. દીક્ષા સં.૧૯૪૪, આચાર્યપદ સં.૧૯૮૯ જેઠ સુદ ૧૨ ગુરુવાર, સ્વ. સં. ૧૯૯૩ ભાદરવા વદ ૧૪(૧૦) ધૂળિયા (ખાનદેશ)માં.
એમણે આ બાજુ પંજાબ સુધી અને આ બાજુ સિકન્દ્રાબાદ સુધી વિહાર કરેલો. એમના સો ઉપરાંત ગ્રંથો છે. એમનું મુખ્ય અને મહત્ત્વપૂર્ણ કાર્ય તે બત્રીસ સૂત્રોનો હિન્દી અનુવાદ છે. એ સિવાય જૈન તત્ત્વને લગતા ગ્રંથો તેમજ ગેય આખ્યાનો એમણે રચ્યાં છે. એમણે રત્ન ઋષિ પાસે અભ્યાસ કરેલો.
૧૧. આનંદ ઋષિઃ મહારાષ્ટ્રમાં અહમદનગર જિલ્લાના સિરાલ ચિંચોડી ગામના ગૂગલિયા પરિવારમાં જન્મ સં. ૧૯૫૭ શ્રાવણ સુદ ૧, પિતા દેવીચન્દ્ર, માતા હુલાસીબાઈ, જન્મનામ નેમિચન્દ્ર. દીક્ષા સં.૧૯૭૦ માગશર સુદ ૯ રત્ન ઋષિ પાસે 'મિરગામમાં, આચાર્યપદ સં.૧૯૯૯ મહા વદ ૬ પાથર્ડમાં. સં.૨૦૦૯ના સ્થાનકવાસી બૃહદ્ સંમેલનમાં શ્રમણ સંઘના ઉપાચાર્ય નિયુક્ત થયા અને પછી સં.૨૦૧૯માં શ્રમણ સંઘના પ્રથમાચાર્ય આત્મારામજીના ઉત્તરાધિકારી બન્યા.
એમણે વ્યાકરણ, છન્દશાસ્ત્ર, કાવ્ય આદિનો અભ્યાસ કરેલો અને માતૃભાષા મરાઠી ઉપરાંત સંસ્કૃત, પ્રાકૃત, હિન્દી, ગુજરાતી, ફારસી, રાજસ્થાની, અંગ્રેજી વગેરે ભાષાઓનું પણ શિક્ષણ લીધેલું.
જૈન ગૂર્જર કવિઓ' ભા.૬ પૃ.૨૧૪ પર છે તે અમોલખ ઋષિએ સં.૧૮૫૬માં ભીમસેન ચોપાઈ રચેલ છે. એ આ અમોલક ઋષિ ન હોઈ શકે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org