________________
લોકાગચ્છ/સ્થાનકવાસી (સાધુમાર્ગી) સંપ્રદાયની પટ્ટાવલી
(લોંકાગચ્છની પટ્ટાવલી માટે લીધેલા આધાર ઃ ૧. સ્વ. શ્રી વાડીલાલ મોતીલાલ શાહ લિખિત “શ્રી સાધુમાર્ગે જૈન ધર્માનુયાયીઓએ જાણવાજોગ ઐતિહાસિક નોંધ” સને ૧૯૦૯; ૨. જીવણલાલ કાલિદાસ વોરા પ્રકાશિત “જેનધર્મદર્પણ” (પટ્ટાવલી સાથે) સં.૧૯૪૨; ૩. સ્થા. મુનિશ્રી મણિલાલજી લિખિત “શ્રી જૈન ધર્મનો પ્રાચીન સંક્ષિપ્ત ઇતિહાસ અને પ્રભુવીર-પટ્ટાવલી' સં.૧૯૪૧ - એ પ્રકાશિત પુસ્તકોનો, અને ૪. અપ્રકાશિત એવી ખ. મુનિશ્રી કાંતિસાગરે પૂરી પાડેલ સ્થા. મુનિ તેજસિંહે રચેલી અને તેના શિષ્ય કાનજીએ પૂરી કરેલી “ગુરુગુણમાલા – ૧૧ ભાસ' નામની સં.૧૭૫૧ની પદ્યકૃતિ, તથા એક લોંકાગચ્છની હસ્તલિખિત પટ્ટાવલી, મેં ઉતારી લીધેલી ઋષિ ભવાનકૃત ૧૮ કડીની (રૂપ ઋષિથી તે મેઘરાજ સુધીની) “ચઉદ પાટની ભાસ' પદ્યકૃતિ તથા બીજી કેટલીક નાની ગુરુભાસો વગેરે છે. આથી જણાશે કે તેને બને તેટલી સાચી અને વિશ્વસનીય કરવામાં કાળજી રાખવામાં આવી છે. સાથેસાથે લોંકાશાહ ક્યારે થયા ?' એ મારો લેખ જૈનયુગ પુ.૫ પૃ.૩૨૯માં જોઈ જવા વિનંતી છે.)
મિણિલાલજીના પુસ્તકમાંથી કેટલીક પટ્ટાવલી છોડી દેવામાં આવેલી તે અહીં સમાવી લીધી છે. તે ઉપરાંત, લોંકાશાહ માટે “શ્રીમાન લોકશાહ' (જ્ઞાનસુન્દર), લીંબડી સંપ્રદાય માટે “આ છે અણગાર હમારા' (મુનિશ્રી પ્રકાશચન્દ્રજી), ગોંડલ સંપ્રદાય માટે ગોંડલ ગચ્છના જ્યોતિર્ધરો' (મુનિશ્રી જનકરાયજી તથા જગદીશ મુનિ), બીજામત, નાગોરી લોંકાગચ્છ વગેરે માટે “જૈન પરંપરાનો ઈતિહાસ ભા.૩' (ત્રિપુટી મહારાજ), તેરાપંથી સંપ્રદાય પરત્વે “અમૃતકલશ ભા. ૨' (સાધ્વી જિનપ્રભા, સાધ્વી વિમલપ્રભા), માલવા-પરંપરા માટે “શ્રીમદ્ ધર્મદાસજી મહારાજ ઔર ઉનકી માલવ શિષ્યપરંપરાએં (ઉમેશ મુનિ), કેટલાક આચાર્યો પરત્વે જૈન ધર્મ કે પ્રભાવક આચાર્ય (સાધ્વી સંઘમિત્રા) “જૈનજગત કે જ્યોતિર્ધર આચાર્ય દેવેન્દ્ર મુનિ) તેમજ સામાન્યપણે “જૈન ગૂર્જર કવિઓની (સાતમા ભાગની વ્યક્તિનામસૂચિ દ્વારા) મદદ લીધી છે.]
લોંકાશાહ: પોરવાડ વણિક. સમય સં.૧૫૦૮, ‘લહીયા સં.૧૫૨૬ વર્ષે કાલુપુર મધ્યે. લકા અને શાહ લખમસી થકી દયાધર્મ પ્રકટ થયઉ.” – એક લોંકાગચ્છની પટ્ટાવલી. ધર્મસાગરજીની તપાગચ્છ પટ્ટાવલી જણાવે છે કે લંકા નામના લહિયાથી જિનપ્રતિમાનું ઉત્થાપન કરનાર લંકામત પ્રવર્યો. તેઓ સં.૧૫૩૩માં થયા તેમાં પ્રથમ ઋષિ ભાણા. (“જી” માનવાચક પ્રત્યય દરેકને લગાડાય છે.)
[લોંકાશાહ વિશે પ્રાચીન સાધનો પણ જુદીજુદી માહિતી આપે છે. એમાં વધારે વ્યાપક રીતે જોવા મળતી હકીકત એ છે કે એ અમદાવાદમાં રહેતા હતા, લહિયાનો
૧. આ સંપ્રદાયમાં ૧૬મા તેજસિંહે રચેલી ને ૧૭માં કાનજીએ પૂરી કરેલી ‘ગુરુગુણમાલા ભાસ” ૧૧ ઢાલમાં છે તેની હસ્તપ્રત મુનિ કાંતિસાગરે મને પૂરી પાડી તેમાંથી પ્રથમની બે ઢાલ અત્ર મૂકી છે :
[પછીને પાને ચાલુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org