________________
૧૨૨
જૈન ગૂર્જર કવિઓ : ૯
સૂરિથી મોટા મેરતંગસૂરિ કે જે નાગેન્દ્રગચ્છના હતા તેમણે રચ્યા છે.
મેરૂતુંગસૂરિએ “સપ્તતિભાષ્યટીકા' સં.૧૪૪૯માં રચી છે તેમાં પોતાના જે અન્ય ગ્રંથોનો ઉલ્લેખ કરે છે તેનાં નામ : મેઘદૂત સવૃત્તિ, ષડ્રદર્શનસમુચ્ચય બાલાવબોધવૃત્તિ અને ધાતુપારાયણ.
લીંબડી ભંડારમાં મેરતંગસૂરિનો રાસ (દા.૪૨ નં.૨૫) છે તે આ સૂરિના સંબંધમાં વધારે પ્રકાશ પાડી શકે તેવો સંભવ છે.
પ્રતિષ્ઠાલેખો સં.૧૪૫૬-૬૮-૭૦, બુ.૧; ૧૪૪૫-૬૮; બુ.૨; ૧૪૬૯, ના.૨, ૧૪૪૭-૪૯, ના.૧.
જયશેખરસૂરિ : આ સમયે શાખાચાર્ય થયા. તેઓ મહેન્દ્રપ્રભસૂરિના શિષ્ય હતા. તેમણે (શેકડા ગ્રામમાં) “ઉપદેશચિંતામણિ' ૧૨૦૦૦ શ્લોકમાં (સં.૧૪૩૬; જુઓ ભાંડારકર રિપોર્ટ ૧૮૮૩-૪, પૃ.૧૩૦, ૪૪૨-૩), 'પ્રબોધચિંતામણિ' (સં.૧૪૬૨; કિલહૉર્ન રિપોર્ટ, પૃ.૯૫ જુઓ), “સંબોધસત્તરી (જુઓ પિટર્સન, પહેલો રિપોર્ટ પૃ.૧૨૫), “આત્માવબોધકુલક' અને બીજા (કુલક ૧૨) તેમજ બીજી નાની કૃતિઓ જેવી કે “બૃહદ્અતિચાર ('વિધિપક્ષ પ્રતિક્રમણમાં છપાયેલો છે, પૃ.૮૮-૨૨૮), અજિતશાંતિસ્તવન' (તેમાં પૃ.૩૫૭-૬૫) રચેલ છે.
જયશેખરસૂરિએ વિશેષમાં ‘કુમારસંભવકાવ્ય” તથા “ધમિલચરિત્ર' (સં.૧૪૬૨) રચેલ છે. તેમનો પ્રતિષ્ઠાલેખ સં. ૧૫૧૭ બુ.૧ મળે છે. તેમના શિષ્ય ધર્મશખરે “કુમારસંભવકાવ્ય” પર ટીકા સં. ૧૪૮૨માં રચી છે તેમાં આ પ્રમાણે છે :
શ્રીમદંચલગચ્છ શ્રી જયશેખરસૂરયઃ | ચ–ારતૈમહાગ્રંથાઃ કવિશૐવિનિર્મિતાઃ || પ્રબોધશ્રોપદેશશ્ન ચિંતામણિકતોસ્તારો |
કુમારસંભવં કાચું ચરિત્ર ધમિલસ્ય ચ | માણિજ્યસુંદરસૂરિ : બીજા શાખાચાર્ય મેરતંગના શિષ્ય છે. તેમણે ગુણવર્માચરિત્ર' (જુઓ બેન્ડલ. જર્ન. પૃ.૬૪), “સત્તરભેદી પૂજા કથા', “પૃથ્વચન્દ્ર ચરિત્ર' (જુઓ વેબ વર્ઝ, ૨, પૃ. ૧૭૫, નં.૨૪૧, સન ૧૮૭૩-૭૪, બુહુલર રિપોર્ટ, કસ્તૂરસાગર ભ. ભાવનગર), “ચતુઃ પર્વકથા', “ધર્મદત્તસ્થાનક' આદિ રચેલ છે. વળી “શુકરાજકથા' (૧૮૮૦-૮૧ રિપોર્ટ, પૃ.૨૭), “મલયસુંદરીકથા' (ગૂજરાતના શંખરાજાની સભામાં પિટર્સન, પહેલો રિપોર્ટ, પૃ.૧૪૩), સંવિભાગવ્રતકથા' (મિત્ર, નોટિસીઝ, ૮, પૃ.૨૩૭-૮) પણ રચેલ છે.
માણિક્યશેખરસૂરિ નામના મેરૂતુંગના શિષ્ય ‘આવશ્યકનિયુક્તિદીપિકા' રચી (નં.૩૭૬, સન ૧૮૭૯-૯૦, ભાં.ઇ.) તેમાં તેણે પોતાના અન્ય ગ્રંથોનો ઉલ્લેખ કરેલ છે તેનાં નામ : પિંડનિર્યુક્તિદીપિકા (નં.૩૮૯, સન ૧૮૭૯-૮૦, ભાં.ઈ.), ઓઘનિર્યુક્તિદીપિકા, દશવૈકાલિકદીપિકા, ઉત્તરાધ્યદીપિકા, આચારાંગદીપિકા અને નવતત્ત્વવિવરણ. વિશેષમાં “કલ્પનિર્યુક્તિ' પર અવસૂરી (નં.૧૯ સં.૧૮૭૭-૭૮ ભાં.ઇ.) રચી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org