________________
તપાગચ્છની પટ્ટાવલી
૭૫
આ પરથી જણાય છે કે વિજયચન્દ્ર વિરુદ્ધ જે કંઈ તપાગચ્છની મૂળ પટ્ટાવલીમાં કહેવામાં આવ્યું છે તે આ પટ્ટાવલીલેખકના સમયમાં પણ કહેવાતું હશે.
વિજયચન્દ્રને ૪૩મા પટ્ટધર કહ્યા છે કારણકે આ પટ્ટાવલીમાં ૩૮માં સર્વદેવસૂરિ છે, તે જ મૂલ પટ્ટાવલીમાં ૩૮મા છે. પછી આ પટ્ટાવલીમાં ૩૯મા ધનેશ્વરસૂરિ, ૪૦માં ભુવનચન્દ્રસૂરિ, ૪૧મા દેવભદ્રગણિ અને ૪રમા જગચ્ચન્દ્રસૂરિ જણાવ્યા છે કે જેના સંબંધી વીગત આગલી પટ્ટાવલીમાં જણાવી છે. આગલી પટ્ટાવલી પ્રમાણે :
વિજયચન્દ્ર તે મૂળ ગુજરાતના પ્રસિદ્ધ મંત્રીવર્ય વસ્તુપાલને ત્યાં હિસાબ લખનાર મહેતા હતા. ખંભાતમાં વસ્તુપાલની પાસે તેમની સ્ત્રી અનોપદેએ એવો આગ્રહ કર્યો કે દેવભદ્ર ઉપાધ્યાય (જગચ્ચન્દ્રસૂરિના ગુરુ) પાસે તે મહેતાને દીક્ષા લેવરાવી તેમને ઋણમુક્ત કરવા. આથી વસ્તુપાલે દેવભદ્રજીને વિનંતી કરતાં તેમણે દીક્ષા આપી. પછી અનોપદેની વિનંતીથી તેમને આચાર્યપદ પણ આપ્યું. દેવેન્દ્રસૂરિએ પ્રથમ આચાર્યપદ લીધું હોવાથી તેમના પ્રત્યે ભક્તિભાવ વિજયચન્દ્ર કરવા લાગ્યા. વિજયચંદ્ર ખંભાતમાં જ વર્ષોવર્ષ મોટા ઉપાશ્રયમાં રહેવા લાગ્યા. દેવેન્દ્રસૂરિએ વર્ષોવર્ષ એક ગામમાં રહેવું એ શાસ્ત્રવિરુદ્ધ છે એ પ્રત્યે વખતોવખત ધ્યાન ખેંચ્યું છતાં તે પર લક્ષ ન દેવાયું. દેવેન્દ્રસૂરિ ખંભાત આવ્યા, પણ મોટો ઉપાશ્રય વિજયચન્દ્ર રોકેલ હોવાથી પોતે નાના ઉપાશ્રયમાં ઊતર્યા. વિજયચન્દ્ર દેવેન્દ્રને વંદન કરવા ન ગયા તેમ વિધવિધ પ્રરૂપણા કરવા લાગ્યા, જેવી કે વૈદ્યક ક્રિયા, મંત્રતંત્રાદિ કરવાની કરી.
ધર્મસાગર ઉપાધ્યાયની શોધિત પટ્ટાવલી તેમની પ્રરૂપણા સંબંધી એમ કહે છે કે : ૧. ગીતાર્થો વસ્ત્રની પોટલીઓ રાખી શકે. ૨. હંમેશાં ઘી દૂધ વગેરે ખાઈ શકે. ૩. કપડાં ધોઈ શકે. ૪. ફળ અને શાક લઈ શકે. ૫. સાધ્વીએ આણેલો આહાર વાપરી શકે અને ૬. શ્રાવકોને આવર્જિત (ખુશી) કરવા તેમની સાથે બેસીને પ્રતિક્રમણ પણ કરી શકે. આમ સુખશીલ મુનિધર્મની પ્રરૂપણા થઈ એમ જણાવવામાં આવે છે. - જુઓ મુનિસુંદરકૃત ગુર્નાવલી ૧૨૩-૧૩૯ ઋષભદાસકૃત હીરવિજયસૂરિ રાસ પૃ. ૨૫૮-૨૬૩, કલ્પસૂત્ર, લાવણ્યભટ્ટે લખેલ, અંતભાગ, પી.રિ.૪ (૧૮૯૪).
- બ્રહ્મ ઋષિ ચિત્રવાલગચ્છ કે જેમાંથી તપાગચ્છ થયો) મૂળ ભેદ એવો હોવાનું જણાવે છે કે “તેમાં ગચ્છની આચરણાનું વિજ્ઞાન નહોતું, માલારોપણ ઉપધાનની ક્રિયા નહોતી. શ્રાવકને ચરવલો રાખવાનો અધિકાર નહોતો, સૂત્રપંથને ઢીલો કરી સમાચારી રાખવામાં આવી હતી અને સૂત્રવિરુદ્ધ કંઈ થાય તો પરંપરાને આગળ કરવામાં આવતી.” – જુઓ બ્રહ્મ ઋષિકૃત ‘સુધર્મગચ્છ પરીક્ષા ચોપઈ; ગાથા ૧૧૮-૧૨૨.
વિજયચન્દ્ર આચાર્યપદવી સં. ૧૨૯૬. તેઓ બાર વર્ષ સુધી ખંભાતમાં રહ્યા
હતા.]
૪૪. ક્ષેમકીર્તિઃ વિજયચન્દ્રસૂરિના પટ્ટધર. તેમણે સં.૧૩૩રના જેઠ સુદ ૧૦મીએ ૪૨૦૦૦ શ્લોકની (આદિના ૪૬૦૦ શ્લોક મલયગિરિકૃત અને બાકીના પોતાના) બૃહત્કલ્પસૂત્ર પર વૃત્તિ રચી.' ભૂપ-સભામાં વાદીઓને જીત્યા. તે વૃત્તિની
૧. જુઓ મુનિસુંદરકૃત ગુર્નાવલી, શ્લોક ૧૪૦-૪૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org