________________
૧૧૨
જૈન ગૂર્જર કવિઓ : ૯
૭૩. વિજયાનંદસૂરિ / આત્મારામજી / આત્માનંદજીઃ પંજાબમાં જીરાનગર પાસેના લહેરા ગામના અઢીધરા કપૂર બ્રહ્મક્ષત્રિય ગણેશચંદ્ર પિતા, રૂપાદેવી માતા, જન્મ સં.૧૮૯૨ ચૈત્ર સુદ ૧ મંગળવાર, જન્મનામ દિત્તારામ, પછીથી નામ દેવીદાસ. દીક્ષા સં. ૧૯૧૦માં માલેરકોટલામાં સ્થાનકવાસી સંપ્રદાયના જીવનરામજી પાસે, દીક્ષાના આત્મારામજી, ઊંડા શાસ્ત્રાભ્યાસે એમને મૂર્તિપૂજા અને મુહપત્તી વિશે જુદું વિચારવા પ્રેર્યા અને ૧૭ સાધુઓ સાથે ગુજરાતમાં આવી એમણે અમદાવાદમાં બુટેરાયજી પાસે સંવેગી દીક્ષા લીધી, સં.૧૯૩૨, દીક્ષાનામ આનંદવિજય. આત્માનંદ તરીકે પણ ઓળખાયા. એમણે પંજાબમાં અનેક પ્રતિમાઓની પ્રતિષ્ઠા કરી-કરાવી અને મૂર્તિપૂજક સંપ્રદાયના મજબૂત પાયા નાખ્યા. વિવિધ ધર્મોના અભ્યાસી આ મુનિવરે જૈન સિદ્ધાંતને પોતાની તર્કપટુતાથી મૌલિક રીતે સ્કુટ કર્યો અને અનેક ગ્રંથોની રચના કરી. એમની આ શક્તિને કારણે અમેરિકામાં શિકાગોમાં ઈ.સ.૧૮૯૩માં ભરાવાની વિશ્વધર્મપરિષદમાં જૈન ધર્મના પ્રતિનિધિ તરીકે ભાગ લેવાનું એમને નિમંત્રણ મળ્યું હતું પરંતુ તેમણે વીરચંદ રાઘવજી ગાંધીને પોતાના વતી તૈયાર કરીને મોકલ્યા. સ્વ. સં. ૧૯૫૩ જેઠ સુદ ૭ પંજાબમાં ગુજરાનવાલામાં.
આત્મારામજી શિ. લક્ષ્મીવિજયશિ. હર્ષવિજયના શિષ્ય વિજયવલ્લભસૂરિ એક અત્યંત પ્રભાવક આચાર્ય થઈ ગયા. એમનો જન્મ વડોદરામાં વસા શ્રીમાળી દીપચંદભાઈ તથા ઈચ્છાબાઈને ત્યાં સં.૧૯૨૭ કારતક સુદ રના રોજ થયેલો, જન્મનામ છગનલાલ. દીક્ષા સં. ૧૯૪૩ વૈશાખ સુદ ૧૩ રાધનપુરમાં, દીક્ષાનામ વલ્લભવિજય, આચાર્યપદવી સં.૧૯૮૧ લાહોરમાં. એ આત્મારામજી સાથે ઘણું રહ્યા, એમની પાસે વિદ્યાભ્યાસ કર્યો, એમના પ્રીતિપાત્ર બન્યા અને જિનમંદિરોની સાથે સાથે સરસ્વતીમંદિરો સ્થાપવાની પ્રેરણા એમની પાસેથી મેળવી. ગુરુના અવસાન પછી એમને નામે એમણે અનેક પાઠશાળાઓ, શાળાઓ અને કોલેજ સુધ્ધાં સ્થાપી. મહાવીર જૈન વિદ્યાલય જેવી વ્યાવહારિક કેળવણીની સગવડ પૂરી પાડતી સંસ્થાઓ ઊભી કરી એમણે જૈન સમાજના ઉત્કર્ષમાં ઊંડો રસ લીધો. ભાગલા વખતે એમણે શ્રાવકો પાકિસ્તાનમાંથી ભારતમાં સહીસલામત ખસે તે પહેલાં પોતે ખસવાની ના પાડી, ખાદી પહેરી રાષ્ટ્રીય નવજાગૃતિની સાથે રહ્યા અને એમ અનેક રીતે એ આધુનિક ક્રાન્તિકારી ધર્મપુરુષ બની રહ્યા. સ્વ. સં.૨૦૧૦ ભાદરવા વદ ૧૦, મુંબઈમાં.
આત્મારામજીના શિષ્ય પ્રવર્તક કાન્તિવિજય, એમના શિષ્ય ચતુરવિજયજી તથા ચતુરવિજયજીના શિષ્ય પુણ્યવિજયજીએ પ્રાચીન સાહિત્યના સંશોધન-સંરક્ષણનું મહત્ત્વનું કાર્ય કર્યું છે. પુણ્યવિજયજી તો આગમપ્રભાકર કહેવાયા અને એમણે અનેક વિદ્વાનોને તૈયાર કર્યા
આત્મારામજીના શિષ્ય ઉપાધ્યાય વીરવિજયજીના શિષ્ય વિજયદાનસૂરિ, એમના શિષ્ય વિજયપ્રેમસૂરિ અને એમના શિષ્ય વિજયરામચંદ્રસૂરિએ પણ નોંધપાત્ર શાસનસેવા કરી છે. વિજયરામચંદ્રસૂરિ તો જૈન સિદ્ધાંત માટે ઝંઝાવાતોની સામે અડીખમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org