________________
જૈન ગૂર્જર કવિઓ : ૯
તેમણે શાકંભરી (સાંભર) દેશમાં રાજાને દારુ અને આહેડા (શિકાર)નું વ્યસન મુકાવી પાર્શ્વપ્રતિમા પૂજતો કીધો. સં.૧૨૬૩માં ‘શતપદી’ (અષ્ટાદશ પ્રશ્નોત્તર રૂપ) ગ્રંથ પ્રાકૃતમાં રચ્યો (જુઓ પિટર્સન રિપૉર્ટ, ૧, પૃ.૬૩, પરિશિષ્ટ, પૃ.૧૨). તેમનું ‘વાદિસિંહ-શાર્દૂલ’ એ બિરુદ હતું.
૧૧૮
[જ્ઞાતિ શ્રીમાલી, પિતાનામ શ્રીચંદ, પોતાનું મૂલનામ ધનકુમાર, ઉપાધ્યાયપદ સં.૧૨૩૦માં એવી માહિતી પણ મળે છે. આચાર્યપદ ભટ્ટીહિરમાં વધારે સંભવિત જણાય છે. સ્વર્ગવાસ કચ્છના ડોણ ગામમાં કે તિમિરપુરમાં નોંધાયેલ છે તેમાંની બીજી હકીકત વધુ સાધાર છે. ઉંમર વર્ષ ૬૦. એમનો ‘શતપદી’ ગ્રંથ ઉપલબ્ધ નથી, પરંતુ તે ક્લિષ્ટ હોવાથી તેમના પટ્ટધર મહેન્દ્રસિંહસૂરિએ એમાં ઉમેરા-ફેરફાર કરી સં.૧૨૯૪માં એનો સમુદ્ધાર કર્યો હતો, જે ઉપલબ્ધ છે.]
૫૦. મહેન્દ્રસિંહ ઃ સરા નામના નગરમાં શ્રેષ્ઠી દેવપ્રસાદ પિતા, ખીરદેવી માતા (શત. સ્થિરાદેવી), જન્મ સં.૧૨૨૮ (મેરુ., પ્ર. ચિ. મુજબ સં.૧૨૨૦), મૂલનામ મહેન્દ્ર. દીક્ષા સં.૧૨૩૭, આચાર્યપદ સં.૧૨૬૩, ગચ્છનાયકપદ સં.૧૨૬૯. સ્વ. ૮૨ વર્ષની વયે તય૨વાડે સં.૧૩૦૯. તેમણે પોતાના ગુરુના ‘શતપદી’ ગ્રંથ ૫૨ સં.૧૨૯૪માં ટીકા રચી કે જેને બૃહત્ શતપદી’ કહેવામાં આવે છે, અને ૧૧૧ પ્રાકૃત ગાથાનું ‘તીર્થંમાલાસ્તવન' રચ્યું કે જે ‘વિધિપક્ષ પ્રતિક્રમણ'માં છપાયું છે.
[શ્રીમાળી જ્ઞાતિ. જન્મનામ માલ પણ મળે છે. દીક્ષા ખંભાતમાં. ઉપાધ્યાયપદ સં.૧૨૫૭માં. આચાર્યપદ નાડોલમાં. ગચ્છનાયકપદ સં.૧૨૬૯ કે ૧૨૭૧માં, જેમાંનું પહેલું વર્ષ વધુ સંભાવિત લાગે છે. સ્વર્ગવાસ તય૨વાડા એટલે તિમિરપુરમાં.
એમના નામે ‘અષ્ટોત્તરી તીર્થમાલા (તીર્થમાલા સ્તવન)' પર પ્રાકૃત વૃત્તિ, ‘વિચારસઋતિકા’(પ્રા.), સં.૧૨૮૪માં પ્રાકૃત ‘મનઃસ્થિરીકરણ-પ્રકરણ’ અને તે પર સંસ્કૃત વિવરણ, ‘સા૨સંગ્રહ' નામે પ્રાકૃત પદ્યગ્રંથ, ‘ગુરુગુણષત્રિંશિકા' નામે સ્તોત્ર વગેરે કૃતિઓ પણ નોંધાયેલી છે.
૫૧. સિંહપ્રભ : વીજાપુરના શ્રેષ્ઠી અરિસિંહ પિતા, પ્રીતિમતી માતા, જન્મ સં.૧૨૮૩, દીક્ષા સં.૧૨૯૧, આચાર્ય તથા ગચ્છનાયકપદ સં.૧૩૦૯ (મેરુ., પ્ર. ચિં. મુજબ સં.૧૩૦૮). સ્વ. ૩૦ વર્ષની વયે સં.૧૩૧૩.
[શ્રીમાળી જ્ઞાતિ. જન્મનામ સિંહજી. સ્વર્ગવાસ તિમિરપુરમાં. સિંહપ્રભ ન્યાયશાસ્ત્રના ધુરંધર આચાર્ય હતા અને ‘સર્વશાસ્ત્રવિશારદ' કહેવાયા છે.
સિંહપ્રભસૂરિ વલ્લભી શાખાના આચાર્ય હતા, મહેન્દ્રસિંહસૂરિના શિષ્યોમાંથી કોઈ એમની પાટે બેસવાલાયક ખંભાતના સંઘને ન જણાયો તેથી સિંહપ્રભસૂરિને ગાંધારથી તેડાવી એમને અંચલગચ્છના પટ્ટધર બનાવવામાં આવ્યા અને પછી આ શાખાનો શ્રમણસમુદાય અંચલગચ્છમાં ભળી ગયો એવી હકીકત નોંધાયેલી મળે છે, જોકે એની ઐતિહાસિકતા શંકાસ્પદ લેખાય છે.
વલ્લભી શાખાની પરંપરા આ પ્રમાણે આપવામાં આવે છે :
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org