________________
જૈન ગૂર્જર કવિઓ ઃ ૯
ગુજરાતમાં આવી શ્રીપૂજ્યને પૂછ્યા વગર સં.૧૫૮૨ વૈશાખ શુદ ૩ને દિને જુદા ઉપાશ્રયમાં રહ્યા. ત્યાં તેલ-ધૂસરથી મલિન વસ્ત્રોની ઋષિમતી જેવી પ્રવૃત્તિ થઈ. શ્રીપૂજ્ય ૧૫૮૩માં વીસલનગરમાં અસમાધિ થતાં વટપલ્લીથી ચોમાસું રહેલા આણંદવિમલને બોલાવી ગચ્છભાર લેવા કહ્યું. પોતાને ગચ્છભારની જરૂર નથી એમ કહ્યું એટલે હેમવિમલસૂરિએ સ્વહસ્તથી સૌભાગ્યહર્ષસૂરિને પોતાના પટ્ટે સ્થાપ્યા. સં.૧૫૮૩ આશ્વિન શુદ ૧૩ દિને સ્વર્ગસ્થ થયા. ૧૫૮૩માં ૠષિમતની ઉત્પત્તિ થઈ. ઋષિમતમાંથી બિવંદનીક ગચ્છમાંથી આવેલા રાજવિજયસૂરિએ લઘુ ઉપાશ્રયમત કાઢ્યો.
તેમના સમયમાં ઇન્દ્રનંદિસૂરિ અને કમલકલશસૂરિએ કુતુબપુરા અને કમલકલશા એમ અનુક્રમે જુદા ગચ્છ કાઢ્યા. મૂલ શાખા પાલણપુરા એમ ત્રણ શાખા થઈ. હેવિમલસૂરિની હેમ શાખા વધુ જામી.
૮૬
[કમલકલશ અને કુતુબપુરા શાખા વિશે હવે પછી પૂર્તિમાં જુઓ. શતાર્થી પં. હર્ષકુલંગણિ સૌભાગ્યહર્ષસૂરિને પક્ષે રહ્યા તેથી એ શાખા હર્ષકુલ શાખાને નામે પ્રસિદ્ધિ પામી.]
૫૬. સૌભાગ્યહર્ષ : જન્મ સં.૧૫૫૫. પં. હર્ષદાનગણિ વિહાર કરતાં વૃદ્ધનગર આવ્યા ત્યાં સં.૧૫૬૩માં હેવિમલસૂરિએ આપેલ દીક્ષા. તે જ સૂરિએ સૂરિપદ આપી નિજ પટ્ટે સ્થાપ્યા સં.૧૫૮૩ આશ્વિન શુ.૧૦. તે વખતે વ્યવહારી ભીમસી રૂપા દેવદત્ત કબા જયવત પ્રમુખે એક લાખ ખર્ચી પદમહોત્સવ કર્યો. સં.૧૫૮૬માં અલવરનગરથી આવેલ ને વૃદ્ઘનગર રહેતા ટંકશાલીય સા. ડાહા પ્રમુખ ભઇરવદાસ ભવાનીદાસે ત્યાં ગુજરાતના શ્રી સંઘ સહિત આ સૂરિ સાથે પત્તનથી માંડી શત્રુંજય ગિરિનાર સુધી દરેક નગરે સુવર્ણ ટૂંક ખર્ચી સ્તંભતીર્થની યાત્રા કરી. સ્તંભતીર્થમાં સં.૧૫૮૯ જ્યેષ્ઠ શુ.૯ રવિવારે ગચ્છનાયક-પદમહોત્સવ થયો. વિદ્યાપુર (વીજાપુર)માં સં.૧૫૯૫ પોષ શુદ ૫ ગુરુ પુષ્યયોગે અમદાવાદના સંઘને મળીને પં.સોવિમલને વાચકપદ આપ્યું. તે જ વર્ષે ઈડરમાં ૫૦૦ પાષાણપ્રતિમાને ૭૦૦ દિગંબર, ૫૦૦ અન્યગચ્છીય યતિ, ૭૦૦ દર્શનપરધાપનિકાપૂર્વક પ્રતિષ્ઠિત કરી.
સં.૧૫૯૬માં અમદાવાદ આવ્યા. શ્રી સંઘે સં.૧૫૯૭ આશ્વિન શુદ પ દિને વાચક સોવિમલ તથા સકલહર્ષ મુનિને સૂરિપદવી આપી. તેનો મહોત્સવ શા. ગંગાદાસ પુત્ર દેવચંદે કર્યો. વિજયકુલ અને વિનયકુલને ઉપાધ્યાયપદવી આપી. સં.૧૫૯૭ કાર્તિક શુદ ૧૨ સ્વર્ગવાસ. તેમણે ઓસવંશના ૩૦૦ને સાધુદીક્ષા આપી.
પ્રતિષ્ઠાલેખ સં.૧૫૮૪, બુ.૨; ૧૫૯૦, બુ. ૧.
આ સૂરિના રાજ્યમાં આગમગચ્છીય લક્ષ્મીકલ્લોલે આચારાંગની અવચૂર્ણિનો ઉદ્ધાર સં.૧૫(૮)૯માં કર્યો. જુઓ તેની પ્રશસ્તિ, રો.એ.સો. મુંબઈ.
[લક્ષ્મીકલ્લોલ વસ્તુતઃ ત. આગમમંડન-હર્ષકલ્લોલશિ. છે.]
૫૭. સોમવિમલ : ખંભાત પાસે કંસારી ગામના વૃદ્ધ પ્રાગ્ધાટ મંત્રી સમધરવંશે મંત્રી રૂપા (ક્વચિત્ શ્રીવંત) ભાર્યા અમરાદે કુખે જન્મ સં.૧૫૭૦. હેવિમલસૂરિ પાસે દીક્ષા અમદાવાદમાં સં.૧૫૭૪ વૈ. શુદ ૩. તેનો દીક્ષામહોત્સવ સંઘવી ભૂંભચ જસુકે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org