________________
જૈન ગૂર્જર કવિઓ ઃ ૯
[સ્વ. સં.૧૩૦૮ પણ મળે છે. આ આચાર્ય ત્રિભુવનપાળ રાજાને રંજન કરનાર
હતા.
૪૫. જયશેખર : આચાર્યપદ નાગોરમાં સં.૧૩૦૧. ૧૨ ગામ પ્રતિબોધ્યા. [બાર ગોત્ર પ્રતિબોધી જૈન કર્યાં એમ વાત પણ મળે છે. એમને નાની ઉંમરમાં જ રણથંભોરના ચૌહાણ રાજા હમીર તરફથી ‘કવિરાજ’નું બિરુદ મળ્યું હતું. એ રાજા એમને માનતો હતો. તેમણે ‘વાદીદેવેન્દ્રસૂરિમહાકાવ્ય' રચ્યું હતું.]
૧૦૦
૪૬. વજ્રસેન : સં.૧૩૪૨માં સારંગ ભૂતિએ ‘દેશના-જળધર’ એ બિરુદ આપ્યું. તે જ વર્ષમાં આચાર્યપદ (ક્વચિત્ સં.૧૩૫૪). લોઢાગોત્રીય એક હજાર ઘર જૈન કર્યાં. સિંહડ મંત્રીને પ્રતિબોધ્યો તેથી અલ્લાઉદ્દીનની શ્રદ્ધા થઈ. રૂણગામમાં કેટલીક સનંદો મળી. તેમણે ‘લઘુત્રિષષ્ઠીશલાકાપુરુષચિરત્ર’ તથા ‘ગુરુગુણ-ષત્રિંશિકા' રચેલ છે. ‘આવશ્યક-સપ્તતિ'ની ટીકા રચવામાં મહેશ્વરસૂરિને સહાય કરી હતી.
સં.૧૩૮૩માં સ્વર્ગસ્થ.
એમના શિષ્ય હમુિનિએ ‘કપૂરપ્રકર’, ‘નેમિનાથચરત્ર' વગેરે ગ્રંથો રચ્યા છે. ૪૭. હેમતિલક : આચાર્યપદે સં.૧૩૮૨. સં.૧૩૯૯ સુધી વિદ્યમાન. તેમણે ભાટી રાજાને તેમજ દુલચીરાયને ઉપદેશી જૈનધર્મરક્ત કર્યા હતા.
[નાગોરમાં ગાંધીકુળમાં જન્મ. જન્મનામ દોલો. પિતા વીજો શાહ, માતા પહાણી. દીક્ષા સંભવતઃ ૧૪મે વર્ષે જયશેખરસૂરિ પાસે. ૬૦ વર્ષના દીક્ષાપર્યાય પછી ૭૪મે વર્ષે સ્વર્ગવાસ ‘બાહરિ' (બારોત્તર=૧૪૧૨ ?) મહા વદ ૧૨. જુઓ જૈન ગૂર્જર કવિઓ, બીજી આવૃત્તિ, ભા.૧, પૃ.૪૧૩ - ‘હેમતિલકસૂરિ સંધિ’.]
::
૪૮. રત્નશેખર : જન્મ સં.૧૩૭૨, દીક્ષા સં.૧૩૮૫, આચાર્યપદ ૧૩૯૯(યા ૬૪૦૦)માં બિલાડા નગરે. ‘મિથ્યાંધકા૨-નભોમણિ' નામનું બિરુદ હતું. એક હજાર ઘ૨ જૈન કર્યાં. સં.૧૪૦૭માં દિલ્લીની ગાદી પર ફિરોજશાહ તખલખ બાદશાહને પ્રતિબોધ્યો. તેમના રચેલા ગ્રંથો : ગુણસ્થાનક-ક્રમારોહ-સ્વોપન્નવૃત્તિ, લઘુક્ષેત્રસમાસસ્વોપવૃત્તિ, ગુરુગુણષત્રિંશિકા-વૃત્તિ, શ્રીપાલચરિત્ર (પ્રાકૃત), સંબોધસિત્તરી સટીક, છંદઃકોશ, સિદ્ધયંત્રચક્રોદ્ધાર વગેરે.
આ મૂળ તપાગચ્છના મુનિસુંદરસૂરિના પટ્ટધર રત્નશેખરસૂરિ(સં.૧૫૦૨થી ૧૫૧૭ સુધીમાં થયેલા)થી ભિન્ન જાણવા.
આ નાગોરી રત્નશેખરસૂરિનો પ્રતિષ્ઠાલેખ સં.૧૪૨૨, ના.૨. [‘સિરિસિરિવાલકા’(શ્રીપાલકથા)ની રચના સં.૧૪૨૮માં અને ‘ગુણસ્થાનકક્રમારોહવૃત્તિ’ની રચના સં.૧૪૪૭માં.]
૪૯. હેમચન્દ્ર ઃ પોતાના ઉપરોક્ત ગુરુના ‘શ્રીપાલચરત’(આદિ) ગ્રંથનો પ્રથમાદર્શ સં.૧૪૨૮માં લખ્યો.
:
૫૦. પૂર્ણચન્દ્ર ઃ હિંગડગોત્રીય, આચાર્યપદ સં.૧૪૩૦ (બીજે ૧૪૨૪). ૫૧. હેમહંસ ઃ ખંડેલવાલજ્ઞાતીય (તથા અત્રરૂણ શાખા હિંગણગોત્રીય) જન્મ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org