________________
તપાગચ્છની પટ્ટાવલી
૧૦૧
સં.૧૪૩૧, દીક્ષા સં.૧૪૩૯, આચાર્યપદ સં.૧૪પ૩. તેમણે કલ્પાંતરવાચના' વગેરે ગ્રંથ લખ્યા.
તેમના એક શિષ્ય રત્નસાગરને સૂરિપદ આપ્યું. તે રત્નાકરસૂરિ તરીકે પ્રસિદ્ધ થયા. તેમણે “રત્નાકર-પંચવિંશતિ રચી. (?)
હેમહંસસૂરિના પ્રતિષ્ઠાલેખો મળે છે તે સં.૧૪૮૫-૯૦-૧૫૦૭, ના.૧; સં.૧૪પ૩-૬૬-૭૫-૯૦-૯૬-૯૮-૧૫૦૧-૦૪-૧૦-૧૧-૧૩, ના.૨.
હેમહંસસૂરિના પટ્ટે હમસમુદ્રસૂરિ થયા કે જેના પ્રતિષ્ઠાલેખો સં.૧૫૧૭૧૫૨૧ના મળે છે, ના.૧; અને હેમસમુદ્રની પાટે હેમરત્નસૂરિ થયેલા કે જેમનો પ્રતિષ્ઠાલેખ સં. ૧૫૩૭નો મળે છે, ના. ૨; અને જેમના રાજ્યમાં ક્ષમાસમુદ્ર સં.૧પ૩રમાં લખેલ પ્રત ચુનીજીના ભં. નયાઘાટ કાશીમાં છે.
હિમહંસ સ્વ. સં.૧૫૧૬. હેમસમુદ્ર-હેમરત્નની નીચે પ્રમાણે પરંપરા મળે છે ?
સોમરત્ન (સં.૧૫૪પથી ૧૫૭૯. તેમણે સાધુર–શિષ્ય પાર્શ્વચન્દ્રને ઉપાધ્યાયપદ આપ્યું હતું, જુઓ ક્ર.૫૪ના પેટામાં)-રાજરત્ન—ચન્દ્રકીર્તિ (સં.૧૬૬૮માં “સારસ્વત વ્યાકરણની “ચન્દ્રકીર્તિ ટીકા તથા સં.૧૬૩૦ આસપાસ રત્નશેખરના છંદડકોશ' પર ટીકા રચી છે)-હર્ષકીર્તિ (કૃતિઓ હવે પછી ક્ર.પ૬ સમરચન્દ્રમાં જુઓ).
ચન્દ્રકીર્તિમાનકીર્તિ-અમરકીર્તિ (જુઓ હવે પછી ક.પ૯. જયચન્દ્રના પેટામાં).] પ૨. લક્ષ્મીનિવાસ : આચાર્યપદે સં.૧૪૭૦માં વિદ્યમાન. ૫૩. પુણ્યરત્ન : આચાર્યપદે સં. ૧૪૯૯માં વિદ્યમાન. ૫૪. સાધુરત્ન : સંઘવીગોત્રીય સં.૧૫૩૭ આચાર્યપદ, સ્વ. સં.૧૫૬૫.
આ સમયમાં આ નાગોરી ગચ્છમાં સોમરત્નસૂરિ પણ હતા એમ તેમના સં.૧પ૪પ અને સં. ૧૫૭૯ના ના. ૧ના પ્રતિષ્ઠાલેખ પરથી જણાય છે.
સોમરત્ન માટે જુઓ ક. ૫૧ના પેટામાં.]
૫૫. પાઠ્યચન્દ્ર : હમીરપુરવાસી પ્રાગવંશ વેલ્ડંગ શાહ પિતા, વિમલાદ માતા, જન્મ સં.૧૫૩૭. દીક્ષા સં.૧૫૪૬, ઉપાધ્યાયપદ સં.૧૫૫૪, આચાર્યપદ સં. ૧૫૬૫, યુગપ્રધાનપદ સં.૧૫૯૯, સ્વર્ગગમન સં.૧૬૧૨ માગશર શુદિ ૩ જોધપુર. ગૂર્જર ભાષામાં અનેક ગદ્યપદ્ય કૃતિઓ રચી.
તેમના એક શિષ્ય વિજયદેવસૂરિ હતા કે જેમના શિષ્ય બ્રહ્મર્ષિ (વિનયદેવસૂરિ) થયા કે જેમણે “દશાશ્રુતસ્કંધસૂત્રવૃત્તિ', “જબૂદ્વીપ-પન્નતિ-વૃત્તિ', પાખીસૂત્રવૃત્તિ વગેરે રચેલ છે.
પ્રતિષ્ઠાલેખ સં.૧પ૭૭, ના.૨. આ પાચન્દ્રથી પાર્શ્વચન્દ્ર (પાયચંદ) ગચ્છ શાખા નીકળી. વળી તેમના સંઘાડામાં રાજરત્નસૂરિ ને તેમના શિષ્ય ચન્દ્રકીર્તિસૂરિ વગેરે હતા. હિમીરપુર આબુતીર્થ પાસે. જન્મમિતિ ચૈત્ર સુદ ૯ શુક્રવાર, જ્ઞાતિ વીસા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org