________________
તપાગચ્છની પટ્ટાવલી
અમદાવાદ એ બંને પરથી ટૂંક સાર રૂપે સમન્વય કરી લીધી છે.)
૧
૪૧. વાદિદેવસૂરિ ઃ તપાગચ્છની મૂલ પટ્ટાવલીમાં મુનિચન્દ્રસૂરિ (૬.૪૦) થયા તેમના શિષ્ય વાદિદેવસૂરિ થયા, તેમના સમયમાં એટલે સં.૧૧૭૪(ક્વચિત્ ૧૧૭૭)માં નાગપુરીય તપા એ નામ પડ્યું. તે એવી રીતે કે તેમના શિષ્ય પદ્મપ્રભસૂરિએ ગુરુની આજ્ઞાથી વિચરતાં નાગોર નગરમાં સં.૧૧૭૭માં આવીને ઉગ્ર તપ કર્યું અને ઉપદેશથી રાણાને જૈનધર્મી કર્યો તેથી તે રાણાએ ‘નાગપુરીય તપા શ્રી પદ્મપ્રભસૂરિ' એ નામ આપ્યું. વાદિદેવસૂરિએ ચોવીસને આચાર્યપદે સ્થાપ્યા હતા તેમનાં નામ : પદ્મપ્રભ, મહેન્દ્ર (‘આવશ્યક-સતિ-ટીકા'ના કર્તા), રત્નપ્રભ (‘રત્નાવતારિકા-ટીકા’ ને ‘ઉપદેશમાલા-ટીકા'ના કર્તા), મનોરમ, ભદ્રેશ્વર, માનતુંગ, શાન્તિ, વર્ધમાન, ચન્દ્રપ્રભ, જયપ્રભ, પૂર્ણભદ્ર, ૫૨માનંદ, દેવેન્દ્ર, પૂર્ણદેવ, યશોભદ્ર, વજ્રસેન, પ્રસન્નચન્દ્ર, કુમુદ, પદ્મદેવ, માનદેવ, પેણ, હરિષેણ અને સોમ (વૃત્તરત્નાકર-ટીકા'ના કર્તા). વાદિદેવસૂરિના જન્માદિ વર્ષ મૂળ પટ્ટાવલીમાં આપેલ છે. તેમનું દીક્ષાનામ રામચન્દ્ર હતું અને કહેવાય છે કે ૩૫ હજાર ઘરને જૈન બનાવ્યા હતા. તેમણે નાગપુરના રાજા આલ્હાદનને પ્રતિબોધ્યો જેથી એમને આચાર્ય ઉપર પૂર્ણ શ્રદ્ધા થઈ હતી.
[વિશેષ માહિતી માટે જુઓ મૂલ પટ્ટાવલીના ક્ર.૪૦ના પેટામાં.]
તેમના સમયમાં શ્રી હેમચન્દ્રાચાર્યના ગુરુ દેવચન્દ્રસૂરિ સ્વર્ગસ્થ થયા સં.૧૧૬૭. એવામાં અનેક ગ્રંથના રચનાર, ‘નંદીસૂત્ર-ટીકા' વગેરેના કર્તા મલયગિરિસૂરિ સ્વર્ગે ગયા. કુમારપાલના મંત્રી ઉદયનસુત વાગ્ભટ્ટે શત્રુંજય પર ‘બાહડવસહી’ એ નામનાં દેરાં ત્રણ કરોડના ખર્ચે કરાવ્યાં. આ વાગ્ભટ્ટ મંત્રી બહુ વિદ્વાન્ હતો. તેણે ‘કાવ્યાનુશાસન’ રચેલ છે.
૪૨. પદ્મપ્રભ : સં.૧૧૯૪ આચાર્યપદ, ‘ભુવનદીપક’ નામનો જ્યોતિષનો ગ્રંથ સં.૧૨૨૧માં રચ્યો. ૧૫૦૦ રજપૂતોને પ્રતિબોધ્યા. સ્વર્ગવાસ સં.૧૨૪૦.
તેમના ગુરુભાઈ રત્નપ્રભસૂરિએ ‘ઉપદેશમાલા' પર દોટ્ટી વૃત્તિ, અને ‘પ્રમાણનયતત્ત્વાલોકાલંકાર' પર ‘રત્નાવતારિકા’ વૃત્તિ, ‘નૈમિનાથચરિત્ર’ (પ્રાકૃત) વગેરે ગ્રંથો
રચ્યા.
૯૯
૪૩. પ્રસન્ન(પ્રશ્ન)ચન્દ્ર : આચાર્યપદ સં.૧૨૩૬. તેમણે મોઢ માહેશ્વરીનાં ૫૦૦ ઘર જૈન કર્યાં. સં.૧૨૮૬માં સ્વર્ગસ્થ.
૪૪. ગુણસમુદ્ર : આચાર્યપદ પાટણમાં. સ્વ. સં.૧૩૦૧.
૧. આ જ ગચ્છના ચન્દ્રકીર્તિસૂરિ ‘છંદઃકોશ' પરની પોતાની વૃત્તિની પ્રશસ્તિમાં જણાવે
છે કે ઃ
વર્ષેઃ ચતુઃસપ્તતિયુક્તરુદ્રશâ- ૧૧૭૪ -૨તીâરથ વિક્રમાર્કાત્ । વાદીન્દ્રમુખ્યો ગુરુ-દેવસૂરિઃ સૂરીશ્વતુર્વિશતિમભ્યપિંચત્ ।। તેષાં ચ યો દીપકશાસ્ત્રકર્તા પદ્મપ્રભઃ સૂરિવરો બભૂવ । યદિય શાખા પ્રથિતા ક્રમેણ ખ્યાતા ક્ષિતૌ નાગપુરી તર્પતિ ||
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org