________________
જૈન ગૂર્જર કવિઓ : ૯
કમલકલશ અને કુતુબપુરા શાખા વિશે થોડીક માહિતી હતી તેની સાથે જૈન પરંપરાનો ઇતિહાસ' વગેરેમાંથી એમને વિશેની પ્રાપ્ત માહિતી ઉમેરીને નોંધો તૈયાર કરી છે.] તપાગચ્છ કમલલશ શાખા પટ્ટાવલી
૧૦૬
૫૨. રત્નશેખર : જુઓ મૂળ પટ્ટાવલીમાં ક્ર.૫૨.
૫૩. સોમદેવ : એ સોમસુંદરસૂરિના શિષ્ય હતા અને સં.૧૪૯૬માં રાણકપુર તીર્થમાં સોમસુંદરે એમને આચાર્યપદ આપ્યું હતું. તે સમર્થ કવિ, સચોટ વ્યાખ્યાતા અને મોટા વાદી હતા. પોતાની કાવ્યકલાથી તેમણે મેવાડના રાણા કુંભા, જૂનાગઢના રા’ માંડિલક અને ચાંપાનેરના જયસિંહને રંજિત કર્યાં હતા. ખંભાતમાં શાસ્ત્રાર્થ કરી રાત્રિભોજનત્યાગની સ્થાપના કરી હતી. તેમણે જિનપ્રભસૂરિના ‘સિદ્ધાન્તસ્તવ’ની અવસૂરિ, સોમસુંદરસૂરિના ‘યસ્મદસ્મદષ્ટાદશસ્તવ'ની અવસૂરિ (સં.૧૪૯૭), ગદ્યપદ્ય ‘કથામહોદધિ’ (સં.૧૫૦૪) અને ‘ચતુર્વિંશતિ-જિન-સ્તોત્ર' રચ્યાં છે.
સોમદેવ આચાર્યપદમાં લક્ષ્મીસાગરથી મોટા હતા પણ લક્ષ્મીસાગર ૫૩મા ગચ્છનાયક બન્યા. આથી સોમદેવે પોતાના શિષ્ય શુભરત્નને સં.૧૫૧૭માં આચાર્યપદવી આપી સુધાનંદનસૂરિ નામ આપી પોતાની પાટે સ્થાપ્યા. લક્ષ્મીસાગરસૂરિએ માળવામાં ત્રણ વર્ષ વિચરી ગુજરાતમાં આવતાં ગચ્છમેળ કરાવ્યો.
લક્ષ્મીસાગર અને સોમદેવ બન્નેના ઉપદેશથી સં.૧૫૨૯માં અમદાવાદમાં જ્ઞાનભંડાર સ્થાપિત થયો.
૫૪. સુધાનંદન દીક્ષા સોમદેવસૂરિ પાસે, નામ શુભરત્ન. ઉપાધ્યાયપદ સોજિત્રામાં. આચાર્યપદ સં.૧૫૧૭ કે ૧૫૧૮માં ઉમરેઠમાં.
:
૫૫. સુમતિસુંદર ઃ જન્મ સં.૧૪૯૪માં આબુ પાસેના વેલાંગરી ગામમાં. પિતા વીસા પોરવાડ નારણગોત્રીય શા. ટીડ, માતા રૂડી. દીક્ષા સં.૧૫૧૧, આચાર્યપદ સં.૧૫૧૮. તેમના ઉપદેશથી આબુમાં અચલગઢમાં સંઘવી સહસાએ સં.૧૫૫૪માં ચૌમુખ જિનપ્રાસાદનો પાયો નાખ્યો.
સુમતિસુંદર અને મુખ્ય પટ્ટાવલીના ક્ર.૫૪ સુમતિસાધુ વિશેની કેટલીક હકીકતોમાં ભેળસેળ દેખાય છે. તે માટે જુઓ ત્યાં કરેલી નોંધ.
૫૬. કમલકલશ ઃ તેઓ સુમતિસુંદરસૂરિના શિષ્ય હતા. સહસ્રાવધાની હતા. સિરોહીનો રાજા લાખો તેમને બહુ માનતો હતો. તેમના નામથી સં.૧૫૫૪(૫૫)માં કમલકલશગચ્છ નીકળ્યો. એમને સુમતિસાધુએ આચાર્યપદ આપ્યું હતું. એમનાથી નાના હેવિમલસૂરિને આચાર્યપદ અપાતાં એમણે પોતાની નવી પાટપરંપરા સ્થાપી.
પ્રતિમાલેખ સં.૧૫૫૨-૫૩-૧૬૦૩, ના.૧.
૫૭. જયકલ્યાણ : તેમણે સં.૧૫૬૬ના ફાગણ ૧૦ના રોજ અચલગઢ પર સહસાએ કરાવેલ ચૌમુખ જિનપ્રાસાદમાં મૂળનાયકની પ્રતિષ્ઠા કરી.
પ્રતિમાલેખ સં.૧૫૬૬, જિ.૨; ૧૫૬૩, બુ.૨.
૫૯. ચારિત્રસુંદર એમનું બીજું નામ ચરણસુંદર પણ મળે છે. તેઓ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org