________________
४६
જૈન ગૂર્જર કવિઓ : ૯
સ્તોત્રયંત્રકાનુસારેણોક્તી તથા ચ સતિ શ્રી આર્યસહસ્તી શ્રીસ્થૂલભદ્રદીક્ષિતો ન સંપર્ઘત તથાપિ ગૃહસ્થપર્યાયવર્ષાણિ ન્યૂનાનિ વ્રતવષણિ ચાધિકાનીતિ વિભાવ્ય ઘટનીય | ક્વચિજીર્ણપટ્ટાવલ્યાં સપાદશદ્વયે ૨૨૫ શ્રીસ્થલભદ્રસ્ય સ્વર્ગ ઉક્તો દશ્યતે I તથા ચ ન કિંચિદનુપપન્ન !
આર્ય મહાગિરિના મુખ્ય આઠ સ્થવિર શિષ્યો – (૧) સ્થવિર ઉત્તર, (૨) બહુલ અને બલિસ્સહ, તે પૈકી બલિસ્સહથી ઉત્તર બલિસ્સીંગચ્છ થયો ને તે ગચ્છની ચાર શાખા નામે કોશાંબિકા, સુસવર્તિકા, કોદંબાની અને ચંદ્રનગરી થઈ, (૩) ધનાદ્ધ, (૪) ઋદ્ધ, (૫) કૌડિન્ય, (૬) નાગ, (૭) નાગમિત્ર, (૮) ધઉલૂક રોહગુપ્ત. આ રોહગુપ્ત દ્રવ્યગુણાદિ છ પદાર્થ માનનાર વૈશેષિક મત કાઢ્યો. જુઓ આવશ્યકસૂત્ર, કલ્પસૂત્ર, ઉત્તરાધ્યયનસૂત્ર, સમ્યક્ત્વ સપ્તતિકા વગેરે. – જૈન મતવૃક્ષ.
આર્ય સુહસ્તિના મુખ્ય સ્થવિર શિષ્યો બાર – (૧) આર્ય રોહણ સ્થવિર, તેમાંથી ઉદ્દેહગચ્છ નીકળ્યો, તે ગચ્છની ચાર શાખા નામે ઉદંબરિધિયા, માસરિકા, મતિપત્રિકા અને પત્રપતિયા થઈ તથા છ કુલો નામે નાગભૂત, સોમભૂત, ઉલ્લગચ્છ, હસ્તલિહ, મંદિ%મ અને પરિહાસ થયાં, (૨) સ્થવિર યશ, તેમાંથી ઋતુવાટિકાગચ્છ થયો ને તેની ચાર શાખા નામે ચંપિજિયા, ભદ્રિજિયા, કાઉંદિયા અને મેહતિજિયા, તથા ત્રણ કુલ નામે ભજસિય, ભદ્દગુત્તિય, યશભદ્ર થયાં, (૩) સ્થવિર મેઘગણિ, (૪)
સ્થવિર કામદ્ધિ, તેમાંથી વેષવાટિકાગચ્છ થયો કે જેની ચાર શાખા નામે સાવચ્છિયા, રWપાલિયા, અંતરિજ્જિયા અને મલિજ્જિયા તથા ચાર કુલ નામે ગણિય, મહિય, કામહૂિઢય અને ઈદપુગ થયાં, (૫-૬) સ્થવિર સુસ્થિત અને સ્થવિર સુપ્રતિબદ્ધ, આ બેથી કોટિકગચ્છ નીકળ્યો તેની ચાર શાખા નામે ઉચ્ચનાગરી, વિદ્યાધરી, વયરીય અને મન્જિામિલા તથા ચાર કુલ નામે ગંભલિજ્જ, વચ્છલિજ્જ, વાણિજ્જ અને પએ વારણ થયાં, (૭) સ્થવિર રક્ષિત, (૮) સ્થવિર રોહગુપ્ત, (૯) સ્થવિર ઋષિગુપ્ત કે જેમાંથી માણવગચ્છ થયો, તેની ચાર શાખા નામે કાસવર્જિયા, ગોયમસ્જિયા, વાસફિયા, સોરઠ્ઠિયા તથા ત્રણ કુલ નામે ઋષિગુપ્ત, ઋષિદત્તિક અને અભિજયંત થયા, (૧૦) સ્થવિર શ્રીગુપ્ત તેમાંથી ચારણગચ્છ ને તેમાંથી શાખા નામે હારીય માલાગારી, સંકાસિયા, ગવેધુઆ ને વિજૂનાગરી તથા સાત કુલ નામે વચ્છલિજ્જ, પીઈધમ્મીય, હાલિજ્જ પુસ્કુમિત્તિજ્જ, માલીજ્જ અજવેડીય અને કએહ થયાં, (૧૧) સ્થવિર બ્રહ્મગણિ અને (૧૨) સ્થવિર સોમગણિ. કલ્પસૂત્ર આદિ જુઓ. – જૈનમતવૃક્ષ.
[આર્ય મહાગિરિના શિષ્યોમાં (૧) ઉત્તર તે જ (૨)માંના બહુલનું અપનામ હોવાનું નોંધાયું છે. તેથી ઉત્તર-બલિસ્સહ-ગચ્છ' એ નામની સાર્થકતા. જુઓ ખરતર. પટ્ટાવલી ક્ર.૧૦-૧૧.]
૯. સુસ્થિત અને સુપ્રતિબુદ્ધઃ સુહસ્તિના શિષ્યો, અપરનામ કોટિક અને કાકંડિક, તે સમયથી નિગ્રંથોનું નામ બદલાઈ કોટિકગચ્છ પડ્યું.
સુધર્મસ્વામિનોડરી સૂરીન્યાવનિર્ઝન્થા સાધવોડનગારા ઈત્યાદિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org