________________
તપાગચ્છની પટ્ટાવલી
૪૭
સામાન્યાથભિધાયિન્યાખ્યાસીતુ | નવમે ચ પટ્ટે કોટિકા ઇતિ વિશેષાથવબોધકે દ્વિતીયં નામ પ્રાદુર્ભીત ||
હસ્તલેખો એવું જણાવે છે કે નન્દીની વિરાવલીમાં અને આવશ્યક સૂત્રમાં એમ કહેલ છે કે જોડિયા ભાઈ બહુલ અને બલિસ મહાગિરિના શિષ્યો હતા; ‘તત્ત્વાર્થસૂત્ર' અને અન્ય ગ્રંથોના રચનાર સ્વાતિ, બલિસ્સહના શિષ્ય હતા; “પ્રજ્ઞાપનાસૂત્રના રચનાર શ્યામાર્ય જે વીરાત્ ૩૭૬ વર્ષે (બીજા ૩૮૬ વર્ષે કહે છે) સ્વર્ગવાસ પામ્યા હતા તે સ્વાતિના શિષ્ય હતા અને જીતમર્યાદા'ના રચનાર શાંડિલ્ય શ્યામાર્યના શિષ્ય હતા. (શ્યામાર્ય માટે જુઓ ખરતર. પટ્ટાવલી ક.૨૪ના પેટામાં.)
સુસ્થિત-સુપ્રતિબુદ્ધના પાંચ સ્થવિર થયા – (૧) સ્થવિર ઈટિa, (૨) સ્થવિર પ્રિયગ્રંથ, તેમનાથી માધ્યમિક શાખા નીકળી, (૩) સ્થવિર વિદ્યાધર ગોપાલ, તેમનાથી વિદ્યાધરી શાખા નીકળી, (૪) સ્થવિર ઋષિદત્ત, (૫) સ્થવિર અરિહદત્ત. કલ્પસૂત્ર જુઓ. શ્યામાચાર્ય માટે જુઓ કલ્પસૂત્ર-પટ્ટાવલી. – જૈન મતવૃક્ષ.
શાંડિલ્ય પછીની પરંપરા આ પ્રમાણે છે : (જીતધર)-સમુદ્ર-મંગુ-ધર્મભદ્રગુપ્ત-વજૂ-આર્યરક્ષિતનંદિલ ક્ષપણ-નાગહસ્તિ-રેવતિ–સિંહ (બ્રહ્મદ્દીપિક શાખા)સ્કેડિલાચાર્ય (માથુરી વાચના)--હિમવતુ-નાગાર્જુન-(ગોવિંદ-) ભૂતદિત્ર-લોહિત્યદેવવાચક (નંદીસૂત્રના કતા). નંદિસ્થવિરાવલી જુઓ.
બિલિસહ કૌશિકગોત્રીય બ્રાહ્મણ હતા. દશ પૂર્વના જ્ઞાતા હતા. એમના શિષ્ય સ્વાતિ તે “તત્ત્વાર્થાધિગમસૂત્ર” આદિ ગ્રંથોના રચનાર ઉમાસ્વાતિ હોવાનું ખરું નથી. ઉમાસ્વાતિ ઉચ્ચનાગર શાખાના આચાર્ય ઘોષનંદિના શિષ્ય અને વીર સં.૭૭૦ એટલે વિ.સં.૩૬૦(૩00?)માં થયા હોવાનું જણાય છે. જુઓ જૈન પરંપરાનો ઇતિહાસ, ભાગ ૧, પૃ.૩૬૨-૬૮.
બદ્વિસહશિ. આર્ય સ્વાતિ વીર સં.૩૩૬(૩૩૫)માં સ્વર્ગસ્થ. આર્ય શ્યામાચાર્ય તે પ્રથમ કાલકાચાર્ય. એ નિગોદવ્યાખ્યાતા હતા.
જીતધર શાંડિલ્યનું નામ સ્કંદિલસૂરિ કે ખંડિલસૂરિ પણ મળે છે. સ્વ. વીર સં.૪૧૪, ૧૦૮ વર્ષની વયે. કૌંસમાં મુકાયેલાં નામો “નંદિસ્થવિરાવલીમાંથી નહીં પણ અન્યત્રથી પ્રાપ્ત થયેલી પાટપરંપરાનાં છે.
જુઓ ખરતર. પટ્ટાવલી ક.૧૨.] ૧૦. ઇન્દ્રદિન્ન : ઇન્દ્રદિન વીરાત્ ૪૨ ૧. કૌશિકગોત્રીય. વીર સં.૩૩૯માં ગણાચાર્ય.
ગર્દભિલ્લના ઉચ્છેદક કાલકસૂરિ વીર પછી ૪૫૩ વર્ષમાં વિદ્યમાન હતા. બીજા હસ્તલેખો પ્રમાણે તે જ કાલકે પર્યુષણતિથિ ફેરવી હતી. આની સાબિતી તરીકે સ્થાનકવૃત્તિ, ધર્મોપદેશમાલાવૃત્તિ, પુષ્પમાલાવૃત્તિ, સમસ્તકાલકાચાર્યકથા અને પ્રભાવકચરિત્ર(ઇંગ ૪)નાં પ્રમાણ આપે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org