________________
જૈન ગૂર્જર કવિઓ ઃ ૯
પોતાના સમકાલીન નાગેદ્રગચ્છીય વિજયસેનનો નિર્દેશ કરેલ છે. સિદ્ધરાજ અને જૈનો’ એ નામનો પંડિત લાલચંદ્રનો લેખ.
૫૮
વિજયસિંહસૂરિએ સં.૧૨૦૬માં પ્રતિષ્ઠા કરી હતી. સં.૧૨૩૫ સુધી એ વિદ્યમાન હતા. તેઓ સમર્થ વાદી હતા.
૪૩. સોમપ્રભ અને મણિરત્ન ઃ
-
[સોમપ્રભસૂરિ પૂર્વાશ્રમમાં પોરવાડ મહામંત્રી જિનદેવના પુત્ર સર્વદેવના પુત્ર હતા. એમણે સં.૧૨૩૮માં માતૃકાચતુર્વિંશતિપટ્ટની પ્રતિષ્ઠા કરી હતી, જે પટ્ટ આજે શંખેશ્વર તીર્થમાં પૂજાય છે. સં.૧૨૮૪માં શત્રુંજય તીર્થની યાત્રા કરી અંકેવાલિયા ગામમાં ચતુર્માસ કર્યું તે દરમ્યાન સ્વર્ગવાસ. તેઓ વ્યાકરણ, કાવ્ય, ન્યાય, આગમના અભ્યાસી હતા. ‘સુમતિનાહચિરય' (પાટણમાં), ‘સિન્દૂરપ્રકર’, ‘શૃંગારવૈરાગ્યતરંગિણી’, ‘શતાર્થકાવ્ય’ ‘કુમારપાલડિબોહો' (પાટણમાં, સં.૧૨૪૧) એ એમના ગ્રંથો છે. મણિરત્નસૂરિ સંભવતઃ સં.૧૨૭૪માં સ્વર્ગે ગયા.] ૪૪. જગચંદ્ર : તપાગચ્છના પ્રસિદ્ધ સ્થાપક.
ક્રિયાશિથિલમુનિસમુદાય જ્ઞાત્વા ગુર્વજ્ઞયા વૈરાગ્યરસૈકસમુદ્ર ચૈત્રગચ્છીય શ્રીદેવભદ્રોપાધ્યાયં સહાયમાદાય ક્રિયાયામઔગ્યાનૢ હીરલાજગચ્ચન્દ્રસૂરિિિત ખ્યાતિભાગ્ બભૂવ I કેચિત્તુ આઘાટપુરે દ્વાત્રિંશતા દિગમ્બરાચાર્યેઃ સહ વિવાદ કુર્વનું હીરકવદભેદ્યો જાત ઇતિ રાન્ના હીરલાજગચ્ચન્દ્રસૂરિરિતિ ભણિત ઇત્યાહુઃ । તથા યાવજ્જીવમાચામ્લતપોઽભિગ્રહી દ્વાદશવર્ષે તપાબિરુદમામવાન્ । તતઃ ષષ્ઠ નામ વિ.૧૨૮૫ વર્ષે તપા ઇતિ પ્રસિદ્ધ । તથા ચ નિર્પ્રન્થ ૧ કૌટિક ૨ ચન્દ્ર ૩ વનવાસ ૪ બૃહદ્ગચ્છ ૫ તપા ૬ ઈતિ ષણ્યાં નાનાં પ્રવૃત્તિહેતવ આચાર્યાઃ ક્રમેણ શ્રીસુધર્મસ્વામિ ૧ શ્રીસુસ્થિત ૨ શ્રીચન્દ્ર ૩ શ્રીસમન્તભદ્ર ૪ શ્રીસર્વદેવ ૫ શ્રીજગચ્ચન્દ્ર ૬ નામાનઃ ષસૂરયઃ ।। (વેબરનું પૃ.૮૦૫ જુઓ.)
[મણિરત્નસૂરિના શિષ્ય. પિતા પોરવાડ પૂર્ણચન્દ્ર. મણિરત્નસૂરિના સ્વર્ગવાસથી આયંબિલ તપ શરૂ કર્યું. મેવાડના રાણા જૈત્રસિંહે એમના આયંબિલ તપથી પ્રભાવિત થઈ સં.૧૨૮૫માં એમને મહાતપસ્વી' તરીકે બિરદાવ્યા. જૈત્રસિંહના દરબારમાં દિગંબર વાદીઓને હરાવ્યા તેથી ‘હીરા’નું માનવંતું બિરુદ મળ્યું. ગુજરાતના મહાત્માત્ય વસ્તુપાલ-તેજપાલ તેમના ખાસ ઉપાસક હતા. તેઓ સં.૧૨૯૫-૯૬માં સ્વર્ગે ગયા.
જગચંદ્રસૂરિએ પોતાની પાટે દેવેન્દ્રસૂરિને સ્થાપ્યા હતા, પરંતુ તેમના સ્વર્ગગમન પછી વિજયચંદ્રસૂરિ પણ તેમની માટે બેઠા. આથી બે શ્રમણપરંપરા ઊભી થઈ. દેવેન્દ્રસૂરિની તે લઘુ પોસાળ. વિજયચંદ્રસૂરિની તે વૃદ્ધ પોસાળ.]
૪૫. દેવેન્દ્ર :
આ સમયે વિજયચંદ્ર વિદ્યમાન હતા. તેઓ વસ્તુપાલના ગૃહમાં લેખ્યકર્મ કરનાર મંત્રી હતા. એમને સૂરિપદ જગચંદ્રે આપ્યું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org