________________
એકાંતે છે સ્યાદ્વાદ પૂર્વક નથી. એકાત્મકતા એક સ્વરૂપતા. (કાળ દ્રવ્ય વિના પણ અનાદિ કાળથી અનંત કાળ
સુધી સમયો એક પછી એક પરસ્પર અંતર પડ્યા વિના પ્રવર્તે છે તેથી એક પ્રવાહરૂપ બની જવાથી તેમાં એક સ્વરૂપપણું આવે છે - એમ શંકાકાર
તરફથી તર્ક છે.) અકામ કામ વિનાનું; નિષ્કામ કર્મક્ષય થતાં નાશ પામે તેવું; મોક્ષ. અકામ નિર્જરા :તેમાં બાહ્ય નિમિત્ત તો ઈચ્છા રહિત ભૂખ-તૃષા સહન કરવી એ
છે અને ત્યાં જો મંદ કષાયરૂપ ભાવ હોય તો પાપની નિર્જરા થાય છે અને દેવાદિ પુણ્યનો બંધ થાય-તેને અકામ નિર્જરા કહે છે. જે અકામનિર્જરાથી જીવની ગતિ કંઈક ઊંચી થાય છે તે પ્રતિકુળ સંયોગો વખતે જીવ મંદકષાય કરે છે તેથી થાય છે, પણ કર્મો જીવને ઊંચી ગતિમાં લઈ જતાં નથી. (૨) પરાધીનપણે (પોતાની ઈચ્છા વગર) ભોગ-ઉપભોગનો નિરોધ થતાં અંકલેશતા રહિત થવું અર્થાત્ કષાયની મંદતા કરવી તે. (૩) ધર્મી જીવ, જ્ઞાતા-દકા સ્વભાવે પરિણમે છે. તેને દરરોજ દશ વાગે ભોજન લેવાનો ટાઈમ હોય, પણ પ્રસંગવશ કોઈ વાર મોડું થાય ને બપોરે બે ત્રણ વાગે ભોજન લેવાનું બને, તો ત્યાં તે આકુળવ્યાકુળ થતો નથી, પણ સમભાવથી સહન કરે છે. ત્યારે જે નિર્જરા થયા છે, તે અકામ નિર્જરા છે. અજ્ઞાનીને પણ અકામ નિર્જરા થતી હોય છે, પણ તે સમભાવપૂર્વક હોતી નથી. અહીં કહે છે-જ્ઞાની, તેને જે અકામનિર્જરા થાય છે, તેને જાણે છે, કરે છે એમ નહિ. (૪) સહન કરવાની અનિચ્છા છતાં રોગ, ક્ષુધાદિ સહન કરે છે. કર્મના તીવ્ર ઉદયમાં ન જોડાતાં જીવ પુરુષાર્થ વડે મંદ કયાયરૂપ પરિણમે છે. (૫) તેમાં બાહ્ય નિમિત્ત તો ઈચ્છા રહિત ભૂખ, તૃષા સહન કરવી એ છેઅને ત્યાં જો મંદ કષાયરૂપ ભાવ હોય તો પાપની નિર્જરા થાય અને દેવાદિ પુણ્યનો બંધ થાય તેને અકામનિર્જરા કહે છે. (૬) કર્મક્ષમ થતાં નાશ પામે તેવી નિર્જરા. (૭) પરાધીનપણે (પોતાની ઈચ્છા વગર) ભોગ-ઉપભોગનો નિરોધ થતાં સંકલેશતા રહિત થવું અર્થાત્ કષાયની મંદતા કરવી તે. (૮) તેમાં બાહ્યનિમિત્ત તો ઈચ્છા રહિત ભૂખ-તૃષા સહન કરવી એ છે અને ત્યાં જે |
મંદ કરાયરૂપ ભાવ હોય તો પાપની નિર્જરા થાય અને દેવાદિ પુણ્ય નો બંધ થાય- તેને અકામ-નિર્જરા કહે છે. (૯) પરાધીનપણે પોતાની ઈચ્છા વગર) ભોગ-ઉપભોગનો નિરોધ થતાં સંકલેશતા રહિત થવું અર્થાત્ કષાયની મંદતા કરવી તે. (૧૦) પરાધીનપણે પોતાની ઈચ્છા વગર) ભોગઉપભોગનો નિરોધ થતાં સંકલેશતા રહિત થવું અર્થાત્ કષાયની મંદતા કરવી તે. (૧૧) નિર્જરાની ઈચ્છા વિના પરાધીનપણે સહન કરાતાં ભૂખ-તરસ, પરતંત્રપણે કરવામાં આવતો ભોગ ત્યાગ. (૧૨) કર્મના ઉદય પ્રમાણે જ જીવ વિકાર કરતો નથી પણ ગમે તેવા કર્મોદય હોવા છતાં જીવ સ્વયં પુરુષાર્થ
કરી શકે છે. અકારક અકર્તા; કર્તા નહિ. જ્ઞાતા. અકારણ જેનું કોઈ કારણ ન હોય એવું; અહેતુક. (ચૈતન્ય સત્ અને અહેતુક
હોવાને લીધે, પોતાથી જ સિદ્ધ છે.) અકાર્ય ન કરવા જેવું; અયોગ્ય કાર્ય; અકૃત્ય; દુષ્કર્મ, દુરાચરણ; ખોટું કામ. અકાર્યકારણત્વ શક્તિ આત્મામાં, એક અકાર્ય કારણત્વ નામની શક્તિ છે. આ
શક્તિ કારણે આત્મા અનુય કાર્ય નથી, એટલે આત્મા, અનાકુળ આનંદનો નાથ પ્રભુ, કોઈથી ઉત્પન્ન નથી એવો સ્વતઃસિદ્ધ છે. વળી આ શક્તિના કારણે આત્મા કોઈનું કારણ નથી. એટલે પુય-પાપ આદિ ભાવોને, આત્માએ ઉત્પન્ન કર્યા છે એમ નથી. અહાહા ! પર્યાયમાં જે રાગ થાય, પુણ્ય-પાપના ભાવો થાય એનું આત્મા કારણ નથી, અને કાર્ય પણ નથી. જૈન તત્ત્વમીમાંસા માં આવે છે, કે ઉપાદાનની જે ઉપાદેય પર્યાય થાય છે, તે પૂર્વના કારણના ક્ષયથી થાય છે. ત્યાં એમ લીધું છે કે ઉપાદાનકારણ વર્તમાન. અને એનું કાર્ય તે પછીની ઉત્તર પર્યાય. આ પણ વ્યવહારથી વાત કરી છે. બાકી તો સમય-સમયનું ઉપાદાન સ્વયંસિદ્ધ પોતાથી છે. નિમિત્તના કારણે નહિ, પૂર્વના (પૂર્વ પર્યાયના) કારણે નહિ, અને પોતાના દ્રવ્યગુણના કારણે પણ નહિ. અહો ! આવું સત્ સ્વયં નિજ સમુદ્ધિથી ભરેલું છે. નિત્ય અનાકુળ સ્વભાવી એક આત્મા જ દુઃખનું અકારણ છે. અનાકુળસ્વરૂપ નિત્યાનંદ પ્રભુ, રાગનું આકુળતાનું કારણ કેમ થાય ? તે