Book Title: Hitopdeshmala evam Darshanshuddhi Prakaranam
Author(s): Prabhanandsuri, Chandraprabhsuri, Kirtiyashvijay
Publisher: Naginbhai Paushadhshala

View full book text
Previous | Next

Page 13
________________ [૧૨] પત્ર-૪૦૦ ઉપર પણ એ જ પ્રમાણે દર્શાવ્યું છે. અને વિતરાગ-ઑત્ર ગ્રંથની સટીક પ્રતની પ્રસ્તાવનામાં પં. અંબાલાલ પ્રેમચંદ શાહે તથા કેટલાંક હસ્તલિખિત જ્ઞાનભંડારનાં લીસ્ટમાં પણ આ. શ્રી પરમાનંદ સૂરિ મહારાજનું નામ જણાવ્યું છે. પરંતુ આ સ્થાનમાં તે સવની એક સરખી ભૂલ થવા પામી છે. એક બીજા ઉપરથી વિશ્વાસને આધારે ઉતારો કરાય છે, અગર તે પ્રત્યેકની ખલન થઈ છે. જૈન સાહિત્યકા બૃહદ્ ઈતિહાસ ભા–જના પત્ર ૧૮૮માં તે ગ્રંથકર્તા તરીકે આ. શ્રી પરમાનંદસૂરિ મહારાજનું નામ દર્શાવીને તેમને નવાંગીવૃત્તિકાર આ. શ્રી અભયદેવસૂરિના શિષ્ય આ. શ્રી દેવભદ્રસૂરિના શિષ્ય તરીકે ઓળખાવ્યા છે. જે વાત કેટલી અસંગત છે તે આગળ વાંચવાથી સમજાશે. આમ સ્કૂલના થવાને હેતુ એ જણાય છે કેદરેકે અથવા પ્રથમ લખનાર વ્યક્તિએ સટીક પ્રતનું છેલ્લું પત્ર જોયું હશે. છેલા પત્રમાં ટીકાકારની પ્રશસ્તિ છે. ટીકાકાર આ. શ્રી પરમાનંદ સૂરિ મ. હિતોપદેશમાળા ગ્રંથના કર્તા આ. શ્રી પ્રભાનંદ સૂરિ મ.ના પૂર્વાવસ્થાના ભાઈ હતા. અને સાધુપણામાં પણ ' ગુરૂભાઈ હતા. એથી ટીકા તથા પ્રશસ્તિ જેવાને કારણે આ પ્રકારને ભ્રમ થયે હોય તે સંભવિત છે. હકીકતમાં આ ગ્રંથના રચયિતા આ. શ્રી પ્રભાનંદસૂરિ મહારાજ છે, જે નીચેની બે ગાથા જેવાથી સ્પષ્ટ થાય છે.. +इय अभयदेवमणिवइ-विणेय सिरिदेवभद्दमूरिण । अनिउणमइहिं सीसेहि, सिरि पभाणंदमुरीहिं ॥५२१॥ उवजीविऊण जिणमय-महत्थ-सत्थत्थ-सत्थ-सारलवे । सपरेसि हिओ एसो, हिओवएसो विणिम्मविओ ॥५२२।। ટીકાકાર આ. ભ. શ્રી પરમાનંદસૂરિ મહારાજ ટીકાના અંતમાં તથા પ્રશસ્તિમાં જણાવે છે કે : 1નવાંગવૃત્તિકાર આ. શ્રી અભયદેવસૂરિ મહારાજની પરંપરામાં થયેલા શ્રી રૂદ્રપલ્લીય ગચ્છના આ. શ્રી અભયદેવસૂરિ મહારાજના પટ્ટ ઉપર સ્થાપિત કરાયેલા + અર્થ માટે જુવો–પત્ર-૧૪૪ 1- नवागावृत्तिकारसन्तानाय श्रीरुद्रपल्लीय-श्रीमदभयदेवसूरिपट्टप्रतिष्ठितश्रीमदेवभद्रसूरि शिष्यावतंसश्रीप्रभानदाचार्यसोदर्यपण्डितश्रीपरमानन्दविरचिते हितोपदेशामृतविवरणे सर्वविरत्याख्य, चतुर्थमुलद्वार समाप्तमिति भद्रम् । तत्समप्तौ समाप्तमिदं हितोपशामृतविवरणमिति ।

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 230